રાજેશ ખન્ના ની બાયોપિક
બોલિવુડ ના પ્રથમ સુપર સ્ટાર રાજેશ ખન્ના ની ૨૯ મી ડિસેમ્બરે ૭૯ મી જન્મજયંતિ હતી. બોલિવુડ માં આજ દિન સુધી તેમના જેવી કલ્પનાતીત લોકપ્રિયતા કોઈ પણ સ્ટાર ને મળી નથી. કમનસીબે ૧૮ જુલાઈ, ૨૦૦૨ માં તેમનું દુઃખદ અવસાન થયું હતું. રાજેશ ખન્ના નો જન્મ ૨૯ ડિસે. ૧૯૪૨ ના રોજ પંજાબ ના અમૃતસર માં થયો હતો. તેમનું અસલી નામ જતીન ખન્ના હતું. તેમણે ૧૯૬૬ માં ફિલ્મ આખરી ખત થી બોલિવુડ માં ડેબ્યુ કર્યું હતું. જે છે પણ ઈતિહાસ રચતા ૧૯૬૭ માં ભારત ની પ્રથમ ઓસ્કર એન્ટ્રી મેળવનારી ફિલ્મ બની હતી. ૧૯૬૫ માં યુનાઈટેડ પ્રોડ્યુસર્સ અને ફિલ્મફેર આયોજીત ટેલેન્ટ હન્ટ સ્પર્ધા ના વિજેતા બની ને બોલિવુડમાં એન્ટ્રી લીધી હતી.
૧૯૬૯ થી ૧૯૭૧ ના સમયગાળા માં વિક્રમી ૧૫ બેક ટુ બેક સોલો હિટ ફિલ્મ નો તેમનો રેકર્ડની બરોબરી પણ આજ સુધી કોઈ કરી શક્યું નથી. પોતાની આગવી અદાઓ ની જેમ તેમની લાઈફ સ્ટાઈલ પણ આગવી હતી. ૧૯૭૦ થી ૧૯૮૦ ના દાયકા માં તેઓ હાઈએસ્ટ પેઈડ બોલિવુડ સ્ટાર હતા. માર્ચ, ૧૯૭૩ માં ડિમ્પલ કાપડિયા સાથે લગ્ન કર્યા બાદ તેમના દામ્પત્યજીવન માં બે પુત્રી વિકલ અને રિંકી નો જન્મ થયો હતો. રાજેશ ખન્ના ની આત્મકથા ધ Khanna લોન્ફીનેશ ઓફ બીઈંગ રાજેશ ખન્ના ડાર્ક સ્ટાર ના લેખક ગૌતમ ચિંતામણી ના રાઈટ્સ એક્ટર/પ્રોડ્યુસર નિખિલ દ્વિવેદી એ ખરીદી લીધા છે. આ ફિલ્મ ને ડિરેક્ટર ફરાહ ખાન સાથે બનાવવા ની પ્રાથમિક વાતચીત થઈ ગઈ છે.
ફરાહ ખાન આ બુક ના લેખક ગૌતમ ચિંતામણી ની સાથે મળી ને ફિલ્મ ની સ્ક્રિપ્ટ તૈયાર કરશે. પ્રોડ્યુસર નિખિલ દ્વિવેદી ના જણાવ્યા પ્રમાણે મેં ગૌતમ ચિંતામણી ની બુક ના રાઈટ્સ ખરીદી લીધા છે અને હરાહ ખાન સાથે આ અંગે ચર્ચા કરી રહ્યો છું. હું બિગ સ્ક્રીન ઉપર રાજેશ ખન્ના ના જીવન ને રજુ કરવા માટે ઘણો જ ઉત્સાહિત છું. આ સાથે જ રૂપેરી પરદે બોલિવુડ ના ફર્સ્ટ સુપર સ્ટાર નું પાત્ર કોણ ભજવશે તે અંગે ચર્ચા ચાલુ થઈ ગઈ છે.