પૂવચલ માટે ૩૬ હજાર કરોડ ની વિકાસ યોજનાઓ
યુ.પી. વિધાનસભા ની ૨૦૨૨ માં આવી રહેલી ચૂંટણીઓ અગાઉ ભાજપા અને કેન્દ્ર સરકારે પૂર્વાચલ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરતા ખૂદ વડાપ્રધાન મોદી એ ૬૮ દિવસો માં પૂર્વાચલ ની આઠ વખત મુલાકાત લઈ ને ૩૫,૮૩૦ કરોડ થી અધિક ની વિકાસ યોજનાઓ ની ભેટ ધરી છે. ભારતીય રાજકારણ માં એમ કહેવાય છે કે સત્તા નો માર્ગ યુપી થઈ ને જાય છે. લોકસભા ની ૨૦૨૪ ની ચૂંટણી નું ભવિષ્ય યુપી વિધાનસભા ની ૨૦૨૨ ની ચૂંટણી ના પરિણામો ઉપર અવલંબે છે. આ અગાઉ ભાજપા એ પ.બંગાળ ની વિધાનભિા ની ચૂંટણીઓ વખતે એડીચોટી નું જોર લગાવ્યા છતા સત્તા હાથ માં આવી ન હતી. આના પ્રચાર ની મુખ્ય જવાબદારી ભાજપા ના ચૂંટણી ચાણક્ય ગણાતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા એ સંભાળી હતી.
હવે યુ.પી. વિધાનસભા ની ચૂંટણી ના પ્રચાર ની કમાન ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુ.પી.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જ સંભાળી છે હવે વડાપ્રધાન મોદી નો સંસદીય મત વિસ્તાર વારાણસી અને યોગી આદિત્યનાથ નો વિધાનસભા મતવિસ્તાર ગોરખપુર પણ પૂર્વાચલ માં જ આવે છે. ૨૦ ઓક્ટોબર થી ૨૩ ડિસેમ્બર દરમિયાન ના ૬૪ દિવસો માં વડાપ્રધાને ૮ વખત પૂર્વાચલ ની મુલાકાત લીધી હતી. જે પૈકી સાત મુલાકાતો માં તેમણે વિવિધ જિલ્લાઓ માં મોટી રેલીઓ પણ સંબોધિત કરી હતી. જ્યારે એક વખત વર્ચ્યુલી પણ જોડાયા હતા. આ દરમ્યિાન ૧૩ આંતરરાષ્ટ્રીય | સ્તર ના સહિત ૪૦ જાહેર કાર્યક્રમો માં જોડાયા હતા. આ દરમ્યિાન તેમણે પૂર્વાચલ ને ૩૬ હજાર કરોડ થી | અધિક વિકાસ યોજનાઓ આપી હતી. જે પૈકી પૂર્વાચલ માં જ દેશ ના સૌથી મોટા બનનારા જેવર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સહિત બે એરપોટસ, ૯ મેડિકલ કોલેજો અને ત્રણ એક્સપ્રેસ વે સામેલ છે.
