ભારત ની સુપર ડિસ્ટ્રોયર સબમરીન

ભારત ની મોદી સરકારે પાડોશી દેશો ચીન અને પાકિસ્તાન ની વધતી જતી સબમરીન શક્તિ ને જડબાતોડ જવાબ આપતા અત્યંત ચૂપકીદી થી પરમાણુ સંચાલિત સુપર ડિસ્ટ્રોયર સબમરીન લોંચ કરી દીધી હતી. અરિહંત વર્ગ ની આ ત્રીજી સબમરીન છે.વિશાખાપટ્ટનમ ના સિક્રેટ શિપ બિલ્ડીંગ સેન્ટર ઉપર થી ૨૩ મી નવેમ્બરે આ સબમરીન ને ગુપ્ત રીતે લોંચ કરવા માં આવી હતી. આ સબમરીન અરિહંત શ્રેણી ની અન્ય બે સબમરીન કરતા વજન માં વધારે, લગભગ ૮ હજાર ટન ની છે. અગાઉ આ જ શ્રેણી ની આઈએનએસ અરિધાર અને આઈએનએસ અરિહંત લોંચ કરાઈ હતી. ભારત ની ત્રીજી પરમાણુ સબમરીન ના લોન્ચિગ નો ખુલાસો બ્રિટન સ્થિત જેન્સ ડિફેન્સ વિકલીકે સેટેલાઈટ તસ્વીરો ના આધારે કર્યો હતો. સંરક્ષણ બાબતો ના આ મેગેઝીન એ નોંધ્યું હતું કે આ સબમરીન ને એક જગ્યા એ થી બીજી જગ્યાએ ખસેડવા માં આવી છે. આ સબમર્સિબલ બેલેસ્ટિક ન્યુક્લિયર સબમરીન (એસએસબીએન) આ અગાઉ ની આ શ્રેણી ની બન્ને સબમરીન કરતા વિશાળ છે. તે ૮ મિસાઈલ લોચ ટ્યુબ ફીટ છે કે જે લોંચ કરેલ બેલેસ્ટીક મિસાઈલ લઈ જઈ શકે છે. તેની રેન્જ ૩૫00 કિ.મી. ની છે અને તેની ઉપર ૨૪ કે-૧૫ મિસાઈલો તૈનાત કરી શકાય છે.

ભારત હાલ માં કે-૪ મિસાઈલો વિકસાવી રહ્યું છે જેનું ટૂંક સમય માં પરીક્ષણ પણ થવા ની સંભાવનાઓ છે. ભારત ની આ મિસાઈલો અને સબમરીન પૂર્ણ સ્વરુપે કાર્યરત થઈ જાય ત્યાર બાદ ભારતીય નૌકાદળ ચીન અને પાકિસ્તન ને દૂર થી જ નિશાને લેવાની ક્ષમતા હાંસલ કરી લેશે. આ કે-૪ મહા વિનાશક મિસાઈલ ભારત ના ડીઆરડીઓ અને પરમાણુ ઉર્જા વિભાગ ના સંયુક્ત પ્રતાપે નિર્માણ પામી છે. આ નવી પરમાણુ સંચાલિત સુપર ડિસ્ટ્રોયર સબમરીન માં ૮૨.૫ મેગાવોટ નું લાઈટ વોટર રિસ્પેક્ટર સ્થાપિત કરાયું છે. આ સબમરીન બનાવવા માં ભારતીય નેવી ને રશિયન વૈજ્ઞાનિકો અને ટેકનીકલ સ્ટાફે મદદ કરી હતી. ભારત આવી ચાર સબમરીનો પોતાના નૌકા કાફલા માં સામેલ કરવા ની યોજના ધરાવે છે. આ ઉપરાંત ભારત પાસે વધુ બે પરમાણુ સબમરીન નો વિકલ્પ પણ રહેશે.આમ ભારતે પાક. ચીન ની વધતી સબમરીન તાકાત સામે ભારતીય નૌકાદળ ને પણ પરમાણુ સંચાલિત સુપર ડિસ્ટ્રોયર સબમરીન લોંચ કરી ને પોતાની ક્ષમતા વધારી છે.

Leave a Reply

Your email address will not be published.