અજય દેવગન સબરીમાલા દશનિ
બોલિવુડ માં માત્ર આંખો થી પણ અદાકારી કરી શકનાર, ખૂબ જ પ્રતિભાવાન એક્ટર અજય દેવગન નો તાજેતર માં સોશ્યિલ મિડીયા માં કાળા કપડા, માથે તિલક અને ગળા માં તુલસી ની માળા પહેરેલો ફોટો વાયરલ થતા જ સૌ ને એમ લાગ્યું કે આ અજય નો આગમી ફિલ્મ નો લુક છે. પરંતુ વાસ્તવ માં આ અજય નો સબરીમાલા : ની યાત્રા અને અયપ્પા સ્વામિ ના દર્શન માટે રાખેલુ વ્રત અને ત્યાર નો ફોટો છે.સબરીમાલા માં ભગવાન અયપ્પા સ્વામિ ના દર્શન અગાઉ ૪૧ દિવસ સુધી કઠોર ધાર્મિક અનુષ્ઠાન કરવું પડે છે, જેને મંડલમ કહેવાય છે. મંડલમ દરમ્યિાન દર્શન અગાઉ ૪૧ દિવસ સુધી તમામ સાંસારિક બંધનો છોડી, બ્રહ્મચર્ય નું પાલન કરવા ઉપરiત વાદળી અથવા કાળા કપડા જ પહેરવા ના, ગળા માં તુલસી ની માળા રાખવા ની, આખા દિવસ માં માત્ર એક જ વાર સાદુ ભોજન લેવા નું, સાંજે પૂજા કરવા ની અને રાત્રે જમીન ઉપર જ સુવાનું હોય છે. આ વ્રત ની પુર્ણાહુતિ સમયે ગુરુ સ્વામિ ના માર્ગદર્શન હેઠળ પૂજા કરવા ની હોય છે.
મંદિર યાત્રા દરમિયાન માથે બે થેલી અને એક થેલો રાખવા નો હોય છે. એક માં ઘી થી ભરેલું નાળિયેર અને પૂજા સામગ્રી હોય છે જ્યારે બીજા માં ભોજન સામગ્રી હોય છે.આ લઈ ને શબરીપીઠ ની પરિક્રમા કર્યા બાદ ૧૮ પગથિયા ચડી ને મંદિર માં પ્રવેશ મળે છે. સબરીમાલા મંદિર શ્રધ્ધાળુઓ માટે માત્ર નવેમ્બર માસ થી જાન્યુઆરી દરમિયાન જ ખુલ્લુ રહે છે. બાકી ના સમય માં બંધ જ રહે છે. હાલ માં પણ ૨૯ મી ડિસેમ્બરે મંદિર ખોલવા માં આવ્યું હતું જે હવે ૧૪ મી જાન્યુઆરી સુધી જ ખુલ્લુ રહેશે.આમ સબરીમાલા ના અયપ્પા સ્વામિ ના દર્શન અગાઉ ૪૧ દિવસ આકરુ તપ કરવું પડે છે. બોલિવુડ માં અજય દેવગન પહેલા બોલિવુડ ના શહેનશાહ બિગ બી અને વિવેક ઓબેરોય પણ આશીર્વાદ લઈ ચુક્યા છે. બિગ બી એ ૧૯૮૪ માં દર્શન કર્યા હતા. ત્યારે આપેલા એક ઈન્ટર્વ્યૂ માં જણાવ્યા મુજબ તેણે પણ તે સમયે ૪૧ દિવસ સુધી સન્યાસી જીવન વ્યતિત કર્યું હતું.