પંજાબ માં રાજકીય પક્ષો નો શંભુમેળો

પંજાબ માં પણ આખરે ૨૦૨૨ વિધાનસભા ની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે. રાજ્ય માં કોંગ્રેસ, ભાજપા, અકાલિદળ અને આપ જેવી રાજકીય પાર્ટીઓ ઉપરાંત કોંગ્રેસ માં થી છૂટા પડેલા કેપ્ટન અમરિન્દર સિંગ એ સ્થાપેલી સ્થાનિક પાર્ટી તથા કૃષિ આંદોલન ના એ અલગ અલગ જૂથો દ્વારા નવી રચાયેલી બે પ્રાદેશિક પાર્ટીઓ તેમ જ અમુક નાની સ્થાનિક રાજકીય પાર્ટીઓ નો શંભુમેળો જામ્યો છે.
એક વર્ષ થી વધુ ચાલેલા કૃષિ આંદોલન દરમિયાન કોંગ્રેસ અકાલીદળ, આપ અને ડાબેરીઓ સહિત ના તમામ વિપક્ષો એ ખેડૂતો ને કેન્દ્ર ની ભાજપા ની સરકાર સામે ની લડત માં ખેડૂતો ને સાથ આપવા ના નામે આગ માં ઘી હોમવા નું જ કામ કર્યું હતું. આનો સીધો લાભ પંજાબ ની ચૂંટણી માં મેળવવા નો તે સૌનો ઈરાદો હતો. જો કે કોંગ્રેસ માં આ દરાિન જ પ્રદેશ પ્રમુખ નવજોત સિધ્ધ અને મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સીંગ વચ્ચે ના ખટરાગ ના પગલે કેપ્ટન સાહેબ એ કોંગ્રેસ ને રામ રામ કરી ને પોતાનો અલગ પ્રાદેશિક પક્ષ બનાવતા કોંગ્રેસ માટે મુશ્કેલી સર્જાઈ છે.

જ્યારે બહુ બોલકા પ્રદેશ પ્રમુખ સિધુ નવા મુખ્યમંત્રી ચન્ની સામે પણ નીત નવા નિવેદનો આપી મુશ્કેલી સર્જી રહ્યા છે. જ્યારે મંગળવારે તો મુખ્યમંત્રી નકકી કરનાર કોંગ્રેસ મોવડીમંડળ કોણ છે? એ તો પંજાબ ના ચૂંટાયેલા ધારસિભ્યો જ નક્કી કરશે તેમ કહી વિવાદ છોડી દીધો છે. જ્યારે કૃષિ આંદોલન માં ભાગ લેનારા નાના-મોટા ૪૪ થી અધિક ખેડૂત સંગઠનો પૈકી અમુક ખેડૂત નેતાઓ ને આંદોલન ની લોકપ્રિયતા વટાવી રાજકીય અભિલાષાઓ જાગતા નવા કેજરીવાલ બનવા અમુક ખેડૂત સંગઠનો એ પોતે જ રાજકીય પક્ષ ની સ્થપિના કરી રાજકારણ ના અખાડા માં ઉતરી | ચૂક્યા છે. આ પૈકી ના એક નેતા ગુરુનામ સિંગ ચઢુની એ પાડોશી રાજ્ય હરિયાણા ખેડૂત નેતાઓ સાથે ગઠબંધન કરી સંયુક્ત સંઘર્ષ પાર્ટી નામક રાજકીય પક્ષ બનાવ્યો.જ્યારે બલબીરસિંગ રાજેવાલ ના નેતૃત્વ માં ૧૯ ખેડૂત સંગઠનો એ ગઠબંધન રચી ને સંયુક્ત સમાજ મોરચા ની સ્થાપના કરી ને ચૂંટણી જંગ માં ઝંપલાવ્યું છે. દેશ માં અને ખાસ કરી ને પંજાબ માં કૃષિ આંદોલન બાદ આંદોલનકારી સંગઠનો માં અમુક નેતાઓ ને કેજરીવાલ બનવા ના અભરખા જાગ્યા છે. અર્થાત કે આંદોલનકારી નેતા ની લોકપ્રિયતા થી રાજકીય કારકિર્દી બનાવવા ના રાજનેતા બનવા રાજકારણ ના અખાડા માં ઉતરી ચૂક્યા છે. જો કે હવે ટિકીટ વ્હેચણી ના મામલે વિખવાદ પણ થવા લાગ્યા છે.


