ક્યુબેક માં વેક્સિન નહીં લેનાર ઉપર ટેક્સ !
વિશ્વ ના ઘણા દેશો ની માફક કેનેડા માં પણ ઘણા લોકો કોરોના ની રસી નથી લઈ રહ્યા. કેનેડા માં પણ નવા વેરિયન્ટ ઓમિકોન અને કોરોના ના નવા કેસો માં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે કયુબેક પ્રોવિન્સ માં બિન તબીબી કારણોસર વેક્સિન લેવા નો ઈન્કાર કરી રહેલા પુખ્ત વય ના લોકો ઉપર ત્યાં ની રાજ્ય સરકાર ટેક્સ નાંખવા ની યોજના બનાવી રહી છે. ક્યુબેકના પ્રિમિયર ફેંકો ઈઝ લિગોલ્ટ ના જ ણાવ્યા અડુસાર આવા બિન તબીબી કારણોસરવ કિસ નો ઈન્કાર કરનારા વયસ્કો અમારા હેલ્થ કેર નેટવર્ક ઉપર બિનજરુરી બોજ ઉભો કરી રહ્યા છે. અન્ય દેશો તથા રાજ્યો માં જ્યારે દરેક વ્યક્તિ આ સમસ્યા નો ઉકેલ લાવવા પ્રયત્નશીલ છે ત્યારે અમારા પ્રાંત માં પરિસ્થિતિ એવી છે કે હાલ ના સમય માં ખૂબ જ મહત્વ ના હેલ્થકેર નેટવર્ક ઉપર આવા લોકો બોજ ની સ્થિતિ સર્જી રહ્યા છે.
કેનેડા નો ક્યુબેક પ્રાંત અત્યારે કોરોના નો સૌથી અસરગ્રસ્ત વિસ્તાર મનાય છે. અહીં છેલ્લા એક સપ્તાહ માં જ કોરોના ના ૯૩,000 નવા કેસો નોંધાયા છે. ક્યુબેકમાં ૧૨ વર્ષથી વધુ ઉંમર ની વસ્તી ના ૯૨ ટકા લોકો ને વેક્સિન નો ઓછા માં ઓછો એક ડોઝ લાગી ચુક્યો છે. ગત સપ્તાહે ક્યુબેકમાં કેનાબિજ શોપ્સ અને લિકર સ્ટોર્સ માં ગ્રાહકો ને વેક્સિનેશન નો પુરાવો રજુ કરવો ફરજિયાત બનાવાયો હતો. ત્યાર બાદ નવા વેક્સિનેશન ના બુકીંગ માં તીવ્ર ઉછાળો આવ્યો હતો. હવે વેક્સિન નહીં લોરા ઉપર દેશભર માં સૌ પ્રથમવાર કરવેરા લાદવા ની યોજના બનાવાઈ રહી છે. સરકાર ના જણાવ્યા પ્રમાણે જેઓ વેક્સિન માટે ઈન્કાર કરી રહ્યા છે તેઓ આ પ્રાંત ન હોસ્પિટલ સ્ટાફ તથા લોકો માટે બોજ બની રહ્યા છે. પ્રાંત ની ૯૦ ટકા જનતા ૧૦ ટકા લોકો ના હઠાગ્રહ નો બોજ વહન કરી શકે નહીં. આમ કેનેડા માં ક્યુબેક પ્રથમ એવો પ્રાંત બનશે જે વેક્સિન નહીં લેનારી વ્યક્તિઓ ઉપર ટેક્સ લાદેશે.