અમ્યુકો માં કોંગ્રેસી કોર્પોરેટરો ના રાજીનામા

અમદાવાદ મ્યુ. કોર્પોરેશન માં ભાજપા ના ૧૫૯ કોર્પોરેટરો ની સામે કોંગ્રેસ ના હાલ માત્ર ૨૪ કોર્પોરેટર હતા. તેમાં થી પણ ૧૦ કોર્પોરેટરો એ કોંગ્રેસ ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના અધ્યક્ષ જગદીશ ઠાકોર ને મળી ને રાજીનમા આપી દીધા હતા.અમદાવાદ મ્યુ. હોર્પોરેશન માં છેલ્લા ૧ વર્ષથી વિપક્ષ ના નેતા બનાવવા ના મામલે ભાંજગડ ચાલી રહી છે. બે જૂથો વચ્ચે ની આંતરીક ખેંચતાણ માં વિપક્ષ ના નેતા નું પદ ખાલી રહેવા ઉપરાંત હવે રાજીનામા નો દૌર શરુ થયો હતો. કોંગ્રેસ પાર્ટી દ્વારા દાણીલિમડા ના કોર્પોરેટર શહેજાદ ખાન પઠાણ ને ૧ વર્ષ માટે વિપક્ષ ના નેતા બનવિવા નો નિર્ણય જાહેર થતા આ કોર્પોરેટરો એ આ નિર્ણય ના વિરોધ માં પ્રદેશ પ્રમુખ ને ૧૦ કોર્પોરેટરો એ રાજીનામા આપી દીધા હતા. અમદાવાદ મ્યુ. હોર્પોરેશન માં ભાજપા ના ૧૫૯ કાઉન્સિલરો સામે કોંગ્રેસ ના માત્ર ૨૪ કાઉન્સિલરો હોવા ની શરમજનક સ્થિતિ હોવા છતા કોંગ્રેસ માં એટલો આંતરિક જૂથવાદ અને કલહ છે કે કોંગ્રેસી નેતાગિરી પાછલા એક વર્ષ થી વિપક્ષી નેતા જાહેર કરી શકતી ન હતી.

પાર્ટી ના મોવડીમંડળ એ આખરે વિપક્ષ ના નેતા બનાવવા બે નિરીક્ષકો નિમ્યા હતા. જેમણે ૪ વર્ષ માટે ૪ અલગ અલગ નેતાઓ ને ૧-૧ વર્ષ માટે વિપક્ષી નેતા બનાવવા નો નિર્ણય લીધો હતો. જેના અંતર્ગત દાણીલિમડા ના કાઉન્સિર શહેઝાદ ખાન પઠાણ ને પહેલા એક વર્ષ માટે વિપક્ષ ના નેતા બનાવાતા જ વિરોધી જૂથ ના જમના વેગડા, રાજશ્રી કેસરી, કમળાબેન ચાવડા, કામિનીબેન ઝા, હાજી મિર્ઝા, તસ્લિમ તિરમિઝી, ઝુલ્ફીખાન પઠાણ, ઈકબાલ શેખ, તોરલ બક્ષી અને માધુરી કલાપી એમ ૧૦ કોપ[ રે ટરો એ પ્રદેશ અ ય ક્ષા જગદીશ ઠાકોર ને રાજી મા આપી દ ૧ ધ ! હ તા . તેમના જણાવ્યા પ્રમાણે હજુ તો રાજીનામા નો દૌર શરુ થયો છે. અન્ય કેટલાક કોર્પોર્ટરો જેવા કે ઈસ્તિાઝ શેખ, સમીરા માર્ટિન અને અકબર ભટ્ટી જેવા સંજોગોવસાત નિર્ધારીત સમયે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉપસ્થિત રહી શક્યા નથી જે હવે રાજીનામા આપશે.

