ગૌતમ અદાણી ‘અનિલ’ માં જંગી મૂડી રોકશે

ભારત ના બીજા ક્રમ ના સૌથી શ્રીમંત વ્યક્તિ અને અદાણી ગૃપ ના માલિક ગૌતમ અદાણી ગ્રીન એનર્જી ક્ષેત્રે મહત્વ નું પગલુ ભરી રહ્યા છે. આ માટે ગૌતમ અદાણી એ ૭૦ અબજ ડોલર ના જંગી મૂડી રોકાણ ની જાહેરાત કરી અદાણી ગૃપે ગ્રીન એનર્જી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા અનિલ’ નામ ની પેટાકંપની બનાવવા ની જાહેરાત કરી છે. અદાણી ગૃપ ના વડપણ હેઠળ ની કંપની અદાણી એન્ટરપ્રાઈઝીઝ લિમિટેડ એ શેરબજાર ને આપેલી માહિતી પ્રમાણે તેઓ અદાણી ન્યુ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (એએનઆઈએલઅનિલ) નામક નવી કંપની બનાવવા જઈ રહ્યા છે. જે અદાણી એન્ટરપ્રાઈઝીસ લિમિટેડ ની જ ૧૦૦ ટકા સંપૂર્ણ માલિકી ની પેટાકંપની રહેશે. આ નવી કંપની ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ, પવન ઉર્જા ટર્બાઈન, સૌર ઉર્જા ઉપકરણો તથા સૌર બેટરી ના ઉત્પાદન ઉપર ધ્યાન કેન્દ્રીત કરશે. આ કંપની ટૂંક સમય માં જ કાર્યરત કરી દેવાશે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે અદાણી ગૃપ ના માત્ર ભારત ની કે એશિયા ની, પરંતુ વિશ્વની સૌથી મોટી ગ્રીન એનર્જી કંપની બનવા નો લક્ષ્યાંક ધરાવે છે.

આ ઉપરાંત કંપની નું લક્ષ્ય સૌથી સસ્તા હાઈડ્રોજન નિર્માણ નો પણ છે. આ બાબત ને ધ્યાન માં રાખી ને જ કંપની એ ગયા વર્ષે કહ્યું હતું કે ન્યુ એનર્જી સેક્ટર માં એક દાયકા માં ૭૦ અબજ યુ. એ સ. ડોલર નું જંગી મૂડી રોકાણ કરવા માં આવશે.ની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ વિશ્વ ની સૌથી મોટી સૌર ઉર્જા ડેવલપર કંપની છે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ ૨૦૩૦ સુધી માં ૪૫ ગીગાવોટ ગ્રીન એનર્જીની ક્ષમતા હાંસલ કરવા નો લક્ષ્યાંક રાખે છે.આમ અદાણી ગૃપ ગ્રીન એનર્જી માં વિશ્વ ની સૌથી મોટી સૌર ઉર્જા ડેવલપર કંપની બન્યા બાદ ગ્રીન એનર્જી ક્ષેત્ર માં જ પ્રભુત્વ જમાવવા માટે વૈકલ્પિક ઉર્જાના ક્ષેત્રો કે જેઓ પારંપરીક ઉર્જા કરતા ઓછા પ્રમાણ માં કાર્બન નું ઉત્સર્જન કરે તેવા હાઈડ્રોજન પાવર, સૌર ઉર્જા, પવન ઉર્જા તેમ જ સૌરા બેટરી ના ક્ષેત્રે પણ જંગી મૂડી રોકાણ દ્વારા વિશ્વ ની સૌથી મોટી ગ્રીન એનર્જી કંપની બનાવવા ના લક્ષ્યાંક પ્રતિ અગ્રેસર છે.

Leave a Reply

Your email address will not be published.