દાદીમા ના નુસખા
ત્યારબાદ કફ ભોજનને નરમ બનાવે છે. સમય પાચનક્રિયાને સંપૂર્ણ કરે છે. આ રીતે ભોજન પચે છે. પચ્યા પછી તેમાંથી ખાસ અંશ લોહીમાં ભળી જાય છે. અને બાકીનો અંશ મળમૂત્ર રૂપે બહાર નિકળી જાય છે.ગરમ મસાલા, ભારે પદાર્થો, માંસ, માછલી, ઈંડા વગેરે ખાવા જોઈએ નહીં. આખા દિવસમાં જેટલું વધુ પાણી પી શકો જરૂર પીઓ. રાત્રે સૂતા પહેલા ઈસબગોલની ભૂસીને દૂધ સાથે લો. રાત્રે જમ્યા પછી થોડીવાર જરૂર ટહેલો.
અ જી ર ણ (અપચો)
ખાધેલું સારી રીતે ન પચે તેને અજીરણ અથવા અપચો કહેવાય છે. આ સ્થિતિ એવી છે કે જેને કારણે નાનાં મોટાં ઘણા રોગો મનુષ્યને ઘેરી વળે છે. જો આ બિમારી લાંબાગાળા સુધી સતત રહે તો શરીરમાં લોહી બનતું બંધ થઈ જાય છે. તેથી આ રોગને સાધારણ સમજવો જોઈએ નહીં. આ રોગની સૌથી વધુ ખરાબી એ છે કે જૂનો થઈ જાય તો રોગીને કમજોર બનાવી દે છે. તેથી રોગની ખબર થતાં જ આનો ઈલાજ શરૂ કરી દેવો જોઈએ.
કારણો – ગમે ત્યારે અને ગમે તે સમયે પચવામાં ભારે પદાર્થ ખાવાથી, ચાવ્યા વિના જલ્દી જલ્દી ખાવાનું ગળવાથી, ચા, શરાબ વગેરે વધુ લેવાથી, શારીરિક તથા માનસિક પરિશ્રમ વધુ કરવાથી અથવા બિલકુલ પરિશ્રમ ન કરવાને કારણે અજીરણ થાય છે. જે લોકો ખટાશ, તેલ, અથાણા, મસાલા વધુ ખાતા હોય છે તેઓને પણ આ રોગ થી જાય છે. આજકાલ અધિકતર લોકો ખરાબ વાતાવરણની પરવા કર્યા વિના ખેચતપણવાળી જિંદગી જીવતા હોય છે. તે જ પ્રમાણે અસ્વસ્થદાયક મકાનમાં રેહવાથી, ટાઈટ કપડાં પહેરવાથી તથા ઘી તેલની વસ્તુઓ વધુ પ્રમાણમાં ખાવાથી પણ અપચો થઈ જાય છે. દાદીમા આને અજીરણ” કહે છે.
લક્ષણો – આ રોગમાં ભૂખ લાગતી નથી. ખાધેલું પચતું નથી. પેટ ભરેલું હોય એવું લાગે છે. ઉબકાં આવે છે તથા કબજીયાત થઈ જાય છે. મોઢામાં પાણી ભરાય છે. હરઘડી પેટમાં હળવું દરદ રહ્યા કરે છે. ખાટા ઓડકાર આવવા,ઉલ્ટી જેવું થવું, ગેસ બનવી, શ્વાસમાં દુર્ગધ, જીભ પર મેલ જામવો, આ બધાં અજીરણ રોગના મુખ્ય લક્ષણો છે. કોઈ કોઈવાર રોગીને ગભરમિણ પણ થાય છે.
નુસખાં – અડધી 1 ચમચી જેટલું કાચા પપૈયાનું દૂધ જરાક ખાંડ સાથે લેવાથી શીઘ્ર લાભ થાય છે.
– કાચા મૂળાના કકડા પર થોડું સિંધવ મીઠું, વાટેલી મરી અને અજમો ભભરાવો. ઉપરથી અડધુ લીંબુ નિચોવી જમ્યા પછી ચાવીચાવીને ખાઓ. ભોજન પચાવવા માટે આ રામબાણ નુસખો છે.
– બે લવિંગ, એક હરડેનું ચૂરણ તથા એક ચપટી સિંધવ મીઠું – આ ત્રણેયનો કાઢો બનાવી પીઓ.
-ડુંગળના રસમાં થોડું સિંધવ મીઠું મેળવી પીવાથી અપચો દૂર થાય છે.
– ૧૦ ગ્રામ સુકાયેલા ધાણા, ચાર-પાંચ મરી તથા બે ચપટી સિંધવ મીઠું – ત્રણેયને વાટી ગરમ પાણી સાથે જમ્યા પછી લો.
-૧૦ ગ્રામ જીરૂ, ૫ ગ્રામ મરી, ૫ ગ્રામ સૂંઠને વાટી તેમાં સિંધવ મીઠું મેળવી શીશીમાં ભરી રાખો. જમ્યા પછી થોડા દિવસો સુધી નિયમિત રીતે લેવાથી અપચો મટી જશે.અજીરણને મૂળમાંથી દૂર કરે છે જીરૂ
– તવા પર શેકેલું જીરૂ, સિંધવ મીઠું તથા મરીને યોગ્ય પ્રમાણમાં લઈ વાટી લો. તેમાંથી અડધી ચમચી જેટલું ચૂરણ છાશ કે દહીં સાથે લો.
– ૧૦ ગ્રામ દેશી કપૂર, ૧૦ ગ્રામ અજમો, ૧૦ ગ્રામ ફુદીનો આ ત્રણેયની ચટણી બનાવો. આમાંથી એક ચમચી ચટણી બંને ટાઈમ ભોજન પછી લો.