ભારત નું અગ્નિ પ્રાઈમ મિસાઈલ
ભારતે કરેલા અગ્નિ પ્રાઈમ મિસાઈલના સફળ પરીક્ષણના પ્રતિભાવ વિશ્વ ની મહાસત્તા તરફ થી આવ્યા છે. અમેરિકન નિષ્ણાતો ના જણાવ્યા પ્રમાણે ભારત ની આ નવી પેઢી ની મિસાઈલ પાકિસ્તાન ને ગણતરી ની સેકન્ડ માં જ બરબાદ કરવા ની અજોડ શક્તિ ધરાવે છે.ભારત બે પરમાણુ સંપન્ન દુશ્મન દેશો ચીન અને પાકિસ્તાન ના ખતરા નો સામનો કરી રહ્યું છે. અમેરિકી નિષ્ણાંતો ના જણાવ્યા પ્રમાણે આ મિસાઈલ ની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ડબ્બા ની અંદર બંધ થઈ જાય છે. ટીન બોક્સ માં બંધ હોવા ના કારણે મિસાઈલ અગ્નિ પ્રાઈમ ને પરમાણુ બોમ્બ ફિટ કરવા માં જેટલો સમય લાગે છે તેટલો સમય લાગતો નથી અને હવે ભારત ખૂબ જ ઝડપ થી ભિષણ હુમલો કરવા માં સક્ષમ થઈ ગયું છે. ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટ ના લેટેસ્ટ રિપોર્ટ માં અગ્નિ પી ની ખાસિયત અને વિશેષતા જણાવાઈ છે.
તેમાં કહેવાય છે કે અગ્નિ પી મિસાઈલ માં અગ્નિ-૪ અને અગ્નિ-૫ ની ટેકનોલોજી છે. તેમાં નવી રોકેટ મોટર્સ, નેવીગેશન સિસ્ટમ અને અન્ય અત્યાધુનિક સામગ્રી લગાવવા માં આવી છે. આ મિસાઈલ માં ડબ્બા ને સીલ કરવા ના કારણે એક જગ્યા એ થી બીજી જગ્યા એ લઈ જતી વખતે વાતાવરણ ના પ્રભાવ ની અગ્નિ પી મિસાઈલ ઉપર કોઈ પ્રભાવ પડતો નથી. આ સંસ્કરણ માં પરમાણુ બોંબ મિસાઈલ ની અંદર જ મુકવા માં આવ્યો છે. આના કારણે ભારત સંકટ સમયે માત્ર થોડી સેકન્ડો માં જ પરમાણુ બોંબ વડે દુશ્મનો સામે વળતો હુમલો કરવા સક્ષમ બની ગયું છે. આ ઉપરાંત જો પરમાણુ ને બંધ કરવા માં મિસાઈલ ની અંદર ફીટ કરી ને રખાવા માં આવે તો પરમાણુ હુમલા ના સમયે દુશ્મન દેશ માટે તેને પકડવું આસાન નહીં બને.
આમ ભારત હવે ખૂબ ઓછા સમય માં જવાબી કાર્યવાહી કરવા સક્ષમ બની ગયું છે. ભારત પાસે હવે નવી અગ્નિ-૫ મિસાઈલ છે જે ૫૦૦૦ કિ.મી. સુધી પ્રહાર કરી શકે છે. આ મિસાઈલ એક ડબ્બા થી સજ્જ છે અને હવે તેને અગ્નિ પી માં ફીટ કરવા માં આવી છે. સંરક્ષણ નિષ્ણાંતો ના મતે ભારતે ન માત્ર પાકિસ્તાન પરંતુ ચીન ને પણ નિશાના ઉપર લેવા આ મિસાઈલ બનાવી છે. તેમાં લગાવેલા લોન્ચર તેને સરળતા થી એક જગ્યાએ થી બીજી જગ્યા એ લઈ જઈ શકે છે. આ ઉપરાંત એવા પણ અહેવાલ છે કે અગ્નિ પી અને અગ્નિ ૫ મિસાઈલ એક સાથે અનેક પરમાણુ હથિયારો ને છોડવા માટે સક્ષમ છે.