પિયુષ જૈન ની ૧૦૦૦ કરોડ ની સંપત્તિ

યુપી ના કાનપુર અને કન્નોજ ખાતે સમાજવાદી પરફ્યુમ નિર્માતા પિયુષ જૈન ને ઘરે અને અન્ય સ્થાનો ઉપર પડાયેલા આઈ.ટી. ના દરોડા ૬૦કલાક બાદ પણ ચાલુ છે. ડીજીજીઆઈ ના દરોડા માં અત્યાર સુધી માં ૧000 કરોડની સંપત્તિ નો ખુલાસો થયો છે. આખરે પિયુષ જૈન ની ધકપકડ કરી લેવા માં આવી પિ યા , જૈન ના કાનપુર ઘર ઉપર રેડ બાદ તેમના પુત્ર ને લઈ ને જ્યારે કન્નોજ ના ઘર ઉપર પણ રેડ કરી ત્યારે તો જાણે આઈ.ટી અધિકારીઓ ને કુબેર ભંડાર નો ખજાનો મળી ગયો. ઘર ના સાત રુમોની દિવાલો, છૂપા ખાનાઓ, દિવાલોમાં ચણી લીધેલા લોકરો નો આખા ઘરમાં કોઈ તોટો નથી. જે પણ | દિવાલ તોડવા માં આવે છે તે લોકો ને કટર થી પાય છે તેમાં થી જાણે નોટો નો વરસાદ વરસી રહ્યો છે.

આવા લોકો માં થી જ ૨૫૦ કિલો ચાંદી, ૧૨૫ કિલો સોનુ, ઉપરસંત ૩૫૦ ફાઈલો અને ૨૭૦૦ ગુપ્ત દસ્તવેજો મળી આવ્યા છે. આ ઉપરાંત અત્યાર સુધી ના કાનપુર માં ૪, કન્નોજ માં ૭, મુંબઈ માં ૨, દિલ્હીમાં ૧ ઉપરાંત દુબઈ માં પણ બે પ્રોપર્ટી ના દસ્તાવેજો પણ મળી આવ્યા છે. વળી ઘણી તિજોરી અને લોકર બાયોમેટ્રીક લોક વાળી છે. જેને તોડતા પણ ઘણો સમય લાગી રહ્યો છે. આથી આઈ.ટી. અધિકારીઓ ની ટીમે કાનપુર થી પિયુષ જૈન ને પણ કન્નોજ લઈ આવી છે. જેથી બાપ-દિકરા ની ફિંગર પ્રિન્ટસ થી તિજોરીઓ અને લોકરો ઝડપ થી ખોલી શકાય. પિયુષ જૈન ના કન્નોજ સ્થિત કિલ્લેબંધી મકાન ની દિવાલો તોડતા અને ફર્શ ખોદતા | આઈ.ટી. ટીમ ને મોટી સફળતા મળી આવી.

ઘર ની દિવાલો માં લોકરો છુપાવી હોવા નું સામે આવ્યા બાદ આવા લોકો ને શોધી કાઢવા માટે એક્સ-રે મશીન ની મદદ લેવા માં આવી રહી છે. વળી સૌથી આશ્ચર્યજનક અને ઘણા મોટા ષડયંત્ર નો ભાંડાફોડ કરે તેવી બાબત એવી બની છે કે આવા જ એક ગુપ્ત લોકર માં થી ૩૫૦ ચાવીઓ મળી આવી છે. હવે બિન તાલે કી ચાવી’ નો રાઝખોલવાઆઈ.ટી.અધિકારીઓ બાપ-દિકરા ની આકરી પૂછપરછ કરી રહ્યા છે જે સંભવતઃ આટલી અમાપ સંપત્તિ પાછળ ના કોઈ મોટા માથા સુધી સગડ નિકળવા ની પુરી સંભાવનાઓ છે. ૩૫૦ ચાવીઓ મળ્યા બાદ જ પિયુષ જૈન ની ધરપકડ કરાઈ છે. હવે યોગી મહારાજ ની યુ.પી. પોલિસ પિયુષ જૈન ની આગવી સરભરા કરી ને ૩૫૦ ચાવીઓ નો ભેદ ઉકેલશે.

Leave a Reply

Your email address will not be published.