ન્યુયોર્ક ની પ્રિમિયમ હોટલ રિલાયન્સ ની

એશિયા ના સૌથી શ્રીમંત ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ એ ન્યુયોર્ક ની પ્રિમિયમ લક્ઝરી હોટલ મેન્ડેરિન ઓરિએન્ટલ ખરીદી લીધી છે. વિદેશ ની આ બીજી પ્રિમિયમ (લક્ઝરી) હોટલ રિલાયન્સ દ્વારા ખરીદાઈ હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ એ ન્યુયોર્ક ની પ્રિમિયમ લક્ઝરી હોટલ મેન્ડેરિન ઓરિએન્ટલ ૯૮.૧૫ મિલિયન ડોલર્સ એટલે કે ૭૨૮ કરોડ રૂા.માં ખરીદી લીધી હતી. આ હોટલ ન્યુયોર્ક ના અતિ ધનાઢ્ય પોશ વિસ્તાર પ્રિસ્ટિન સેન્ટ્રલ પાર્ક નજીક કોલંબિયા સર્કલ પાસે બનેલી છે. ૨૦૦૩ માં બનેલી આ હોટલ ની માલિકી હવે રિલાયન્સ ની છે. રિલાયન્સ કોલંબસ સેન્ટ્રલ કોર્પોરેશન પાસે થી ૯૮.૧૫ મિલિયન ડોલરમાં આ હોટલ ની ખરીદી ના કરાર ની માહિતી શેર બજાર ને આપી હતી. આ અગાઉ ગત એપ્રિલ માસ માં રિલાયન્સ અન્ય એક પ્રિમિયમ હોટલ કે જે જેમ્સ બોન્ડ ની મુવીમાં પણ ચમકેલી હતી તેવી યુ.કે.ની સ્ટોન પાર્ક હોટલ પણ ખરીદી હતી.

આમ એક જ વર્ષ માં રિલાયન્સે પ્રથમ યુ.કે. અને હવે ન્યુયોર્ક માં પણ પ્રિમિયમ હોટલ ખરીદી છે. ન્યુયોર્ક સિટી માં મેનહટન ના કોલંબસ સર્કલ સ્થિત મેન્ડેરિન ઓરિએન્ટલ એક ફાઈવ સ્ટાર હોટલ છે. આમ તો આ હોટલ નું કોઈ અલગ બિલ્ડીંગ નથી, પરંતુ ટાઈમ વોર્નર સેન્ટર નામક સ્કાય સ્ટેપર બિલ્ડીંગ ના ૩૫ થી ૫૪ મા માળ સુધી માં આ હોટલ ફેલાયેલી છે. જેમાં ૨૦૨ ગેસ્ટ રુમ્સ, ૪૬ સ્યુટ્સ અને ૬૪ અલગ અલગ રેલિડેન્સીસ પણ સામેલ છે. ન્યુયોર્ક ના જાણિતા ફેશન ડિઝાઈનર વિવિયન હેમ આ હોટલ ના સિગ્નેચર ફેન ડિઝાઈનર છે. જ્યારે અન્ય ડિઝાઈનર ડેલ ચિહુલી એ પણ આ હોટલ માટે ખાસ કાચ ના બે શિલ્પ બનાવ્યા છે જે પૈકી વોટર ફોર્ડ ક્રિસ્ટલ બહુ જાણિતું છે. ૨૧૦૦ પાઉન્ડ વજન ના આ શિલ્પ માં ૬૮૩ હાથ થી જોડેલા કાચ ના ટુકડ ઓ છે.

આ ઉપરાંત આ હોટલ ની અમુલ્ય અને દુર્લભ વસ્તુઓ માં એક ૨૫૦ વર્ષ જૂનું ચર્મપત્ર પણ છે. જેની ઉપર સુખ ના સૂત્રો આલેખાયેલા છે. આ જ સમયગાળા ના આભૂષણો નો સંગ્રહ હોટલ ના પ્રેસિડેન્સિયલ સ્યુટ માં રખાયેલો છે. ૨૦૧૩ થી આ હોટલ ના જનરલ મેનેજર સુઝેન હેડ્ઝ કાર્યરત છે. હોટલ ના ૩૫ મા અને ૩૬ મા માળે આવેલો સ્પા મેનહટન ના માત્ર બે ફોર્બ્સ ફાઈવ સ્ટાર સ્પા પૈકી નો એક છે. જે ૧૪,૫૦૦ સ્કે.ફીટ માં ફેલાયેલો છે. આ ઉપરાંત હોટલ ની ૬૪ જેટલી રેસિડેન્સી આલિશાન બંગલા ની અનુભૂતિ કરાવે છે. આવી ન્યુયોર્કની આ ભવ્ય, ફાઈવ સ્ટાર મેન્ડેરિન ઓરિએન્ટલ હોટલ હવે રિલાયન્સ ની માલિકી ની છે. આ હોટલ ના સ્યુટ માં થી ન્યુયોર્ક ના મેનહટન વિસ્તાર ના સેન્ટ્રલ પાર્ક અને હડસન નદી નો અભૂત નજારો જોવા મળે છે. મેન્ડરિન ઓરિએન્ટલે ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો મેળવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.