પિયુષ જૈન ના ઘરે થી ૧૦૦ કરોડ રોકડા
સમાજવાદી પાર્ટી ના નેતા અખિલેશ યાદવે ચૂંટણી અગાઉ લોંચ કરેલા સમાજવાદી અત્તર ના નિર્માતા અને અખિલેશ ના અંગત પિયુષ જૈન ના ઘરે પડેલા આવકવેરા ના દરોડા માં ૧૭૭ કરોડ રોકડા મળી આવતા આઈ.ટી. ના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. કાપ_રમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્ડાયરેક્ટ એન્ડ કસ્ટમ (સીબીઆઈસી) અને આઈ.ટી. ના, અધિકારીઓએ પિયુષ જૈન ના ઘરે પાડેલી રેડ માં ઘર માં જ ૧૭૭ કરોડ રૂા.ની કેશ ઝડપાતા ચકચાર મચી ગઈ હતી. આટલી વિપુલ માત્રા માં કેશ મળતા કેશ ગણવા માટે ૧૩-૧૩ મશીનો ની મદદ લેવાયા છતા માત્ર કેશ ગણવા માં જ ૩૬ કલાક લાગ્યા હતા. આ કેશ ને ૪ર મોટા સ્ટીલ ના બોક્સ માં ભરી ને કન્ટેનર ચુસ્ત પોલિસ બંદોબસ્ત વચ્ચે લઈ જવાયા હતા.
પિયુષ જૈન ના ઘરે થી કેશ ઉપરાંત સોના ના દાગીના પણ મળી આવ્યા હતા જેને બોક્સ માં સીલ કરી ને લઈ જવાયા હતા. આ ઉપરાંત પિયુષ જૈન ના લોકર માં થી પણ મહત્વ ના દસ્તાવેજો ઝડપી પડાયા હતા. પિયુષ જૈન હાલ કાનપુર માં રહે છે. પરંતુ મૂળ કન્નોજ નો રહેવા સી છે આથી સીબીઆઈસી અને આઈટી ના અધિકારીઓ એ પિયુષ જૈન ના દિકરા પ્રત્યુષ ને સાથે લઈ ને તેના કન્નોજ ના ઘરે પણ દરોડો પાડ્યો હતો. અત્યાર સુધી માત્ર બે રુમ ની તપાસ થઈ છે જેમાંથી ૪ કરોડ રૂા. મળ્યા છે. હજુ ઘણા રુમો ની તપાસ બાકી છે. સીબીઆઈસી અને આઈટી ની ટીમે તપાસ ઝડપી બનાવવા વધારા ની ટીમ ને પણ બોલાવી છે. સાથોસથિ સુરક્ષા માટે પોલિસ ફોર્સ ની પણ માંગ કરાઈ છે.
તદુપરા ત કન્નોજ માં જ આવકવેરા વિભાગ સાથે જોડાયેલા બે અધિકારીઓ વિનીત મિશ્રા અને રાનુ મિશ્રા ના ઘરે પણ મોડી રાત્રે સીબીઆઈસી અને આઈ.ટી. ટીમે દરોડા પાડ્યા હતા. પિયુષ જૈન ના કન્નોજ ના ઘરે પડાયેલા દરોડા દરમ્યિાન આ બન્ને અધિકારીઓ સાથે ની પિયુષ ની સાંઠગાંઠ ના પુરાવા મળ્યા હતા. ત્યાર બાદ મોડી રાત્રે તેમના ઘરે પણ દરોડા પડાયા હતા. જો કે દરોડા દરમ્યિાન તેમના ઘરે થી શું મળી આવ્યું તે અંગે હજુ કોઈ જાણકારી જાહેર કરવા માં આવી નથી. આ અગાઉ દેશ ના જાણીતા પાન-મસાલા ઉત્પાદક શિખ પાન મસાલા નું સમગ્ર દેશ માં વિતરણ કરવા નું કામ કરતીગણપતિ રોડ કેરિયર ના માલિક પ્રવિણ જૈન ના પણ ઘર અને વ્યવસાય ના સ્થળો ઉપર દરોડા પાડવા માં આવ્યા હતા.

