યુ.પી. ભાજપા માં ભડકો
યુ.પી.માં ચૂંટણી નો ચકરાવો ચગડોળે ચડ્યો છે. એક તરફ સ.પા. ના મળતિયાઓ ઉપર આઈ.ટી. ના દરોડા અને હજારી કરોડ ની નગદ ની ચર્ચાઓ છે ત્યાં બીજી તરફ યોગી મંત્રીમંડળ ના એક મંત્રી તથા બિલ્ડોર ના ધારાસભ્ય ભગવતી સાગર, બાંદાના ધારાસભ્ય બ્રિજેશ પ્રજાપતિ અને શાહજહાંપુરના ધારાસભ્ય રોશન લાલ કે જે તમામ એ રાજીનામા આપી દીધા છે આને કારણે ભાજપા માં પણ હડકંપ મચ્યો છે.૨૦૨૨ ની યુ.પી. વિધાનસભા ની ચૂંટણી અગાઉ યુ.પી. ની બન્ને પ્રમુખ રાજકીય પાર્ટીઓ – સમાજવાદી પાર્ટી અને ભાજપા માં કમઠાણ મચ્યું છે. કન્નોજમાં જૈન, અત્તર ના વ્યાપારી અને સમાજવાદી પાર્ટી ના એમએલસી ને ત્યાં પડેલા આવકવેરા ના દરોડા અને ૧૦૦૦ કરોડ થી અધિક ની સંપત્તિ ના ખુલાસા બાદ સ.પા. સાથે ગઠબધન ની નાની પ્રાદેશિક પાર્ટીઓ સમાજવાદી પાર્ટી થી અંતર રાખવા માંડી છે. સમગ્ર રાજ્ય માં પણ ટોટીભૈયા ઉર્ફે અખિલેશ યાદવ ની શાખ ઉપર ધબ્બો લાગ્યો છે. જ્યારે બીજી તરફ યોગી મંત્રીમંડળ ના મંત્રી સ્વામીપ્રસાદ મૌર્ય એ મંત્રીપદે થી રાજીનામુ રાજ્યપાલ આનંદીબ્લેન પટેલને સુપ્રત કર્યા બાદ પત્રકારો સાથે વાત કરતા યોગી કેબિનેટ માં થી દલિતો, પછાત, ખેડૂતો, બેરોજગાર યુવાનો તેમ જ નાના અને મધ્યમ કદ ના વ્યાપારીઓ પ્રત્યે ના ઘોર ઉપેક્ષિત વલણ ના કારણે રાજીનામુ આપ્યા નું જણાવતા યોગી મંત્રીમંડળ ઉપર આકરા પ્રહારો કર્યા હતા.
આ ઉપરાંત રાજ્યપાલ ને લખેલા રાજીનમાં પત્ર માં પણ રાજ્ય માં બેરોજગારી વદી રહી છે. સરકાર દલિતો અને પછાત વર્ગ ની | ઉપેક્ષા કરી રહી છે જેવા કારણો જણાવતા ભાજપા માં હલચલ મચી ગઈ છે. કેન્દ્રીય ગૃ હમંત્રી શ્રી અમિત શાહે યોગી મંત્રીમંડળ ના પૂર્વ મંત્રી સ્વામિ પ્રસાદ મૌર્ય તથા બિલ્લોર ના ધારાસભ્ય ભગવતી સાગર, બાંદાના ધારાસભ્ય બ્રિજેશ પ્રજાપતિ અને શાહજહાંપુરના ધારાસભ્ય રોશન લાલ કે જે તમામ એ રાજીનામાં આપી દીધા છે તેમને મનાવવા ની જવાબદારી નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યને સોંપી છે. અત્યારે જ્યારે વિધાનસભા ની ચૂંટણીઓ ની તારીખ પણ જાહેર થઈ ગઈ છે ત્યારે મંત્રી સહિત ચાર ધારાસભ્યો ના રાજીનામા બેશક યોગી મંત્રીમંડળ માટે ચૂંટણી માં મુશ્કેલી સર્જી શકે. વળી મંત્રી સ્વામિપ્રસાદ મૌર્ય એ જે કારણો જણાવ્યા છે તેનો ચૂંટણી પ્રચાર માં વિપક્ષો ફાયદો ઉઠાવવા નું નહીં ચૂકે. જો કે હવે એ જોવુ રસપ્રદ રહેશે કે નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્ય નારાજ ધારાભ્યો ને મનાવવા માં સફળ રહે છે કે કેમ? સ્વામિપ્રસાદ મૌર્ય તો સમાજવાદી પાર્ટી માં સામેલ થઈ ગયાની પણ ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. યુ.પી. વિધાનસભા ની ચૂંટણી અગાઉ યોગી મંત્રીમંડળ તેમ જ ભાજપા માં થી છેલ્લા ત્રણ દિવસો થી ધડાધડ રાજીનામા પડી રહ્યા છે. અત્યાર સુધી માં માત્ર ત્રણ દિવસો માં ત્રણ કેબિનેટ મંત્રીઓ સહિત ૧૪ ધારાસભ્યો એ કેસરિયો છોડી ચૂક્યા છે.
