પાકિસ્તાન હિમવર્ષા માં ૨૬ ના મોત

પાકિસ્તાન માં થયેલી ભિષણ હિમવર્ષા એ પાછલા બે દાયકા ના તમામ રેકર્ડ તોડી નાંખ્યા છે. તેમાં પણ પાકિસ્તાન ના પર્યટન ૨ થી ળ મરી માં તાપમાન સ રિ| ય રે ! 8 | વ | ઉપરાંત ભિષણ હિમવર્ષા પગલે ૯ બાળકો સહિત ૨૬ પર્યટકો ના મોત થઈ ગયા હતા.પાકિસ્તાન ના પંજાબ ના રાવલપિંડી જીલ્લા માં મરી નામક હિલ સ્ટેશન સુવિખ્યાત છે. ભારત ના શિમલા ની માફક પાકિસ્તાન માં મારી પર્યટકો નું પ્રિય સહેલાણી સ્થળ છે. બારે માસ પર્યટકો થી ઉભરાતા આ મરી પર્યટન સ્થળ ઉપર પણ રેકર્ડ બ્રેક હિમવર્ષા થતા તેને રોડ રસ્તા ઉપર બરફ ના ઢગ છવાઈ જતા હજારો સહેલાણીઓ પોતના વાહનો માં રોડ ઉપર જ અટવાઈ ગયા હતા. હવામાન વિભાગે હિમવર્ષા ની આગહી કરેલી, જેના પગલે હજારો સહેલાણીઓ હિમવર્ષા ની મજા માણવા હિલ સ્ટેશને પહોંચી ગયા હતા. જો કે પાછલા ૧૫-૨૦ વર્ષો માં ના થઈ હોય તેવી ભિષણ હિમ વર્ષા થતા હજારો સહેલાણીઓ રસ્તા માં જ અટવાઈ ગયા હતા.

રસ્તા ઉપર બે થી અઢી ફૂટ ના બરફ ના થર માં ગાડીઓ ફસાઈ જતા પર્યટકો રસ્તાઓ ઉપર ગાડીઓ માં જ ફસાઈ ગયા હતા. પાકિસ્તાની સમાચાર સંસ્થા ના જણાવ્યા પ્રમાણે આ વિસ્તાર માં અંદાજે ૩૫૦૦ વાહનો બરફ માં અટવાઈ ગયા હતા. જ્યારે સતત ચાલુ | હિમ વર્ષા અને તાપમાન નો પાયો શૂન્ય ની નીચે – | ડિગ્રી ઉતરી જતા ઘણા પર્યટકો ના ગાડી માં જ ઠંડી માં ટૂંઠ વાઈ ને મોત થઈ ગયા હતા. અત્યંત શોક ની બાબત એ છે કે આવી ઠંડી માં માર્યા ગયેલા ૨૬ મૃતકો માં ૯ બાળકો નો સમાવેશ થાય માર્યા ગયેલા ૨૬ મૃતકો પૈકી એક જ કાર માં થી ૬ મૃતદેહો મળ્યા હતા જે પૈકી ત્રણ બાળકો ના હતા. હાલ માં રસ્તા ઉપર બરફ માં અટવાયેલા વાહનો કાઢવા, અને રસ્તા ઉપર થી બરફ હટાવવા સેના ની મદદ લેવાઈ રહી છે.

પાકિસ્તાન ના સૂચના મંત્રી ફવાદ ચૌધરી એ આવા આપત્તિકાળ માં પણ વિવાદીત નિવેદન કરતા લોકોને પોતાના ઘર માં જ બરફ એ કરવા નું મશીન ખરીદી લઈ એકબીજા ઉપર બરફ નો સ્પે કરી હિલ સ્ટેશનો થી દૂર રહેવું જોઈએ તેમ જણાવ્યું હતું. લોકો એ કોમન સેન્સ નો ઉપયોગ ના કરતા બહુ બધા લોકો પર્યટન સ્થળે પહોંચી ગયા જેના કારણે પ્રશાસન પણ તેમની મદદ ના કરી શક્યું તેમ કહી દોષ નો ટોપલો લોકો ના માથે ઓઢાડવા નો બાલિશ પ્રયાસ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published.