૨૦૨૧ ની મહત્વ ની ઘટનાઓ

વર્ષ ૨૦૨૧ પુરુ થઈ રહ્યું છે અને સમગ્ર વિશ્વ ના લોકો ૨૦૨૨ ના નવા વર્ષ ને ઉત્સાહ અને ઉમંગ થી વધાવવા આતુર બન્યા છે. આવા સમયે ૨૦૨૧ ના વિતેલા વર્ષ માં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વ ની ઘટનાઓ નું એક વિહંગાવલોકન – વર્ષ ની શરુઆતમાં જ ૨૧ મી જાન્યુઆરી એ વિશ્વ ની એક માત્ર મહાસત્તા અમેરિકા ના ૪૬ મા રાષ્ટ્રપતિ તરીકે જો બાયડન અને અમેરિકા ના પ્રથમ અશ્વેત મહિલા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ એ સત્તા સંભાળી. ડેમોક્રેટીક પાર્ટી ના નેતા જો બાયન ૭૮ વર્ષીય છે અને અમેરિકા ના સૌથી વયોવૃધ્ધ રાષ્ટ્રપતિ બનવા નો રેકર્ડ પણ ધરાવે છે. કમલા હેરિસ ભારતીય મૂળ ના અમેરિકન નાગરિક છે.

– ૧૬ વર્ષો સુધી જર્મની ના ચાન્સેલર રહેલા એન્જલા મર્કેલ ની કન્ઝર્વેટીવ પાર્ટી નજીવા તફાવત થી ચૂંટણી હારી ગઈ હતી. જો કે એજેલા મર્કેલ એ પહેલા થી જ જાહેરાત કરી દીધી હતી કે તેઓ ચાન્સેલર નહી બને. જો કે ચૂંટણી માં ડેમોક્રેટીક પાર્ટી ને હરાવી ને ઓલાફ સ્કોલ્સ જર્મની ના નવા ચાન્સેલર બન્યા છે. આ સાથે જ જર્મની માં મર્કેલ યુગ નો અંત આવ્યો હતો.

– કેનેડા ના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો એ કોરોના મહામારી થોડી હળવી થતા જ દેશ માં અચાનક મધ્યસત્રીય ચૂંટણી ની જાહેરાત કરી દીધી હતી. વાસ્તવ માં પોતાની બીજી ટર્મ માં સ્પષ્ટ બહુમત ન મળતા એનડીપી ના વ્હારી ટેકા થી સરકાર ચલાવી રહેલા ટુડો ને કોરોના મહામારી દરમ્યિાન સરકારે ઉઠાવેલા અનેક જનકલ્યાણ ના કામો થી ચૂંટણી માં સ્પષ્ટ બહુમત મળવા ની આશા હતી. પરંતુ ચૂંટણી ના પરિણામો આવ્યા બાદ પણ સિટો માં ખાસ કોઈ મોટો બદલાવ ના થતા તેઓ ત્રીજી વખત કેનેડા ના વડાપ્રધાન તો બન્યા, પરંતુ આ વખતે પણ લઘુમતિ સરકાર નાજ વડાપ્રધાન બન્યા હતા.

– ગરીબી, ભૂખમરો અને સમુદ્રી લૂંટારાઓ ના કારણે બદનામ દેશ ઈથોપિયા માં પણ સંસદ ની ચૂંટણીઓ યોજાઈ ગઈ જેમાં શાંતિ માટે ના નોબલ પારિતોષિક વિજેતા અબી અહેમદ ના પક્ષે દેશ ની સંસદ ની ૪૩૬ બેઠકો પૈકી ૪૧૦ બેઠકો કન્થ કરી ને સત્તા હસ્તગત કરી હતી. અબી અહેમદ જંગી બહુમતિ થી દેશ ના નવા વડાપ્રધાન ચૂંટાયા હતા.

– જાપાન એ ઈ.સ. ૮૮૫ થી જ કેબિનેટ સિસ્ટમ અપનાવી છે. જાપાનમાં યોજાઈ ગયેલી ચૂંટણી બાદ કુમિયો કિશિદા જાપાન ના વડાપ્રધાન બન્યા છે. કૃમિયો કિશિદા જાપાન ના ૧૦૦ મા વડાપ્રધાન બન્યા હતા.

