બ્રિટન માં ક્વિન ની હત્યા કરવા પહોંચેલો શીખ
૨૫ મી ડિસે. ૨૦૨૧ ના ક્રિસમસ ના દિવસે બ્રિટન ના મહારાણી એલિઝાબેથ દ્વિતિય ની હત્યા કરવા ના ઈરાદે મહારાણી ના સત્તાવાર નિવાસસ્થાન બકિંગહામ પેલેસ માં એક શીખ યુવક પહોંચી ગયો હતો. ૧૯ વર્ષીય આ યુવક નું નામ જશવંતસિંગ છેલ છે. બકિંગહામ પેલેસ ની દિવાલ કુદી ને પેલેસ પરિસર માં પહોચ વા માં સફળ રહેલા આ હથિયારધારી યુવકને સલામતી રક્ષકો એ ઝડપી લીધો હતો. આ યુવક એ પોતાની ઓળખ શીખ સંપ્રદાય ના જશવંત સિંગ છેલ તરીકે આપી હતી. આ યુવક બ્રિટન ના મહારાણી એલિઝાબેથ દ્વિતિય ની હત્યા કરી ને ૧૯૧૯ માં ભારત ના પંજાબ ના જલિયાવાલા બાગ હત્યાકાંડ નો બદલો લેવા માંગતો હતો. ક્રિસમસ ના દિવસે તેણે સોશ્યિલ મિડીયા ઉપર અપલોડ કરેલા વિડીયો માં કહ્યું હતું કે મેં જે કર્યું છે અને કરીશ તેના માટે ખેદ છે. હું રોયલ ફેમિલી ની મહારાણી એલિઝાબેથ ને મારવા નો પ્રયત્ન કરીશ. આ ૧૯૧૯ ના જલિયાંવાલા બાગ હત્યાકાંડ માં માર્યા ગયેલા સેંકડો લોકો નો બદલો છે.
આ એવા લોકો નો પણ બદલો છે કે જેમને તેમની જાતિ ને લીધે મારવા માં આવ્યા હતા અથવા તો અપમાનિત કરવા માં આવ્યા હતા. હું એક ભારતીય શીખ છું. મારું નામ જશવંતસિંગ છેલ હતું, હવે મારું નામ ડાર્સ જોન્સ છે. ઘટનાક્રમ બાદ હવે સ્કોટલેન્ડ યાર્ડદ્વારા વિડીયો ની તપાસ કરાઈ રહી છે. મહારાણી ની હત્યા ના ઈરાદે બકિંગહામ પેલેસ માં ઘુસેલા આરોપી એ વિચીત્ર હુડી અને માસ્ક લગાવી ને મહેલ માં ઘુસ્યો હતો. પેલેસ ના સીસીટવી ફૂટેજ ચેક કરતા આરોપી દિવાલ ચડતો જણાયો હતો. તેના હાથ માં ધનુષ પણ હતું. વિડીયો માં આરોપી એ મોઢા ઉપર જે માસ્ક પહેર્યું હતું તે હોલિવુડ મુવી સ્ટાર વોર્સ થી પ્રેરિત છે. આ ઉપરાંત જશવંતસિંગ છેલ ના આ વિડીયો માં બેકગ્રાઉન્ડ ની વોલ ઉપર સ્ટાર વોર્સ કેરેક્ટર ડાર્થ માલગણ નું પોસ્ટર લાગેલું જણાય છે. ૧૩ મી એપ્રિલ ૧૯૧૯ ના રોજ વૈશાખી ના દિવસે જલિયાંવાલા બાગ માં રોલેટ એક્ટ નો વિરોધ કરી રહેલા હજારો નાગરિકો ઉપર નિશસ્ત્ર નાગરિકો ઉપર કોઈ ચેતવણી આપ્યા વગર બ્રિટિશ જનરલ ડાયર એ ગોળીઓ વરરૂ પાવવા હુકમ કરતા ૧૦૦૦ લોકો જેમાં પુરુષો, બાળકો અને સ્ત્રીઓ ના મોત થયા હતા જ્યારે ૧૨૦૦ લોકો ઘાયલ થયા હતા.