ચંદીગઢ માં ભાજપા ના મેયર

ગત સપ્તાહે જ જાહેર થયેલા ચંદીગઢ નગર નિગમ ની ચૂંટણી ના પરિણામો એ સૌને ચોંકાવ્યા હતા. એક વર્ષ થી વધુ ચાલેલા કૃષિ આંદોલન ના બે મહત્વ ના રાજ્યો પંજાબ અને હરિયાણા ની રાજધાની ચંદીગડ નગર નિગમ ની ૩૫ બેઠકો પૈકી સર્વાધિક બેઠકો આપ ને ૧૪ અને બીજા નંબરે ભાજપા ને ૧૨ સિટો મળી હતી. જો કે ૮મી જાન્યુ.૨૦૨૨ એ ભાજપા ના સરબજીત કૌર ૧૪ કાઉન્સિલરો ના સમર્થન થી મેયરપદે ચૂંટાઈ આવ્યા હતા. – કૃષિ આંદોલન ના નામે દેશવિરોધી ખાલિસ્તાનીઓ ના દિલ્હી માં મચાવેલા દંગલ, કોંગ્રેસ, ખાપ અને ડાબેરીઓ ના આંદોલનકારીઓ ને તમામ પ્રકાર ની મદદ બાદ એવો જ પ્રચાર કરાયો હતો કે પંજાબ માં થી તો ભાજપા સાફ થઈ જશે. જો કે ચંદીગઢ નગર, નિગમ ના પરિણામો એ અકાલી દળ અને કોંગ્રેસ ના શેખચલ્લી ના સપના ચકનાચૂર કરી નાંખ્યા હતા. નગર નિગમ ની ૩૫ સિટો પૈકી ૧૪ – આપ ને, ભાજપા ને ૧૨ જ્યારે કોંગ્રેસ ને ૮ સિટો અને શિરોમણી અકાલી દળ ને ફક્ત ૧ જ સિટ મળી હતી. આમ ભાજપા બીજા નંબર ની સૌથી મોટી પાર્ટી બની ઉભરી આવી હતી. જો કે ચૂંટણી પરિણામો ના થોડા દિવસ બાદ કોંગ્રેસ ની સીટ ઉપર જીતેલા કાઉન્સિલર હરપ્રિતકૌર બાબલા અને તેના પતિ અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા દેવિન્દર બાબલા એ કોંગ્રેસ ને રામ રામ કરી ને ભાજપા નો કેસરી ખેસ ધારણ કર્યો હતો.

હરિયાણા ના ભાજપા ના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, દેવિન્દર બાબલા ને જાતે હાજર રહી ને ખેસ પહેરાવી ભાજપા માં આવકાર્યા હતા. ત્યાર બાદ ચંદીગઢ મેયર ની ચૂંટણી માં કુલ ૨૮ મતો પડ્યા હતા જે પૈકી ભાજપા ને ૧૪ વોટ મળ્યા હતા. જ્યારે આપ નો એક મત અમાન્ય જાહેર થતા આપ ને ૧૩ મતો મળ્યા હતા. આમ માત્ર ૧ મતની સરસાઈ થી મેયરપદે સરબજીત કૌર નો વિજય થયો હતો. જો કે ત્યાર બાદ આપ ના કાઉન્સિલરો એ ખૂબ હોબાળો મચાવ્યો હતો. તેઓ મેયર ની ખુરસી ને ઘેરી ને બેસી ગયા હતા, આખરે પોલિસ બોલાવવી પડી હતી. જેમની દરમિયાનગિરી બાદ આપ ના કાઉન્સિ લર ને ખસેડાયા હતા. ત્યાર બાદ ચંદીગઢ ના ભાજપા ના સાંસદ કિરણ ખેર સરબજીત કૌર ને મેયર ની ખુરશી ઉપર બેસાડ્યા હતા. આમ આદમી પાર્ટી હવે આરોપ લગાવી રહી છે કે ભાજપા એ ગરબડ કરી ને મેયરપદ મેળવ્યું છે. તેઓ હવે માંગ કરી રહ્યા છે કે સિનિયર ડેપ્યુટી મેયર અને ડેપ્યુટી મેયરપદ ની ચૂંટણી બેલેટ પેપર ના બદલે માત્ર હાથ ઉંચા કરી ને થવી જોઈએ. કારણ કે બેલેટ પેપર માં તેમના કાઉન્સિલર ની ભૂલ ના કારણે ૧ મત અમાન્ય કરાતા મેયરપદ ભાજપા ને ફાળે જતું રહ્યું હતું. હવે જે કાઉન્સિલરો બેલેટ પેપર થી મતદાન પણ ના કરી શકે – આવા કાઉન્સિલરો ચંદીગઢ જેવા નગર નો વહીવટ કેવી રીતે કરી શકશે?

Leave a Reply

Your email address will not be published.