કોંગ્રેસ ના રાજીનામા ફગાવન|ારા કાઉન્સિલરો ના જણાવ્યા પ્રમાણે અમે સ્પષ્ટ રજુઆત કરી હતી કે દાણીલિમડા ના કાઉન્સિલર શહઝાદ ખાન પઠાણ મહિલાઓ નું અપમાન કરી ને અસભ્ય વર્તન કરે છે જેથી તેને વિપક્ષ ના નેતા બનાવવા માં ના આવે. તેના સિવાય અન્ય કોઈ પણ કાઉન્સિ લર ને નેતા બનાવવા અમે સંમતિ આપી હતી. આ ઉપરાંત તેમણે ૪ વર્ષ માટે ૪ અલગ અલગ વિપક્ષી નેતા ને ૧-૧ વર્ષ માટે નિમણુંક કરવા ના નિર્ણય નો પણ વિરોધ કર્યો હતો. શહેઝાદ ખાન પઠાણ નો | વિપક્ષી નેતા તરીકે વિરોધ કરનાર રાજશ્રી કેસરી એ તેમની ઉપર મહિલાઓ ની છેડતી અને વારંવાર દુર્વ્યવહાર, માધુરી કલાપી એ પક્ષ ના કોઈ કાર્યક્રમ માં હાજર નહીં રહેવા નો, જમના વેગડા એ પાર્ટી ના જ કાર્યકરો ને વારંવાર ફોન ઉપર ધમકીઓ આપવા નો જ્યારે કમળાબેન ચાવડા એ કોંગ્રેસ ના મહામંત્રી પ્રિયંકા વાડ્રા એ આપેલા સૂત્ર નો જ ઉપયોગ કરતા લડકી હું, લડ સકતી હું તેમ જણાવ્યું હતું. રાજીનામા આપતા ૧૦ કોંગ્રેસી કોર્પોરેટરો પૈકી ૫ મહિલા કોર્પોરેટરો હોવા ઉપરાંત ૪ મુસ્લિમ કોર્પોરેટરો પણ જો કે શહેઝાદ ખાન પઠાણે પોતાની ઉપર લગાવાયેલા તમામ આરોપો ખોટા હોવાનું જણાવતા કહ્યું હતું કે રાજનીતિ માં દરેક વ્યક્તિ ને અપેક્ષા હોય છે, તેમને પણ હશે.

પરંતુ મેં તેમની સાથે ક્યારેય કોઈ અસભ્ય વર્તન કર્યું છે ખરું? હું તો તેમને મળ્યો પણ નથી. મારી ઉપર લગાવાયેલા આરોપો સાબિત કરી બતાવે, અન્યથા હું માનહાનિ નો દાવો પણ કરી શકું છું. આ બાબતે સમાધાન લાવવા માં આવે. આ દસ માં થી કોઈ ને પણ નેતા બનાવવા હોય તેને બનાવે, અમે તો રાહુલ ગાંધી ના નિર્દેશો મુજબ ચાલીશું. આ મામલે કોંગ્રેસ ના નેતા અને નિરીક્ષક સી.જે. ચાવડા એ કહ્યું હતું કે વિપક્ષ ના નેતા બનવા માટે કોઈ ને પણ મેન્ડેટ આપવા માં આવ્યું નથી કે નામ નક્કી થયું નથી. શહેર ના નેતાઓ અને કાઉન્સિ લરો ને અમે સાંભળ્યા છે, પરંતુ આ મામલે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.આ મામલે કોંગ્રેસ ના જ લોકો કોંગ્રેસ ના ર ધારાસભ્યો ને સમગ્ર બાજી બગાડવા માટે જવાબદાર ઠેરવે છે. આ બન્ને કોંગ્રેસી નેતાઓ અને વિધાયકો ને તેઓ કોંગ્રેસ ના રંગા-બિલ્લા તરીકે ઓળખાવે છે. કેટલાક કોર્પોરેટરો ખુલ્લેઆમ આ બન્ને ધારસભ્યો ના નામ આપતા તેમણે જ મામલો ગુંચવ્યા નો આરોપ લગાવ્યો છે. ગુજરાત માં સત્તા થી ર૫ થી અધિક વર્ષો થી કોંગ્રેસ દૂર રહેવા છતાં તેમનો આંતરિક જૂથવાદ, ખટરાગ જતો નથી. આવી હાલત માં પણ કોગ્રેસ ભાજપા ને હરાવવા ના અને સત્તા મેળવવા ના મુંગેરીલાલ ની માફક હસીન સ્વપ્ના જોવે છે.

Leave a Reply

Your email address will not be published.