આ દરમિયાન પ્રવિણ જૈન ના ઘર થી ૪પ લાખ અને ઓફિસ થી પ૬ લાખ રૂા. કેશ મળી આવ્યા હતા. તથા બનાવટી ઈ-વે બિલ અને બનાવટી બીલ મળવા ઉપરાંત મોટા ભાગ નું કામ રોકડે થી જ ચાલતું હોવા ના પુરાવા પણ મળ્યા હતા. જેના પગલે આઈ.ટી. ની ટીમે ૩.૦૯ કરોડ નો ટેક્સ અને દંડ પણ ફટકાર્યો હતો. વાસ્તવ માં આ સમગ્ર દરોડા ની શૃંખલા માં સૌ પ્રથમ બુધવારે શિખર પાન મસાલા અને ગણપતિ રોડ કેરિયર ના નિવાસસ્થાન અને વ્યવસાય ના સ્થળો ઉપર દરોડા પાડવા માં આવ્યા હતા. અહીંથી જ પિયુષ જૈન ના નામ ના કેટલાક નકલી બિલો પણ મળી આવતા પિયુષ જૈન પણ આઈટી અને સીબીઆઈસી ની ટીમ ના ઝપાટે આવ્યો હતો.
વળી પિયુષ જૈન ના કન્નાજ ના ઘર ના દરોડા દરમ્યિાન મળેલી ડાયરી એ આ ત્રણેય દ્વારા આચરાતા કૌભાડ ની પોલ ખોલી નાંખી હતી. ડાયરી માં તેમના નામ ની સાથે જ તેમની વચ્ચે થયેલી લેવડ દેવડ તેમ જ માલ સપ્લાય સહિત નો ઉલ્લેખ કરાયો હતો. તદુપરાંત એ પણ જાણવા મળ્યું હતું કે મોટાભાગ નો વ્યવહાર રોકડ માં જ ચલાવાતો હતો. દેશ માં અલગ અલગ સ્થળો ઉપર જતા માલ માં કમિશન પણ લેવા માં આવતું હતું તેમ જ દરરોજ મોટી સંખ્યા માં ટ્રકો નું લોડીંગઅનલોડીંગ દેખાડવા માં આવતું હતું. થોડા સમય પહેલા ગુજરાત માં પકડાયેલી ટ્રકો માં નકલી ઈ-વે બીલ અને નકલી બિલ થી આ પોલ ખુલી હતી. આની તપાસ માં શિખર પાન મસાલા ના માલિક, ટ્રાન્સપોર્ટર પ્રવિણ જૈન અને પર્યુમ વિજેતા પિયુષ જૈન વચ્ચે ની સાંઠગાંઠ ખુલી હતી.
ગુજરાત માં પકડાયેલી ટ્રકો ના નકલી બીલો થી એ બાબત સામે આવી હતી કે માલ ની ડિલીવરી બેજ ક્યાંક બતાવાતી હતી જ્યારે વાસ્તવમાં માલઅન્ય કોઈ જગ્યાએ ડિલિવર કરાતો હતો. ત્યાર બાદ ડીજીજીઆઈ ની ટીમે દેખરેખ રાખવા નું શરુ કર્યું હતું. ડીજીજીઆઈ ની ટીમે લાંબા સમય સુધી રેકી કરી, તેમની મોડસ ઓપરેન્ડી સમજી તમામ જરુરી પુરાવાઓ એકત્ર કર્યા બાદ જ આગળ ની કાર્યવાહી કરી હતી.જો કે પિયુષ જૈન ના ઘરે થી મળેલી ૧૭૭ કરોડ ની નકદ એ દેશભરમાં ચકચાર મચાવી દીધી હતી. સમાજવાદી પાર્ટી ની સમર્થક અને સમાજવાદી પરફ્યુમ ના નિર્માતા ના કૌભાંડ નો પર્દાફાશ થઈ ગયો હતો.