અર્જુન કપૂર – મલાઈકા બ્રેકઅપ ?
બોલિવુડ માં અત્યારે સૌથી વધારે ચર્ચાતી બાબત, બોલિવુડ ના અતિચર્ચિત લવબર્ડ્સ અર્જુન કપૂર અને મલાઈકા અરોરા ના કહેવાતા બ્રેકઅપ ની છે. જ્યાં છેલ્લા ચાર વર્ષ થી બોલિવુડ માં તેમના અફેર ની ચર્ચા ચાલતી હતી ત્યાં જ અત્યારે તેમના બ્રેક અપ ની ચર્ચા ચાલે છે.આખી ચચાની શરુઆત એમાં થી થઈ કે સોશ્યિલ મિડીયા ની સાઈટો ઉપર સુપર એક્ટિવ મલાઈકા અરોરા છેલ્લા છ દિવસ થી ન માત્ર સોશ્યિલ મિડીયા થી જ દૂર રહે છે પરંતુ તે ઘર ની વ્હાર પણ નથી નિકળી. મલાઈકા હાલ એટલી ઉદાસ અને દુઃખી છે કે પોતે સેલ્ફ આઈસોલેશન માં જતી રહી છે.

તેણે થોડો સમય બહાર ની દુનિયા થી દૂરી બનાવી લીધી છે. આ દરમ્યિાન મલાઈકા જે ટીવી રિયાલિટી શો ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સિઝન-૨ ના ગ્રાન્ડ ફિનાલે માં પણ ઉપસ્થિત રહી ન હતી. જો કે તે સમયે તો તેની તબિયત સારી ના હોવા નું કારણ અપાયું હતું. પરંતુ હવે લગભગ એક સપ્તાહ નો સમય થવા આવ્યો મલાઈકા એ કોઈ પણ રીતે બહાર ની દુનિયા સાથે સંપર્ક રાખ્યો નથી.

છેલ્લા ચાર વર્ષ થી લગભગ તમામ પાર્ટીઓ અને ફંકશનો માં સાથે દેખાતો અર્જુન કપૂર પણ આ દરમ્યિાન દેખાયો નથી. વળી આ બ્રેક અપ ની વાત ને વધારે બળ ત્યારે મળ્યું જ્યારે ત્રણ દિવસ પહેલા અર્જુન કપૂર પોતની પિતરાઈ બહેન રિયા કપૂર ના ઘરે ડિનર લેવા ગયો હતો. હવે રિયા નું ઘર મલાઈકા ના ઘર ની નજીક માં જ છે આમ છતા અર્જુન કપૂર મલાઈકા ના ઘરે ગયો ન હતો. સામાન્ય રીતે અર્જુન કપૂર ને કુટુંબીજનો ને ત્યાં યોજાતી દરેક પાર્ટી માં અર્જુન અને મલાઈકા સાથે જ જતા હોય છે. જો કે રિયા ને ઘેર ડિનર માં ન તો મલાઈકા આવી હતી, ના તો પાર્ટી માં જતા કે આવતા અર્જુન કપૂર મલાઈકા ને મળવા તેના ઘેર ગયો હતો.

મલાઈકા ૪૮ વર્ષાય છે જ્યારે અર્જુન કપૂર ૩૬ વર્ષીય છે. આમ બન્ને વચ્ચે ૧૨ વર્ષ નો ઉંમર નો ગાળો છે. જો કે મલાઈકા પોતે એક દિકરા ની મા હોવા છતા પોતાનું ફિગર એટલું મેઈનટેઈન રાખ્યું છે કે અવાચક થઈ જવાય. આ અગા ઉજ્યારે અર્જુન અને મલાઈકા ને બીજી લહેર વખતે કોરોના થયો ત્યારે બન્ને સાથે જ હોમ આઈસોલેટ થયા હતા. જો કે અર્જુન કપૂર ને સપ્ટે.-૨૦૨૦ બાદ ફંરી ડિસે.-૨૦૨૧ માં પણ કોરોના થતા આઈસોલેશનમાં જતો રહ્યો હતો.