તસ્નીમ મીર વર્લ્ડ નં. ૧
ગુજરાત ના મહેસાણા ની બેડમિંટન ખેલાડી તસ્નીમ મીરે બેડમિન્ટન જુનિયર ખેલાડી તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વ રેન્કીંગ પ્રથમ ક્રમ હાંસલ કરી ને ન માત્ર ગુજરાત નું પરંતુ ભારત દેશ નું નામ રોશન કર્યું મહેસાણા બેડમિન્ટન ની જુનિયર ખ લ ા ડી તસ્નીમ મીર એક પોલિસકર્મી ની પુત્રી છે. આ અગાઉ ભારત ની બેડમિન્ટન સ્ટાર ખેલાડીઓ સિધ્ધ કે સાયના નેહવાલ જે સિદ્ધિ મેળવી નથી શક્યા તે સિધ્ધિ તસ્નીમે મેળવી છે. નાનપણ થી જ બેડમિન્ટન માં રસ ધરાવતી તસ્નીમ એ ૨૦૧૩ માં ફલેલા ગોપીચંદ એકેડેમી થી તાલિમ ની શરુઆત કરી હતી. જો કે ત્યાર બાદ ૨૦૨૦ માં તસ્નીમ ના બેડમિન્ટન – ડબલ્સ ના પાર્ટનર અયાન રશીદ ની તાલિમ ગુવાહાટી ની અસમ બેડમિન્ટન એકેડેમી માં થતી હોવા થી તે ત્યાં જોડાઈ હતી. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન દ્વારા વર્ષ ૨૦૧૧ થી જૂનિયર રેન્કીંગ આપવા ની શરુઆત કરવા માં આવી હતી આથી સાઈના નેહવાલ તેમાં સામેલ થઈ શકી નહોતી. જ્યારે ભારત ની અન્ય સ્ટાર ખેલાડી પી.વી. સિધ્ધ પણ આ જુનિયર વર્લ્ડ રેન્કીંગ માં નં.૨ ના સ્થાન સુધી જ પહોંચી શકી હતી.
આમ બેડમિન્ટન વર્લ્ડ જૂનિયર કેટેગરી રેન્કીંગ માં વર્લ્ડ નં.૧ બનનારી તસ્નીમ મીર પ્રથમ ભારતીય ખેલાડી છે. બુધવારે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન તરફ થી જૂનિયર અંડર ૧૯ માટે વર્લ્ડ રેન્કીંગ આપવા ની જાહેરાત કરાઈ હતી જેમાં તસ્નીમ મીર ૧૦,૮૧૦ પોઈન્ટ સાથે સમગ્ર વિશ્વ માં પ્રથમ ક્રમાંકે આવી હતી જે સમગ્ર દેશ માટે ખૂબ ગૌરવ ની વાત છે. તસ્નીમ મીર એ માત્ર છ વર્ષ ની ઉંમરે બેડમિન્ટન રમવા નું શરુ કર્યું હતું. અત્યાર સુધી માં બેડમિન્ટન ની અલગ અલગ કેટેગરી માં તે ૨૨ વખત ચેમ્પિયન રહી ચૂકી છે. તે બે વાર એશિયન ચેમ્પિયન પણ રહી ચૂકી છે. ૨૦૧૮ માં તે ડબલ્સ માં અને ૨૦૧૯ માં તે સિંગલ્સ માં ચેમ્પિયન બની હતી. તથા વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશીપ માં બ્રોન્ઝ મેળવ્યો હતો. શરુઆત ના સમય માં એક તબક્કે આ રમત ખર્ચાળ હોવાથી તેના પિતા એ તેને રમત છોડાવી દેવા નો વિચાર કર્યો હતો પરંતુ તેમના કેટલાક મિત્રો અને અધિકારીઓ એ રમત ચાલુ રાખવા નું જણાવતા આજે તસ્નીમ બેડમિન્ટન જુનિયર ની રેગ માં વર્લ્ડ નં.૧ ના સ્થાને ગુજરાત અને ભારત નું નામ રોશન કરે છે.