વડાપ્રધાન ની સુરક્ષા અને એસ.પી.જી.
૧૩૫ કરોડ થી અધિક ની આબાદી ધરાવતા લોકતાંત્રિક દેશ ભારત ના અતિ લોકપ્રિય અને સત્તા ઉપર સતત પોતની બીજી ટર્મ માં પણ કાર્યરત વડાપ્રધાન મોદી ને તેમની ૫ મી જાન્યુ.૨૦૨૨ ની પંજબ યાત્રા દરમ્યિાન તેમની સુરક્ષા માં જે ચૂક થઈ, પંજાબ ના સંવેદનશીલ મનાતા વિસ્તાર માં, પાકિસ્તાન બોર્ડર થી માત્ર ૧૦ કિ.મી. દૂર ફિરોઝપુર જિલ્લા ના એક ફ્લાયઓવર બ્રિજ ઉપર વડાપ્રધાન ના કાફલા ને ૨૦ મિનિટ રોકી રખાયો તે સુરક્ષા માં ગંભીર ચૂક ઉપરાંત ભારત ના ઈતિહાસ ની પ્રથમ શર્મનાક ઘટના છે.આજ સુધી કોઈ વડાપ્રધાન નો કાફલો આ રીતે અતિ સંવેદનશીલ વિસ્તાર માં ૨૦ મિનિટ માટે રોકાયો નથી. પંજાબ ના ફિરોઝપુર જીલ્લા નો હુસેનીવાલા વિસ્તાર ન માત્ર પાક. સરહદ નજીક હોવા થી સંવેદનશીલ છે પરંતુ સપ્ટે. ૨૦૨૧ માં અહીંજ થયેલા બોબવિસ્ફોટ, સરહદ પાર થી ડ્રોન દ્વારા ઉતારાતા શસ્ત્રો અને ટિફિન બોંબ આ વિસ્તાર માં સામાન્ય બાબત છે.
હવે આ સમગ્ર કેસ માં અમુક બાબતો ખૂબ ધ્યાન ખેંચતી છે જેવી કે ભટિંડા એરપોર્ટ ઉપર પ્રોટોકોલ પ્રમાણે પણ મુખ્યમંત્રી નું ઉપસ્થિત ના રહેવું. વડાપ્રધાન પૂર્વ નિર્ધારીત હેલિકોપ્ટર થી ખરાબ હવામાન ના કારણે ના જઈ શક્યા અને રોડ રસ્તે જતા હોવા ની જાણ કહેવાતા આંદોલનકારી પ્રદર્શનકારીઓ ને અગાઉ થી થઈ જવી. એસપીજી ને રોડ પ્રવાસ માટે ગ્રીન સિગ્નલ – સબ સલામત સ્થાનિક એસ.એસ. પી. દ્વારા અપાવું, સૌથી આશ્ચર્યજનક રીતે તેમ જ સમગ્ર ઘટનાક્રમ પૂર્વયોજીત ષડયંત્ર હોવા ની બૂ આવે તેવું વડાપ્રધાન ના કાફલા માં પ્રોટોકોલ પ્રમાણે ડીજીપી અને પ્રિન્સિપલ સેક્રેટરી ની ખાલી ગાડીઓ નું સામેલ થવું જ્યારે કે ડીજીપી અને પ્રિન્સિપલ સેક્રેટરી બન્ને ની અનઉપસ્થિતિ હોવી તેમ જ ઘટનાસ્થળે થી મુખ્યમંત્રી ચન્ની નો ફોન ઉપર સંપર્ક કરાતા ફોન ના ઉપાડવો કે કોઈ પ્રત્યુત્તર ના આપવો. આ તમામ કોઈ સામાન્ય વાત નથી પરંતુ દેશ ના વડાપ્રધાન ની સુરક્ષા સાથે જોડાયેલી અતિ ગંભીર બાબત છે.
દેશ ના વડાપ્રધાન ની સુરક્ષા માં ચૂક જેવી અતિ ગંભીર બાબત હોવા છતા વડાપ્રધાન ના કાફલા એ ૨૦ મિનિટ ફ્લાયઓવર ઉપર રોકાયા બાદ યુ ટર્ન મારી પરત ફરવું પડ્યું અને પ્રવાસ ટૂંકાવી દિલ્હી પરત ફરવા નો નિર્ણય લેવો પડ્યો. આ સમયે પણ ભટિંડા એરબેઝ ઉપર વડાપ્રધાન મોદી એ સ્થાનિક અધિકારી ને “તમારા મુખ્યમંત્રી ને મને ભટિંડા એરપોર્ટ જીવતો પાછો જવા બદલ આભાર કહેજો.” ના શબ્દો જ ઘણું બધું કહી જાય છે. જો કે પંજાબ કોંગ્રેસ ના અમુક નેતાઓ ખૂબ જ નિંદનીય અને ધૃણાસ્પદ રીતે આની ઉજવણી કરી રહ્યા હતા. એક કોંગ્રેસી નેતા એ ટ્વિટ કરતા મજાક ઉડાવતા પોસ્ટ કર્યું હતું કે મોદીજી ! હાઉઝ ધ જોશ? જ્યારે ટીએમસી ના ડૉ. રિજુ દત્તા એ ટ્વિટ કર્યું હતું કે પંજાબ ને ઔકાત દિખા દી. જ્યારે પંજાબ ના મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ સહિત અનેક કોંગ્રેસી નેતાઓ વડાપ્રધાન મોદી ની ફિરોઝપુર રેલી માં ૭૦,૦૦૦ ની જગ્યાએ માંડ ૭00 માણસો જ ઉપસ્થિત હોવા નો, રેલી નો ફલોપ-શો થવા થી આબરુ જવા ની બીકે વડાપ્રધાન પરત ફરી ગયા હોવાનું અને સુરક્ષા મામલે માત્ર નૌટંકી હોવાનું જણાવ્યું હતું. જો કે રેલી ના સ્થળે વરસાદ હોવા છતા ઉમટેલી ભીડ તેમ જ રેલી ના સ્થળે જતી બસો ને પંજાબ પોલિસે નાકાબંધી કર્યા ના વિડીયો સોશ્યિલ મિડિયા માં વહેતા થતા મુખ્યમંત્રી ચન્ની અને કોંગ્રેસ ના ખોટા બયાનો નો જબરો – ફિયાસ્કો થયો હતો.
