સલ્લુ ના બર્થ ડે અગાઉ સર્પદંશ
બોલિવુડ ના બેડ બોય, દબંગ સ્ટાર સલમાન ખાન નો ર૭ મી ડિસેમ્બરે પ૬ મો જન્મદિન હતો. સલમાન પોતાનો જન્મદિન ઉજવવા પનવેલ સ્થિત અર્પિતા ફાર્મ ખાતે પહોંચ્યો હતો. ૨૫ મી ડિસે. ના રાત્રે પોતાના ફાર્મ હાઉસ ઉપર સલમાન ને સાપે ડંખ માર્યો હતો.સલમાન દર વર્ષ ની માફક આ વર્ષે પણ પોતાનો જન્મદિન મનાવવા તેના પ્રિય પનવેલ સ્થિત ફાર્મ હાઉસ ઉપર પહોંચ્યો હતો. સલમાન ના ૧૨૫ એકર માં ફેલાયેલા અર્પિતા ફાર્મ પર્વતીય વિસ્તાર માં આવેલું છે અને આરૂ પાસ જંગલ વિસ્તાર છે. અહીં અવારનવાર સાપ નિકળતો હોય છે. સલમાન ને ૨૫ મી એ રાત્રે સાપે ડંખ માર્યો હતો. સલમાન ને તુર્ત જ કામોને વિસ્તાર માં આવેલી મહાત્મા ગાંધી મિશન હોસ્પિટલ ખાતે રાત્રે ત્રણ વાગ્યે દાખલ કરાયો હતો.

સદ્ભાગ્યે સારવાર દરમ્યિાન જણાયું હતું કે સાપ બિનઝેરી પ્રકાર નો હતો. સલમાન ના તમામ જરુરી ટેસ્ટ અને ચેકઅપ બાદ ૨૬ મી ડિસે. એ સવારે નવ વાગ્યે એસજીએમ હોસ્પિટલ માં થી રજા આપી દેવાઈ હતી. ત્યાર બાદ સલમાન પોતાના ફાર્મહાઉસ ખાતે પરત ફર્યો હતો. સલમાન ખાન ફાર્મ હાઉસ ખાતે આવ્યો તે અગાઉ સલમાન જે બહુચર્ચિત શો ને હોસ્ટ કરે છે તે બિગ બોસ-૧૫ સિઝન ના એપિસડ નું શુટિંગ પતાવી ને આવ્યો હતો. આ સેટ ઉપર પણ આવી રહેલી ફિલ્મ આરઆરઆર ના પ્રમોશન માટે પ્રોડ્યુસર/ડિરેક્ટર એસ. એસ.રાજામૌલી, આલિયા ભટ્ટ, જુનિયર એનટઆર અને રામચરણ તેજા ‘ ફિલ્મ ના પ્રમોશન માટે પહોંચ્યા હતા. સેટ ઉપર બધા એ ખૂબ મસ્તી કરવા ઉપરાંત સલમાન નો જન્મદિવસ પણ ઉજવ્યો હતો. આ નિમિત્તે આલિયા ભટ્ટ ખાસ મ્યુઝિક બેન્ડ લઈ ને આવી હતી અને સલમાન ને તેની જ ફિલ્મ ની યાદગાર ગીતો અંગ્રેજી ભાષાંતર સાથે અંગ્રેજી માં ગાયા હતા.

બાદ માં બિગ બોસ ના ઘર માં રહેલા તમામ કલા કારો અને આવેલા આરઆરઆર ની ટીમ ના મહેમાનો એ સેટ ઉપર જ સલમાન નો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. ર૬ મી એ સલમાન પરત ફાર્મહાઉસ ઉપર સ્વસ્થ થઈ ને આવી જતા ૨૭ મી એ સલમાન ના જન્મદિને ભવ્ય પાર્ટી પનવેલ ફાર્મ ખાતે મનાવી હતી. જેમાં સલમાન ના તમામ કુટબીજનો ઉપરાત ફિલ્મ જગત માં થી સંગીતા બિજ લાની, હોલિવુડ એક્ટસ સામંથા લોકવુડ, જેનેલિયા ડિસોઝા, બોબી દેઓલ, પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલા, રમેશ તૌરાની, સૈફ નો પુત્ર ઈબ્રાહીમ અલી ખાન, મનીષ પોલ, વત્સલ શેઠ, નિખિલ દ્વિવેદી, કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરા તેમ જ પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય બાબા સિદ્દીકી તથા બીજા પણ ઘણા નામી-અનામી મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

સલમાન છેલ્લે ફિલ્મ અંતિમ – ધ ફાયનલ ટુથ માં જોવા મળ્યો હતો. મહેશ માંજરેકર ના ડિરેક્શન માં બનેલી આ ફિલ્મ માં સલમાન ની સાથે તેના જીજાજી આયુષ શર્મા અને મહિમા મકવાણા એ કામ કર્યું હતું. ફિલ્મ ૩૫ કરોડ બોક્સ ઓફિસ અને ૨૦ કરોડ સેટલાઈટ રાઈટ્સ એમ પ૫ કરોડની કમાણી કરી એવરેજ ફિલ્મ સાબિત થઈ હતી. હાલ માં તો સલમાન ટાઈગર-૩ નું શુટિંગ કરી પરત ફર્યો હતો. ફિલ્મ ની હિરોઈન કટરીના ના લગ્ન હોવાથી હવે પછી નું શુટિંગ મીડ જાન્યુઆરી થી પુનઃ શરુ થશે. આ ઉપરાંત સલમાને શાહરુખ ની ફિલ્મ પઠાન માં કેમિયો પણ કર્યો છે. જ્યારે પોતાના જન્મદિને સલમાને પોતાના બે અપકમિંગ પ્રોજેક્ટ ની પણ જાહેરાત કરી હતી. સલમાન ખાન ની સુપરહિટ ફિલ્મ બજરંગી ભાઈ જાન ની સિક્વલ પવનસુત હનુમાન” ની જાહેરાત કરી હતી. આ ઉપરાંત સલમાને તેની ફિલ્મ નો એન્ટ્રી” ની પણ સિક્વલ બનશે તેની પણ જાહેરાત કરી હતી.