કોરોના વૈશ્વિક મહામારી
કોરોના ની વિશ્વભર ના વિવિધ દેશો માં બીજી અને ત્રીજી વ્હેર પછી હાલ માં ઓમિકોન એ વિશ્વ ને ભરડા માં લીધું છે. ૨૦૧૯ માં કોવિડ-૧૯ નામક આ અતિ સુક્ષ્મ જીવાણુ રુપી જીન ૨૦૨૨ માં પણ વિશ્વભરમાં હાહાકાર મચાવી રહ્યું છે. માનવી ગમે તેટલી અત્યાધુનિક વિજ્ઞાન, ટેકનોલોજી અને શોધખોળ ના બણગા ફૂંકી લે, વાસ્તવિકતા એ છે કે ૨૦૧૯ ના આ નાનકડા વેરિયન્ટ નો ૨૦૨૨ માં પણ હજુ તોડ, રસી શોધી શકાયા નથી.વાસ્તવિકતા તો એ છે કે રસી શોધવા ની તો દૂર હજુ સુધી એ બાબત પણ નક્કી નથી થઈ શકી કે આ વાયરસ કુદરતી છે કે માનવસર્જીત લેબ માં બનાવાયો છે? જ્યારે સામા પક્ષે આજ દિન સુધી માં વિશ્વભર માં કોરોના ના કુલ કેસો ૩૧.૪૦ કરોડ થઈ ગયા છે – અને આ તો સત્તાવાર નોંધાયેલો આંકડો છે. આમાં છૂપાવાયેલા કેસો તેમ જ ના નોંધાયેલા અને ના ઓળખાયેલા કેસો નો ઉમેરો કરીએ તો આંકડો ૫૦ કરોડથી અધિક નો અવશ્ય થઈ જાય.
તદુપરાંત સત્તાવાર નોંધાયેલો મૃતાંક પણ પપ લાખ ૨૧ હજાર નો છે જે વાસ્તવિકતા માં ૭૫ લાખ ને પાર હોઈ શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાન ના તાજા રિપોર્ટ માં જણાવ્યા પ્રમાણે ૨૦૨૨ ના પ્રથમ અઠવાડિયા માં જ કોરોના ના સાત લાખ થી અધિક નવા કેસો નોંધાયા છે. જે અગાઉ ના બે અઠવાડીયા ની સરખામણી એ બમણા કરતા પણ અધિક છે. જો કે તેનાથી પણ વધારે ગંભીર ચેતવણી આપતા તેઓ જણાવે છે કે આગામી ૬ થી ૮ અઠવાડીયા માં અડધુ યુરોપ કોરોના થી સંક્રમિત થઈ શકે છે. જેની અસર પશ્ચિમી દેશો થી લઈને પૂર્વના દેશો ઉપર પણ પડશે. સાથોસાથ તેમણે ઉમેર્યું હતું કે કોરોના વાયરસ ની રસી ખૂબ જ અસરકારક સાબિત થઈ રહી છે.
અને તેના કારણે જ આ વખતે મહામારી એટલી જીવલેણ નથી બની રહી જેટલી પહેલા હતી. જો કે આ વાયરસ ને પણ મોસમી ફલુ જેવો ગણી ને હલ્કા માં લેવો તે ગંભીર ભૂલ સાબિત થશે. લોકો એ હજુ પણ સાવચેતી રાખતા કોરોના ગાઈડલાઈન્સ જેમ કે માસ્ક, સોશ્યિલ ડિસ્ટન્સીંગ અને સેનેટઈઝેશન નું ધ્યાન રાખવું આવશ્યક છે.અત્યાર સુધી માં કોરોના માં મૃત્યુ પામેલા પપ.૧૧ લાખ લોકો માં સર્વાધિક અમેરિકા માં ૮.૬૧ લાખ મૃત્યુ, જ્યારે બીજા નંબરે બ્રાઝીલ માં ૬.૨૦ લાખ મૃત્યુ અને ત્રીજા નંબરે ભારત ૪.૮૪ લાખ મૃત્યુ સાથે અગ્રણી છે. અમેરિકા માં કોરોના ની કાતિલ પાછલી હેર ની પીક વખતે એક દિવસ માં સર્વાધિક ૧૪૨.૩૧૫ દર્દીઓ હોસ્પિટલ માં દાખલ કરાયા હતા જ્યારે રવિવારે ૯ મી જાન્યુઆરી એ એક જ દિવસ માં વિક્રમી ૧૪૨,૩૮૮ દર્દીઓ ને હોસ્પિટલ માં દાખલ કરવા પડ્યા હતા. જો કે આ વખતે મોટાભાગ ના દાખલા દર્દીઓ ની ઉંમર ૬૦ વર્ષથી ઓછી છે.