પંજાબ કોંગ્રેસ સમગ્ર ઘટનાક્રમ સામાન્ય બાબત અને ભાજપા દ્વારા ખોટો ઉહાપોહ મચાવાતો હોવા નો જ પ્રચાર કરતા હતા. જ્યારે પંજાબ ના જ નિવૃત્ત ૨૪ જેટલા ડી.આઈ.જી., આઈ.જી., ડી.જી.પી. કક્ષા ના આઈપીએસ અધિકારીઓ એ સમગ્ર ઘટનાક્રમ ને વડાપ્રધાન ની સુરક્ષા માં ગંભીર ચૂક અને પંજાબ માટે અત્યંત શર્મનાક બાબત ગણાવી હતી. જ્યારે ભારતભર માં આના પગલે તીવ્ર જનાક્રોશ ફાટી નિકળ્યો હતો. વડાપ્રધાન પણ નવી દિલ્હી પહોંચી ને રાષ્ટપતિ ને સમગ્ર ઘટનાક્રમ થી અવગત કરાવ્યા હતા.કેન્દ્રીય ગૃહમંત્રાલયે પજાબ સરકાર પાસે વિસ્તૃત રિપોર્ટ માંગવા ઉપરાંત ત્રણ સભ્યો ની કમિટી બનાવી તપાસ આરંભી હતી જ્યારે પંજાબ સરકારે પણ ઘટના ની તપાસ માટે સમિતિ ની રચના કરી હતી. જો કે સમગ્ર મામલો સુપ્રિમ કોર્ટ માં પહોંચતા સુપ્રિમ કોર્ટ કેન્દ્ર અને રાજ્ય સરકાર ની સમિતિઓ ને તપાસ કરતી અટકાવી તપાસ પોતાના હસ્તકલઈ લીધી હતી. હવે જે અમુક લોકો વડાપ્રધાન પરત ફર્યા તેની મશ્કરી કરતા હતા તેમના ગાલે સણસણતો તમાચો પડે તેવા સમાચાર મ્હાર આવ્યા હતા કે વડાપ્રધાન એ તેમની સુરક્ષા માં રહેલા એસપીજી કમાન્ડો ને ફાયરીંગ કરવા ની ના પાડી હતી.
વાસ્તવ માં વડાપ્રધાન મોદી ની સુરક્ષા માં રહેલા એસપીજી કમાન્ડો વિશ્વ ના સૌથી ઘાતક હથિયારો થી સજ્જ હોય છે. વડાપ્રધાન ની કાર તો બુલેટ અને બોંબ પ્રુફ હોય છે જ પરંતુ જો વડાપ્રધાન ઉપર હુમલો થવા ની નોબત આવે તો આ કમાન્ડો પલક ઝપકતા હુમલાખોરો ની લાશો નો ઢગલો ખડકી દેવા સક્ષમ હોય છે. આમ વડાપ્રધાન નો કાફલો તે દિવસે યુ ટર્ન મારી ને પરત ફર્યો તે પ્રદર્શનકારીઓ ના ડર ના કારણે નહીં, પરંતુ સંભવિત પ્રદર્શનકારીઓ અને એસપીજી કમાન્ડો વચ્ચે ના ઘર્ષણ ને ટાળવા માટે અન્યથા એસપીજી લાશો નો ઢગલો ખડકી નાખત. હવે સુપ્રિમ કોર્ટ પોતાની સીધી નજર હેઠળ વડાપ્રધાન ની સુરક્ષા માં ચૂક ના મામલે સમિતિ રચી તપાસ કરી રહી હોય તો ટૂંક સમય માં જ ઘટનાક્રમ ની માહિતી અને તેમાં સંડોવાયેલા લોકો ના નામ જાહેર થયા વગર રહેવા ના નથી. વળી સુપ્રિમ માં સુનાવણી શરુ થવા ની હતી તેના આગલા દિવસે સુપ્રિમ કોર્ટ ના જ ૫૦ ખૂબ નામાંકીત વકીલો તે ઈન્ટરનેશનલ કોલ આવ્યા હતા અને આ ફોન કોલ્સ માં વડાપ્રધાન ની સુરક્ષા માં છીંડા પાડવા ની જવાબદારી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન એસએફજે (શીખ ફોર જસ્ટિસ) એ જવાબદારી ઉપાડી હતી.