– નવા વર્ષ માં ઈટાલિ માં પણ સત્તા પરિવર્તન જોવા મળ્યું હતું. ૧૩ મી ફેબ્રુઆરી એ યુરરેપિયન સેન્ટ્રલ બેંક ના પૂર્વ પ્રમુખ મારિયો લાગી એ ઈટાલિ ના નવા વડાપ્રધાનપદ ના શપથ ગ્રહણ કર્યા હતા.

– અમેરિકા એ ૩૦ મી ઓગષ્ટ દાયકાઓ લાંબા રોકાણ બાદ અફઘાનિસ્તાન માં થી પોતાનો છેલ્લો સૈનિક પણ પાછો ખેંચી લેતા પોતાના અફઘાનિસ્તાન ઉપર ના આધિપત્ય નો અંત આણ્યો હતો. જો કે આ અગાઉ ૧૪ મી ઓગષ્ટ અમેરિકન સૈનિકો ની હાજરી માં જ તાલિબાને દેશ ની પાટનગરી કાબુલ ઉપર કન્જો જમાવી દીધો હતો. આ પૂર્વે જ અફઘાનિસ્તાન ના અમેરિકી પીઠબળ ધરાવતા રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડી ને ભાગી છુટ્યા હતા. અમેરિકા ના લશ્કરી વિમાન સાથે વિમાન ઉપર ચડવા હજારો ની સંખ્યા માં દોડતા અફઘાન નાગરિકો અને વિમાન ઉપર ચડવા માં સફળ રહેલા પરંતુ થોડી ઉંચાઈ એ પહોંચતા ટપોટપ પડી ને મોત ને શરણ થયેલા અફઘાનીઓ નો વિડીયો જોઈ ને સમગ્ર વિશ્વ અવાચક બની ગયું હતું. તાલિબાન અને અન્ય ત્રાસવાદી સંગઠનો ના ખાત્મા માટે ન માત્ર અમેરિકા પંરતુ નાટો ના દળો પણ લગબગ બે દાયકા લાંબી લડત અને રોકાણ બાદ પણ અફઘાનિસ્તાન છોડતા પૂર્વે જ અફઘાનિસ્તાન ઉપર સ્થપાયેલા તાલીબની શાસન ને કારણે અમેરિકા ની વિશ્વભર માં ભારે નાલેશી અને ઘટનાક્રમ ને યુ.એસ.ની હાર ગણાવવા માં આવી હતી. તેમાં પણ ખાસ કરી ને જો બાયડન ને જે રીતે અમેરિકા એ અફઘાનિસ્તાન છોડ્યું તેના માટે જવાબદાર ગણવા માં આવ્યા હતા.

– ભારત ના પાડોશી દેશ મ્યાનમાર માં ફરી એકવાર સત્તાપલ્ટો થયો હતો. મ્યાનમાર માં થયેલા લશ્કરી બળવા બાદ લશ્કરે સત્તા હસ્તગત કરી હતી. ૧૯૪૮ માં બ્રિટન ની આઝાદ થયેલા બર્મા’ ઉપર ૧૯૬૨ થી ૨૦૧૧ સુધી લશ્કરી શાસન રહ્યું હતું. આ ૧૯૮૯ માં લશ્કરી શાસન દરમ્યિાન બમો નું નામ મ્યાનમાર કરાયું હતું. લશ્કરી બળવા બાદ સત્તા ઉપર કજ્જો જમાવ્યા બાદ લશ્કર એ નોબલ પારિતોષિક વિજેતા સૂ ને અજ્ઞાત સ્થળે ધકેલી દીધા બાદ તેમની ઉપર વિવિધ કેસો ચલાવીને તેમને ૪ વર્ષ ની જેલ ની સજા ફરમાવી હતી. આમ માંડ ૧૦ વર્ષ ની લોકશાહી ભોગવ્યા બાદ સેંકડો નાગરિકો જેમાં મહિલાઓ અને બાળકો ની હત્યા કર્યા બાદ મ્યાનમાર ફરી લશ્કરી શાસન હેઠળ આવી ગયું છે .

