સમાચારો સંક્ષિપ્ત માં

-અમદાવાદની એક વ્યક્તિ સાથે ૧૦.૧૬ કરોડ રૂ. ની છેતરપિંડી ની ફરિયાદ ઉપરથી સીઆઈડી ક્રાઈમ બ્રાંચ એ જામનગરના કાલાવાડ કન્યા વિદ્યાલયના પ્રમુખ ગોપાલ અકબરી અને તેમના પુત્ર મયંક અકબરીને ઝડપી લીધા હતા. ગોપાલ અકબરી જામનગરમાં મયંક બ્રાસ કીટ પ્રા.લિ. નામક કારખાનું પણ ચલાવે છે.

-ગુજરાતમાં યોજાઈ ગયેલી ગ્રામ્યપંચાયતની ચૂંટણીમાં કચ્છના દુધઈ ગામના મહિલા ઉમેદવારની અંજારમાં મતગણતરી બાદ પરિણામ જાહેર કરાયા બાદ દુશ્મન દેશના ઝીદાબાદ ના નારા પોકારાતા ખળભળાટ મચી ગયો હતો. ઘટનાની રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગંભીર નોંધ લેતા તપાસના આદેશો આપતા પૂર્વ કચ્છના એસ.પી.એ. પોલિસ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મિડીયામાં પણ ખૂબ વાયરલ થયો હતો.

– એક તરફ ભાજપામાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે ઓબીસી મામલે સુપ્રિમકોર્ટના કેટલાક ફેં લિાઓ એ કેન્દ્ર સરકાર ને ચિંતિત કરી દીધી છે. સ્વાભાવિક રીતે જ હવે વિપક્ષો આ મુદ્દાને ચગાવીને ઓબીસી મામલે રાજનીતિ કરતા સરકારને ભંસમાં લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આગામી દિવસોમાં વિપક્ષોના વાર સામે સરકાર કેવો દાવ કરે છે તેના ઉપર સૌની નજર છે. કેન્દ્ર સરકાર આ મામલે રિવ્યુ અરજી કરવાના મુડમાં છે અને આ મામલે જરુરી કાનુની સલાહ લઈ રહી છે.

– બ્રિટનમાં ઓમિકોન વાયરસ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો હોવા છતા બ્રિટનના વડાપ્રધાને કોઈપણ સંગોકોમાં લોકડાઉન નહીં લગાવવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંસ આઈસોલેશન ના નિયમોમાં પણ છૂટછાટ આપતા સેલ્ફ આઈસોલેશન લેવાના છઠ્ઠા અને સાતમા દિવસના પરિણામો પણ જો નોર્મલ આવ્યા હોય અને વ્યક્તિનું જરુરી રસીકરણ થયેલું હોય તો તેને ૧૦ દિવસ આઈસોલેશનમાં રહેવું પડશે નહીં. આમ આઈસોલેશન મામલે રાહત આપતા હવે ૨,૮૦,૦૦૦ બ્રિટીશ નાગરિકો નાતાલના પર્વને ઉજવવા શૂટથી હરી ફરી શકશે.

– એક તરફ જ્યારે સમગ્ર વિશ્વમાં પેટ્રોલના ભાવો આસમાન ને આંબી રહ્યા છે ત્યારે અમુક પેટ્રોલ ઉત્પાદક દેશો કે જેઓ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોનો સામનો કરી રહ્યા છે ત્યાં પેટ્રોલ પાણી કરતા પણ સસ્તુ વેચાઈ રહ્યું છે. આજે જ્યારે ભારતમાં પાણીની એક લિટરની બોટલ ૨૦ રૂા.માં વેચાઈ રહી છે ત્યારે અમેરિકાના પાડોશી રાષ્ટ્ર વેનેઝુએલામાં પેટ્રોલ પ્રતિ લિટર ૨ રૂા.માં જ્યારે ઈરાનમાં ૩.૮૬ રૂા. પ્રતિ લિટર ના ભાવે વેચાઈ રહ્યું દેશના કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીના મુખ્યમંત્રી અને આપ ના નેતા અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં વધતા ઓમિકોન વેરિયન્ટના સંક્રમણના પગલે નાતાલ ૨૫ મી ડિસે., ૩૧ મી ડિસેમ્બર નવા વર્ષની ઉજવણી ની તથા આ સમયગાળા દરયિાન ની તમામ પાર્ટીઓ ઉપર પ્રતિબંધ લગાવી દીધો હતો.