પંજાબ માં ટિકીટ વહેંચણી ને લઈ ને આવા ખેડૂત નેતાઓ વચ્ચે વિખવાદ થયો છે. ખેડૂત નેતા બલબીર રાજીવાલ ના નેતૃ ત્વ હેઠળ ૨૨ ખેડૂત સંગઠનો છે. રાજેવાલ સૌ પ્રથમ આપ પાર્ટી સાથે ગઠબંધન કરી ચૂંટણી લડવા માંગતા હતા. આ માટે તેમણે આપ ના કન્વીનર અરવિંદ કેજરીવાલ નો સંપર્ક પણ કર્યો હતો. જો કે રાજેવાલ ની ૬૦ બેઠકો ની માંગ સામે કેજરીવાલ એ ૧૦ થી ૧૫ બેઠકો આપવા જ જણાવતા સહમતિ સધાઈ ન હતી. હવે બલબીર રાજેવાલ જૂથ સાથે ના હરિયાણા ના ખેડૂત નેતા ગુરનામ ચઢે ની ટિકીટ હેંચણી માં ૨૫ બેઠકો ની માંગ કરી રહ્યા છે સાથી સંગઠનો ચત્ની ને માત્ર ૯ બેઠકો જ આપવા તૈયાર છે. તેમના જણાવ્યા મુજબ બલબીર રાજીવાલ સાથે અન્ય ૨૨ સંગઠનો જોડાયેલા છે. જ્યારે ગુરનામ ચટ્ની નું એક જ યુનિયન છે. આમ બેઠકો ની પ્રમાણસર હેંચણી મુજબ તેને ટિકીટ આપવા માં આવી રહી છે. જેમાં તેમને કોઈ પણ પ્રકાર ની સમસ્યા હોવી જોઈએ નહીં અને તેનો સ્વિકાર કરી લેવો જોઈએ. જ્યારે ચહુની જૂથ ના નેતા વડેચે જણાવ્યું હતું કે અમારી અલગ સંયુક્ત સંઘર્ષ પાર્ટી છે. અમારી સાથે અન્ય યુનિયનો પણ જોડાયેલા છે.

તેઓ પણ પાર્ટી પાસે થી ટિકીટ માંગી રહ્યા છે અમે સંયુક્ત સમાજ મોરચા સાથે ગઠબંધન માં છીએ તો તેમણે ટિકીટ ની ફાળવણી માં આ બાબત નો પણ ખ્યાલ રાખવો જોઈએ. ગુરનામ ચટુની એ કહ્યું હતું કે આંદોલન સમાપ્ત થયા પણ રાજેવાલ એ ચૂંટણી માં ભાગ લેવા નો નિર્ણય કર્યો તે વખતે મારી સાથે કોઈ વાત કરવા માં આવી ન હતી. હાલ માં માઝા વિસ્તાર ના છ સંગઠનો અમારી સાથે છે. પરંતુ રાજેવાલ જૂથ અમને યોગ્ય બેઠકો આપી રહ્યા નથી. તેઓ એ અમને અમારી જરુરિયાત પ્રમાણે ની ૨૫ બેઠકો આપવી જોઈએ. અન્યથા અમે તમામ બેઠકો ઉપર અમારા પોતાના ઉમેદવારો ને ઉભા રાખીશું. આમ ખેડૂત નેતાઓ માં પણ ટિકીટ ની વહેંચણી મામલે વિવાદ શરુ થઈ ગયો છે અને આ વિવાદ નું યોગ્ય નિરાકરણ આવે તેવું હાલ માં તો જણાતું નથી કારણ કે બન્ને પક્ષો પોતાની વાત ઉપર મક્કમ છે.આ ઉપરાંત આપ, અકાલિદળ અને ભાજપા પણ પોતપોતાની તૈયારીઓ સાથે ખાંડા ખખડાવી રહ્યા છે. આમ પંજાબ માં નિશ્ચિત રીતે ખેલાનારા બહુકોણીય ચૂંટણી જંગ માં ભાજપા પણ પ્રથમવાર અકાલી દળ સાથે ના દાયકાઓ જૂના ગઠબંધન ને છોડી ને પંજાબ માં પોતાની રાજકીય જમીન વિકtવી રહ્યું છે. જો કે ભાજપા જાણે છે કે પંજાબ માં સત્તા મેળવવી ભાજપા માટે હજુ સંભવ નથી પરંતુ હાલ ની રાજકીય પરિસ્થિતિ માં ભાજપા કિંગ ના બનાય તો કોઈ નહીં પરંતુ તેઓ કિંગ મેકર ની ભૂમિકા ભજવવા આતુર છે.

Leave a Reply

Your email address will not be published.