‘છ લાખ ભારતીયોએ નાગરીકતા છોડી

ભારત ના લોકો એક તરફ સારે જહાં સે અચ્છા, હિન્દોસ્તાં હમારા નું ગાન કરતા રહે છે જ્યારે બીજી તરફ વાર્ષિક ૧ લાખ થી પણ અધિક લોકો, પાછલા પાંચ વર્ષ માં છ લાખ ભારતીયો એ પોતાની નાગરિકતા છોડી છે.વિદેશ મંત્રાલય ના ડેટા પ્રમાણે છેલ્લા પાંચ વર્ષો માં છ લાખ ભારતીયો એ નાગરિકતા છોડી છે, જે પૈકી ૪૦ ટકા એ અમેરિકા ની નાગરિકતા સ્વિકારી લીધી હતી. ત્યાર બાદ બીજા નંબરે ઓસ્ટ્રેલિયા અને ત્રીજા નંબરે કેનેડા નો નંબર આવે છે. જે ભારતીયો બીજા દેશ ની નાગરિકતા સ્વિકારે છે તેમણે ભારતીય પાસપોર્ટ પરત જમા કરાવવો પડે છે. કારણ કે ભારત ડ્યુઅલ સિટિઝનશીપ નથી આપતું. પરંતુ વિદેશી નાગરિકતા મેળવનાર ભારતીય મૂળ ના આ નાગરિકો ઓવરસીઝ સિટીઝન કાર્ડ (ઓસીઆઈ) માટે અરજી કરી શકે છે. જે તેમને ભારત માં રહેવા ની, કામ કરવા ની તેમ જ વ્યાપાર કરવા ની સુવિધા પ્રદાન કરે છે.

ભારત ની નાગરિકતા છોડનારાઓ તો ૨૦૧૭ બાદ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે અને તેમાં સૌથી મોટો વધારો ૨૦૧૯ માં નોંધાયો હતો. ૨૦૧૯ ના એક જ વર્ષમાં ૧૪૪,૯૧૩ લોકો એ ભારત ની નાગરિકતા છોડી હતી. જો કે ત્યાર બાદ ૨૦૨૦ માં આંતરરાષ્ટ્રીય ઉડાનો ઉપર પ્રતિબંધ અને લોકડાઉન ના પગલે આમાં ઘટાડો જોવા મળ્યો હતો. ૨૦૨૦ માં માત્ર ૮૫,૨૪૮ ભારતીયો એ પોતાની નાગરિકતા છોડી હતી. જ્યારે ૨૦૨૧ ના નવ માસ ના આંકડા ફરી આમાં વૃધ્ધિ દર્શાવે છે.ગ્લોબલ વેલ્થ માઈગ્રેશન રિવ્યુ ફિગર્સ મુજબ ૨૦૧૯ માં ભારત ના ધનિકો અર્થાત હાઈ નેટવર્થ ઈન્ડિવિડ્યુઅલ્સ એવા એ ભારત ની નાગરિકતા છોડી દીધી હતી. જો કે આ શ્રેણી માં પ્રથમ નંબર ચીન નો આવે છે. ગત વર્ષે ચીન ના ૧૬,000 અમીરો એ દેશ ની નાગરિકતા છોડી બીજા દેશ ની નાગરિકતા સ્વિકારી હતી. જ્યારે આ શ્રેણી માં ત્રીજા નંબરે પપ00 નાગરિકતા છોડનારાઓ સાથે રશિયા આવે છે.

આ ઉપરાંત પાછલા કેટલાક વર્ષો માં રોકાણ દ્વારા માઈગ્રેશન ઈચ્છુક ભારતીયો ની સંખ્યા માં પણ મોટો વધારો થયો છે. ભારતીયો હવે ગ્રીસ અને પોર્ટુગલ જેવા દેશો માં પ્રોપર્ટી ખરીદી ને વિઝા ફી એક્સ મળતો હોવાની જાણકારી મેળવ્યા બાદ એ દિશા માં પણ અગ્રેસર બન્યા છે.આમ ભારત દેશ ના નાગરિકો વિવિધ દેશો ની વિવિધ કેટેગરી માં નાગરિકતા મેળવી ને ભારત ની નાગરિકતા છોડવા માં હવે આગળ વધતા થયા છે જે વાર્ષિક દોઢ લાખ જેવી નાગરિકતા પરત કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.