‘ અદાણી નો મુદ્રા માં સ્ટીલ પ્લાન્ટ !

ભારત ના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ઔદ્યોગિક ક્ષેત્રે એક પછી એક ઊંચી હરણફાળ ભરી રહ્યા છે. અદાણી જૂથ ની સિમેન્ટ ક્ષેત્ર માં પદાર્પણ, ગ્રીન અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે વિશ્વની સૌથી મોટી કંપની બનવા ના લક્ષ્યાંક બાદ હવે ગુજરાત ના મુંદ્રા ખાતે સ્ટીલ મીલ સ્થાપવા અંદાજે ૭૭ હજાર કરોડ નું મૂડી રોકાણ કરવા માં આવશે. જરાત ના મુન્દ્રા ખાતે સ્ટીલ મીલ ની સ્થાપના સહિત વ્યવપયિક સહકાર ની તકો શોધવા સાઉથ કોરિયા ની પ્રખ્યાત સ્ટીલ કંપની પોસ્કો અને અદાણી જૂથે જોડાણ કર્યું છે. આ સમજૂતિ કરાર સાકાર થતા જ ગુજરાત ના ઔદ્યોગિક વિકાસ માં વધુ એક મયુરપંખ ઉમેરાશે. અદાણી અને પોસ્કો એ પોતાના આ પ્રોજેક્ટ માં રાજ્ય સરકાર નો સહકાર અને સમર્થન મળી રહે તે માટે ગુજરાત સરકાર સાથે પણ એક સમજૂતિ કરાર કર્યો હતો. પોસ્કો ના સી.ઈ.ઓ. જેઓંગ વૂ ચોઈ ના જણાવ્યા પ્રમાણે સ્ટીલ ના વ્યાપાર માં પોસ્કો ની સ્ટીલ નિર્માણ માં અદ્યતન ટેકનોલોજી માં મહારથ અને પર્યાવરણ ને અનુરુપ ઉર્જા ક્ષેત્ર માં – આંતર માળખા ના ક્ષેત્ર માં અદાણી ની અભૂત ક્ષમતા સાથે અદાણી અને પોસ્કો તાલમેલ સાધવા સાથે આવ્યા છે.

આ સહયોગ ભારત અને દ.કોરિયા વચ્ચે સારા અને લાંબા ગાળા ના વ્યાપાર નું સહકાર મોડલ બની રહેશે. અદાણી ગૃપ ના ચેરમેન ગૌતમ અદાણી એ જણાવ્યું હતું કે આ ભાગીદારી ભારત માં ઉત્પાદન ઉદ્યોગ ના વિકાસ માં અને ભારત સરકાર ની આત્મનિર્ભર ભારત ની બહુલક્ષી યોજના માં યથાશક્તિ યોગદાન આપશે. તદુપરાંત ગ્રીન એનર્જી ના ક્ષેત્ર માં ભારત ની સ્થિતિ ને વૈશ્વિક સ્તરે મજબૂત બન વિવા માં પણ મદદરુપ થશે. પોસ્કો અને અદાણી વચ્ચે નો આ વ્યાવપાયિક સહયોગ ભારતીય સ્ટીલ ઉદ્યોગ માં પ્રભાવશાળી ભાગીદારી લાવશે તેવી ધારણા છે. ટકાઉ અને કાર્યક્ષમ ઉર્જા માટે ઈએસજી ની પ્રતિબધ્ધતા અને અદાણી અને પોસ્કો બન્ને ભાગીદારો તેને અનુરુપ રિન્યુએબલ એનર્જી સંશોધનો અને ગ્રીન હાઈડ્રોજન નો ઈંધણ તરીકે ઉપયોગ કરવા નો ઈરાદો ધરાવે છે. બન્ને પક્ષો પરસ્પર ની ટેકનીકલ, નાણાંકીય અને ઓપરેશ્નલ શક્તિઓ ને સહકાર આપવા અને તેનો વ્યવસાયિક લાભ મેળવવા માટે વિવિધ વિકલ્પો ચકાસી રહ્યા છે. આ સહયોગ માં પોસ્કો ની અત્યાધુનિક ટેકનોલોજી, રિસર્ચ અને ડેવલપમેન્ટ ની મોખરા ની ક્ષમતા આધારીત ગુજરાત ના મુન્દ્રા ખાતે સંયુક્ત રીતે સંકલિત સ્ટીલ મીલ ના મુલ્યાંકન ની બાબત સામેલ છે.

Leave a Reply

Your email address will not be published.