ઉડતી ટેક્સીઓ અને નકલી ચંદ્રમા
આજ ના આધુનિક યુગ માં વિજ્ઞન અને ટેકનોલોજી એ જબરી હરણફાળ ભરી છે. ગઈ કાલે કલ્પનાતીત લાગતી વાતો આજે હકીકત અને વાસ્તવિકતા બની સામે આવી ને ઉભી છે. હોલિવુડ ની સાયન્સ ફિક્શન મુવી માં દેખાડાતી ઉડતી કારો અને રોબોટ સંચાલિત શહેર ની કલ્પના હવે સાઉદી અરેબિયા માં સાકાર થવા જઈ રહી છે.સાઉદી અરબ ૫૦૦ અબજ ડોલર ના ખર્ચે નિઓમ નામક ક્યુરિસ્ટિક મેગાસિટી નું નિર્માણ કરી રહ્યું છે. નિયોમ શહેર મિસ્ત્ર અને મોડર્ન ની સીમા નજીક બની રહ્યું છે. સાઉદી અરબ ની રૂઢિચુસ્ત રહેણીકરણી થી વિરુધ્ધ માં શહેર જેટ્સન સ્ટાઈલ નું અત્યાધુનિક શહેર હશે. આ શહેર નું નિર્માણ પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ કરી રહ્યું છે.
આ શહેર નું શૂન્ય માં થી સર્જન થઈ રહ્યું છે. જે વિસ્તાર માં લંડન થી ૧૭ ગણ મોટ હશે. આ શહેર સૌર અને પવન ઉર્જા થી સંચાલિત હશે. નિયોમ ના અધ્યક્ષ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન ના જણાવ્યા પ્રમાણે ભવિષ્ય નું શહેર ડ્રોન્સ માટે અનુકૂળ અને રોબોટિક્સ ના વિકાસ નું મુખ્ય કેન્દ્ર બનશે. આ શહેર માં તમને ઉડતી કારો/ટેક્સીઓ અને ઘરકામ અને ઓનિ ફસ કામ કરવા માટે રોબોટ નોકર સેવા ચાકરી માં હાજર રહેશે. અગાઉ ક્યાંય જોઈ ના હોય તેવી અદ્યતન ટેકનોલોજી અને યોજનાઓ અહીં જોવા મળશે. સાઉદી અરબ આ શહેર માટે સૌથી પ્રતિભાશાળી અને સર્વશ્રેષ્ઠ વ્યવસાયિકો ને આકર્ષવા માંગે છે અને નિયોમ શહેર ને દુબાઈ અને દોહા ની જગ્યા એ મુખ્ય વાણિજ્ય શહેર બનાવવા માંગે છે. આ શહેર માં રોબપેટ નોકર વિદેશી મહેમાનો અને શ્રીમંત રહેવાસીઓ ના ઘર ની સાફ સફાઈ કરશે.
અથતિ કે અહીં વસનાર લોકો એ ઓફિસ કે ઘર ના કામકાજ માટે સ્થાનિક કામદારો ઉપર નિર્ભર રહેવું નહીં પડે. વળી રણવિસ્તાર માં બનનારા આ શહેર માં વર્ષાઋતુ માટે ક્લાઉડ સિડીંગ નો ઉપયોગ કરી ને વરસાદ ના વાદળો બનાવવા માં આવશે જે એક ગરમ અને શુષ્ક વાતાવરણ ધરાવતા શહેર માટે ખૂબ ઉપયોગી નિવડશે. આ પ્રક્રિયા માટે ડ્રોન અને પ્લેન નો પણ ઉપયોગ કરાશે. અહીં ના રહેવાસીઓ ના મનોરંજન માટે માર્શલ આર્ટ રોબોટ તેમ જ વિશાળ ડાયનાસોર રોબોટ પણ બનાવવા માં આવશે. તેમની વચ્ચે દંગલ પણ કરાવાશે. સૌથી આકર્ષક બાબત એ છે કે સાઉદી અરેબિયા એક વિશાળકાય કુત્રિમ ચંદ્ર પણ બનાવી રહ્યું છે. જે જાણે અસલી ચંદ્રમા ની માફક જ ચમકશે જેના થી શહેર ના જાણિતા સિલવર બીચ ની રેત રાત્રિ ના અંધકાર માં પણ ચમકતી દેખાશે. જે એમબીએસ નું સ્વપનું હતું.