મલિક અને મિશ્રા સાથે ભાજપા લાચાર ?

ભાજપા પોતે એક શિસ્ત અને અનુશાસન ને ચુસ્ત અનુસરતી પાર્ટી હોવા ઉપરાંત વડાપ્રધાન મોદી ની ઈમેજ પણ એક કડક અને અનુશાસન પ્રિય શાસક ની રહી છે. જો કે ભાજપા ના જ ખુદ વડાપ્રધાન મોદી સામે બેફામ આરોપો લગાવતા મેઘાલય ના ગવર્નર સતપાલ મલિક તેમ જ લખીમપુર ખીરી હત્યાકાંડ મામલે વિવાદીત કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી આજય મિશ્રા ઉર્ફે ટેની ની હકાલપટ્ટી ના મુદ્દે ભાજપા અને મોદી ની ઈમેજ હવા માં ઓગળી જાય છે જમ્મુ-કાશ્મિર ના પૂર્વ અને હાલ ના મેઘાલય ના ગવર્નર સતપાલ મલિક અવારનવાર ભાજપા સરકાર અને હવે તો વડાપ્રધાન મોદી ઉપર જ સીધા પ્રહારો કરતા રહે છે. થોડા સમય અગાઉ જ સતપાલ મલિકે જમ્મુકાશ્મિર ના ગવર્નર હતા ત્યારે અંબાણી અને આરએસએસ ના સંબંધીત વ્યવસાયિકો દ્વારા જમ્મુ-કાશ્મિર માં બે સરકારી કામો મેળવવા આઠ આંકડા માં લાંચ ની ઓફર ની વાત કરી ને સનસનાટી મચાવી હતી. ત્યાર બાદ હાલ માં જ પોતે કૃષિ આંદોલન મામલે વડાપ્રધાન ની મુલાકાત કરી ત્યારે પાંચ જ મિનિટ માં ઝગડો થઈ ગયા નું જણાવવા ઉપરાંત વડાપ્રધાન મોદી ને ઘમંડી પણ ગણાવ્યા હતા.

જો કે સતપાલ મલિક સામે પગલા લેવા થી ભાજપા ને વડાપ્રધાન મોદી એટલા માટે બચી રહ્યા છે કે સતપાલ મલિક જાટ સમુદાય ના છે. પશ્ચિમી યુ.પી.માં ૨૨ જિલ્લાઓ માં ૧૪ ટકા જાટ વસ્તી છે જે સમુદાય એ ૨૦૧૪ ની લોકસભા ની ચૂંટણી માં ૭૭ ટકા અને ૨૦૧૯માં ૯૧ ટકા ભાજપા ની તરફેણ માં મતદાન કર્યું હતું. વળી સતપાલ મલિક નો યુ.પી.ના ખેડૂતો ઉપર પણ સારો પ્રભાવ છે. જ્યારે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ઉર્ફે ટેની એ તેમના પુત્ર આશિષ મિશ્રા નું લખીમપુર ખીરી હત્યાકાંડ મામલે શરુઆત માં જ્યારે નામ આવ્યું ત્યારે ટીવી ઈન્ટર્વ્ય માં જણાવ્યું હતું કે જો કોઈ હિંસાવાળી જગ્યા એ મારા પુત્ર ની હાજરી ના પુરાવા આપે તો હું મારા પદ ઉપર થી રાજીનામુ આપી દઈશ તેમ જણાવ્યા બાદ હવે તે પૂરવાર થયું હોવા છતા રાજીનામુ આપી નથી રહ્યા. જો કે અજય મિશ્રા યુપી ના બ્રાહ્મણ સમુદાય માં થી આવે છે. આ પૂર્વે યુ.પી.માં ગાડી પલટતા માર્યા ગયેલા વિકાસ દૂબે બાદ ભાજપા સરકાર તરફ થી બ્રાહ્મણ સમુદાય ઉપર અન્ય એક કાર્યવાહી થી સમુદાય ભાજપા થી નારાજ થવા નો ડર સતાવે છે. યુ.પી.માં બ્રાહ્મણ સમુદાય ની વસ્તી ૧૧ ટકા ની છે જે યુ.પી. વિધાનસભા ની ૪૦૩ બેઠકો પૈકી ૭૭ બેઠકો ઉપર પ્રભાવ ધરાવે છે.

૨૦૧૪ ની લોકસભા માં ૭૨ ટકા બ્રાહ્મણો ના વોટ તથા ૨૦૧૯ ની ચૂંટણી માં ૮૨ ટકા બ્રાહ્મણો ના વોટ ભાજપા ને મળ્યા હતા. ૨૦૧૭ ની વિધાનસભા ની ચૂંટણી માં પણ ૮૦ ટકા બ્રાહ્મણો ના મત ભાજપા ને મળ્યા હતા.આમ ભાજપા ની યુ.પી. વિધાન સભા ની ૨૦૨૨ ની ચૂંટણી કે ૨૦૨૪ ની લોકIભા ની ચૂંટણી અગાઉ જાટ સમુદાય કે બ્રાહ્મણ સમુદાય ને નારાજ કરવા માંગતા ના હોવા થી સતપાલ મલિક કે અજય મિશ્રા તેની ઉપર કોઈ પણ પ્રકાર ની કાર્યવાહી કરી રહ્યા નથી.

Leave a Reply

Your email address will not be published.