યુ.પી.માં જ્યારે કાનપુર અને કન્નોજ માં અત્તર ના વ્યાપારીઓ જે પૈકી એક તો સ.પા.ના એમએલસી પણ હતા તેમને ત્યાં આઈટી ના દરોડા અને તે દરમિયાન મળેલી અધધ કહેવાય તેવી કરોડો રૂા.ની નગદ રકમ અને હજાર કરોડ ની સંપત્તિ બાદ માં સ.પા. વિરુધ્ધ માહોલ બનતો જણાયો હતો. સ.પા. સાથે ના ગઠબંધન ના નાના પક્ષો પણ સ.પા. થી સલામત અંતર બનાવી રહ્યા હતા. જો કે ચાલુ સપ્તાહ ની શરુઆત થી જ ભાજપા ના યોગી સરકાર ના મંત્રીઓ સહિત ૧૪ ધારાભ્યો ના રાજીનામા કોઈ અલગ જ પ્રવાહ નો નિર્દેશ આપે છે. વળી મોટાભાગ ના મંત્રીઓ અને ધારાસભ્યો કમળ (ભાજપા) નો સાથ છોડી ને સાયકલ (સ.પા.) ઉપર સવાર થઈ ગયા છે. યોગી મંત્રીમંડળ માં થી રાજીનમા આપનારા સૌ પ્રથમ મંત્રી સ્વામીપ્રસાદ મૌર્ય, ત્યાર બાદ દારાસિંહ ચૌહાણ અને હવે ધરમસિંહ સૈની એ પણ યોગી મંત્રીમંડળ અને ભાજપા સાથે નો છેડો ફાડ્યો છે. રાજીનામા આપનારા લગભગ તમામ મંત્રીઓ અને ધારાસભ્યો એ એક સમાન આરાપો લગાવતા યોગી સરકાર દલિત, ગરીબ, વંચિત તથા બેરોજગાર યુવાઓ અને નાના ને મધ્યમ કદ ના વ્યાપારીઓ પ્રત્યે દુર્લક્ષ સેવવા ના આરપો લગાવ્યા છે. પૂર્વમંત્રી ધરમસિંહ ર્સની પણ ગવર્નર ને રાજીનામુ સોંપ્યા બાદ સીધા જ સમાજવાદી પાર્ટી ના નેતા અખિલેશ યાદવ ને મળવા પહોંચ્યા હતા.
યુ.પી. વિધાનસભા ની ચૂંટણી નો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે તેવા સમયે ભાજપા માં થી રોજ સરેરાશ લગભગ ૪-૫ ધારાસભ્યો ના અને કેબિનેટ મંત્રીઓ ના રાજીનામા બેશક ભાજપા માટે ચિંતાજનક બાબત જ ગણી શકાય. વળી સૌ પ્રથમ રાજીનામુ આપનારા કેબિનેટ મંત્રી સ્વામિપ્રસાદ મૌર્ય ને નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્ય સમજાવવા માં નિષ્ફળ રહ્યા બાદ સ્વામિપ્રસાદ મૌર્ય સામે જૂના કેસ ની તપાસ શરુ કરી તેમની ધરપકડ કરવા ના ચક્રો ગતિમાન કરાયા હતા. આથી વિફરેલા સ્વામીપ્રસાદ મૌર્ય એ દાવો કર્યો હતો કે અનેક ધારાસભ્યો તેમના સંપર્ક માં છે. ટૂંક સમય માં ભાજપા માં થી વધુ ધારાસભ્યો ના રાજીનામા પડશે. તદુપરાંત સ્વામિપ્રસાદ મૌર્ય એ યુ.પી.માં થી ભાજપા રૂપી સાપ અને આર.એસ.એસ.રપી નાગ ને સાફ કરી નાંખવા ની ભડાશ કાઢી હતી.જો કે ભાજપા માં થી મંત્રીઓ અને ધારાસભ્યો નો સમાજવાદી પાર્ટી તરફ શરુ થયેલા પ્રવાહ તેમ જ ઈમરાન મસુદ, રામ આંચલ રાજભર અને લાલજી વર્મા ના પણ સ.પા.માં જોડાવા થી સ.પા પક્ષ ના નેતાઓ અસહજ થઈ ગયા છે. તેઓ પક્ષ માટે પોતા ની બેઠક છોડવા તૈયાર નથી. આમ આવન ારા દિવસો માં અખિલેશ યાદવ માટે કયા નેતા ને કઈ બેઠક ઉપર થી ચૂંટણી લડાવવી તે નક્કી કરવું આસાન નહીં હોય.