-ભારત માં મોદી સરકારે જમ્મુ-કાશ્મિર માટે ના ડોમિસાઈલ સર્ટિફીકેટ ના નિયમો માં ફેબ્રુઆરી માં ફેરફાર કરતા ડોમિસાઈલ સર્ટિ. ધરાવનાર વ્યક્તિ સાથે લગ્ન કરનાર મહિલા કે પુરુષ ને પણ ડોમિસાઈલ ને પાત્ર બનાવતા આવા લોકો ને પણ સરકારી નોકરી માટે માન્યતા પ્રદાન કરી હતી.

– વડાપ્રધાન મોદી એ ૭ જુલાઈ એ કેન્દ્રીયમંત્રીમંડળ માં ભારે ફેરફારો કરતા અનેક મંત્રીઓ પડતા મુકાયા, અનેક મંત્રીઓ ના ખાતા બદલાયા, અનેક મંત્રીઓ ને પ્રમોશન અપાયા. આ દિવસે ૧૫ કેબિનેટ અને ૨૮ રાજ્યમત્રીઓ સહિત કુલ ૪૩ મંત્રીઓ એ શપથ લીધા હતા.

– ૩ ઓગસ્ટે સરકારે નવી સ્કેપ પોલિસી ની જાહેરાત કરતા વ્યવસાયિક વાહનો ને ૧૫ વર્ષ બાદ જ્યારે ખાનગી વાહનો ને ૨૦ વર્ષ બાદ સ્કેપ કરી દેવા નો કાયદો અમલી બનાવ્યો હતો. આના થી પ્રદુષણ ઘટવા સાથે ઓટો ઈન્ડસ્ટ્રી ને પણ વેગ મળવા ની ધારણા રખાઈ હતી.

– ફેબ્રુઆરી માસ માં ઓટીટી પ્લેટફોર્મ તેમ જ સોશ્યિલ મિડીયા પ્લેટફોર્મ ઉપર નવા નિયંત્રણો લાદતા કોઈ પણ પ્લેટફોર્મ ઉપર વાંધાજનક કન્ટેન્ટ ની ફરિયાદ મળ્યા ના ૨૪ કલાક માં કન્ટેન્ટ હટાવવું પડશે તેમ જાહેર કરાયું.

– ભારત માં છેલ્લા લગભગ એક વર્ષ થી ત્રણ રાજ્યો ના અમુક ચોક્કસ જૂથો ના ખેડૂતો દ્વારા ચલાવાઈ રહેલા ત્રણ કૃષિ કાનુન નો વિરોધ આંદોલન ના પગલે સરકારે ત્રણેય કૃષિ કાયદા પરત લેવા ની જાહેરાત કરી હતી. પાટનગરી નવી દિલ્હી ના વિવિધ પ્રવેશ માર્ગો ઉપર ધરણા અને વિરોધ પ્રદર્શન કરી રહેલા આ કહેવાતા ખેડૂત આંદોલનકારીઓ ના કારણે જે તે વિસ્તાર ની સ્થાનિક જનતા ટ્રાફિક સમસ્યા તથા અન્ય કારણો થી ત્રાહિમામ પોકારી ગઈ હતી. કેન્દ્ર સરકાર દ્વારા આંદોલનકારી નેતાઓ સાથે ઘણા રાઉન્ડ ની મંત્રણાઓ અને સરકાર દ્વારા જે ત્રણ કૃષિ કાનુનો ને આંદોલનકારીઓ કાળો કાયદો કહેતા હતા તેમાં કાળું શું છે તે પૂછવા છતા તે જણાવી નહીં શકનાર ખેડૂતો માત્ર ને માત્ર ત્રણેય કાયદા પરત લેવા ની માંગ ઉપર અડી રહેતા આખરે ૧ વર્ષ બાદ મોદી સરકારે ત્રણેય કૃષિ કાનુન પરત લીધા હતા.

Leave a Reply

Your email address will not be published.