– ચોરના વાદે ચણા ઉપાડતા પાકિસ્તાન આર્મીએ પણ કુપવાડા જીલ્લા ના ટીટવાલ સેક્ટરમાં એલઓસી નજીકના ૫૦૦ | મિટરના વિસ્તારમાં બાંધકામ શરુ કરતા ભારતીય સેનાએ પાકિસ્તાની આર્મીને મેગફોન થકી ચેતવણી આપતા તાત્કાલિક કામ બંધ કરવા અને એલઓસી પ્રોટોકોલનો ભંગ કરતા અટકી જવા જણાવ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જો કામ અટકાવવામાં નહીં આવે તો ફરી ચેતવણી નહીં અપાય. કામ અટકાવવાના અમારી પાસે અન્ય રસ્તાઓ પણ છે. ભારતીય સેનાની આવી સ્પષ્ટ ધમકી થી ડરેલી પાકિસ્તાની આર્મીએ તુર્ત જ કામ અટકાવીને દૂમ દબાવીને ભાગી ગયા હતા.

– ભારતમાં પણ ઓમિકોન ઝડપથી પ્રસરતો જાય છે. માત્ર ૨૦ જ દિવસમાં દેશના ૧૪ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તે ફેલાઈ ચૂક્યો છે. ભારતમાં ઓમિકોનના દર્દીઓની સંખ્યા ૨૦૦ ને પાર થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય વિમાની સેવાના બે મહત્વના દિલ્હી અને મુંબઈ ના એરપોર્ટસ ધરાવતા દિલ્હી અને મુંબઈ શહેરમાં સૌથી વધારે ઓમિકોન વેરિયન્ટ ના દર્દીઓ મળી આવ્યા છે.

– ભારતના સુવિખ્યાત એન.એ.એ. અજિત દોવાલ ના ડેપ્યુટી તરીકે વિક્રમ મિસરીની નિમણૂંક કરાઈ છે. વિક્રમ મિસરી આ પૂર્વે ત્રણ વર્ષ ચીનના બેજિંગમાં ભારતીય રાજદૂતનો કાર્યભાર સંભાળી ચુક્યા છે.

– જમ્મુ-કાશ્મિરના લેફ્ટ. ગવર્નર મનોજ સિન્હાએ દેશના અગ્રણી રિયલ એસ્ટેટ ના માંધાતાઓની બેઠકનું સંબોધન કરતા જણાવ્યું હતું કે હવે મોદી સરકારે જમ્મુ અને કાશ્મિરમાં ભારતના દરેક નાગરિકો માટે જમીન કે મકાન ખરીદવાની મંજુરી આપી દીધી છે. જેના કારણે હવે દેશનો કોઈપણ નાગરિક જમ્મુ-કાશિમરના કોઈપણ પ્રદેશમાં હવે પોતાની મનપસંદ ખેતીલાયક જમીન ખરીદી શકે છે. આઝાદી બાદ પ્રથમવાર આવી છૂટ અપાતા જમ્મુ-કાશ્મિરના વર્ષોથી ઠપ્પ પડેલા રિયલ એસ્ટેટ માર્કેટમાં મોટો ઉછાળો આવવાની શક્યતા છે.

– ભારતીય ટેલિકોમ્યુનિકેશન વિભાગે જાહેર કર્યું છે કે દેશમાં ૨૦૨૨ થી જ ફાઈવ-જી ઈન્ટરનેટ સેવાની શરુઆત થઈ જશે. ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર અને જામનગર સહિત દેશના ૧૩ પ્રમુખ શહેરતેમાં પ્રથમ તબક્કામાં સૌ પ્રથમ ફાઈવ-જી ઈન્ટરનેટ સેવા ઉપલબ્ધ થશે. દેશના ત્રણેય મુખ્ય ટેલિકોમ ઓપરેટર જીઓ, એરટેલ અને વોડાફોન આઈડિયા એ આ ૧૩ શહેરતેમાં ટ્રાયલ સાઈટ્સ ઉભી કરી દીધી છે. જો કે સરકારે હજુ સુધી સૌ પ્રથમ કયા ઓપરેટરને ફાઈવ જી ઈન્ટરનેટ સેવા વ્યાવસાયિક ધોરણે શરુ કરવા મંજુરી આપશે તે નિર્ણય જાહેર નથી કર્યો.

– પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કોલકત્તાની સુવિખ્યાત મિશનરી મધર ટેરે ની સંસ્થાના એકાઉન્ટ કેન્દ્ર સરકારે ફિઝ કરી દીધા હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમ જ એફસીઆરએ નું પણ લાયસન્સ રિન્યુ કર્યું નથી તેમ જણાવ્યું હતું. આ બાબતે વિવાદ શરુ થતા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે સંસ્થાએ પોતે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાને પત્ર લખીને એકાઉન્ટ બંધ કરવા જણાવ્યું હતું. આમાં સરકારની કોઈ ભૂમિકા નથી.

Leave a Reply

Your email address will not be published.