ઉત્તરપ્રદેશ ની ૪૦૩વિધાનસભા ની સિટો પૈકી ૩૮.૭૦ ટકા અર્થાત કે ૧૫૬ સિટો પૂર્વાચલ ની જ છે. આ અગાઉ ૨૦૧૭ ની વિધાનસભા ની ચૂંટણી માં ભાજપા એ ૧૫૬ સિટો પૈકી ૧૦૬ સિટો જીતી હતી. જ્યારે સ.પા. ને ૧૮, બસપા ને ૧૨, અપના દળ ને ૮, કોંગ્રેસ અને ભારતીય સમાજ પાર્ટી ને ચાર-ચાર, નિષાદ પાર્ટી ને ૧ જ્યારે ત્રણ બેઠકો ઉપર થી અપક્ષો જીત્યા હતા. હવે આ વખતે ૨૦૨૨ ની વિધાનસભા ની ચૂંટણીઓ પૂર્વે ભાજપા ને ખેડૂત આંદોલન અને અન્ય મુદ્દાઓ ઉપર સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળે જે વાતાવરણ ઉભુ કર્યું છે. તે જોતા ભાજપા ની મુશ્કેલીઓ વધી ગઈ છે. આ વખતે ભાજપા ને સિટો નું નુક્સાન થવા ની પૂરેપૂરી સંભાવનાઓ છે. પશ્ચિમ થી યુ.પી.માં ભાજપા વિરોધી મુદ્દાઓ ચગાવી લોકો ને આકર્ષવા માં સ.પા. અને આર. એલ.ડી. સફળ રહ્યા છે. ભાજપા ‘ની પ્રાદેશિક અને કેન્દ્રીય નેતાગિરી આ વાત થી સુપેરે પરિચિત છે. અહીં ભાજપા સરકાર કંઈ પણ કરી લે તો પણ થોડું ઘણું સિટો નું નુક્સ મન પશ્ચિમી યુ.પી.માં થવા નું જ છે. આથી આ નુક્સાન ને ભરપાઈ કરવા ભાજપા પૂર્વાચલ ઉપર વધારે ફોકસ કરી રહ્યું છે. આ ઉપરાંત ભાજપા અવધ અને બુંદેલખંડ જિલ્લાઓ માં પણ વધારે પ્રયત્નો કરી રહી છે.
૨૦૧૭ ની વિધાનસભા ની ચૂંટણી બાદ ૨૦૧૯ ની લોકસભા ની ચૂંટણી માં પણ પૂર્વાચલ ની ૩૦ સિટો પૈકી ૨૨ સિટો ઉપર ભાજપા ના જ્યારે સહ્યોગી પાર્ટી અપના દળ ના બે સાંસદો ચૂંટાયા હતા. હવે ચૂંટણી અગાઉ ના સી વોટર અને એબીપી ન્યુઝ ના સર્વે માં પૂર્વાચલ ની બેઠકો ઉપરભાજપા ને ૪૦ ટકા, જ્યારે મુખ્ય પ્રતિવંદ્વી સમાજવાદી પાર્ટી ને ૩૬ ટકા મતો મળવા નું જણાય છે. આ તફાવત ઘણો સાંકડો છે. વળી ચૂંટણી ના ૪-૫ મહિના અગાઉ ના સર્વે ના તારણો જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય, દરેક પક્ષો ના પ્રચાર-પ્રસાર ના આધારે બદલાતા વાર નથી લાગતી. આથી જ ભાજપા ઉત્તરપ્રદેશ વિધાનસભા ની ચૂંટણી માં કોઈ જ કસર છોડવા માંગતી નથી અને તેમાં પણ પૂર્વાચલ માં તો મોદી-યોગી બન્ને ના મતવિસ્તારો છે.
આથી જ પોતાના સંબવેધન માં મોદી એ યુ.પી. પ્લસ યોગી બરોબર ઉપયોગી સૂત્ર આપી ને લોકો ને યોગી યુપી માટે ખૂબ ઉપયોગી છે તેમ પણ જણાવ્યું હતું. યુ.પી.માં ખેડૂત આંદોલન ના કારણે પડનરી સંભવિત અસરો ને ખાળવા જ પૂર્વાચલ ઉપર સવિશેષ ધ્યાન અપાઈ રહ્યું છે. હાલ માં તો ભાજપા નો સામનો મુખ્યત્વે સ.પા. સાથે છે. જો કે સપા એ અમુક નાના પ્રાદેશિક પક્ષો સાથે ગઠબંધન કર્યું છે પરંતુ કોંગ્રેસ કે બસપા સાથે ગઠબંધન નથી કર્યું. આ ઉપરા‘ત રાજભરએ પણ ઓવૈસી સહિત ૧૦-૧૨ નાના પ્રાદેશિક પક્ષો સાથે ગઠબંધન કર્યું છે. આમ આ વખતે બહુકોણિય ચૂંટણી જંગ નો પણ ફાયદો હાલ ના તબક્કે તો ભાજપા ને મળે તેમ જણાય છે. જ્યારે સ.પા., બસપા અને કોંગ્રેસ ના લઘુમતિ મતો નું વિભાજન થશે.