સમાચારો સંક્ષિપ્ત માં
-જ્યારે એપસીઆરએ નું લાયસન્સ રિન્યુ કરવાની અરજી માં યોગ્ય શરતોનું પાલન ના થયું હોવાની અરજી સરકારે ફગાવ્યા બાદ સંસ્થા તરફથી સમીક્ષા કરવા માટેનું કોઈ જ આવેદન મળ્યું નથી. આમ કેન્દ્ર સરકારે મમતાના દાવાને ખોટો ને ભૂલભરેલો ગણાવી ફગાવી દીધો હતો.
-પાકિસ્તાને પ્રથમવાર સત્તાવાર રીતે તાલિબનનો વિરોધ કર્યો હતો. પાક. ના સૂચના મંત્રી ફવાદ ચૌધરીએ સોમવારે અફઘાનિસ્તાનમાં તાલિબાની સરકારે જાહેર સ્થળો ઉપર મહિલાઓને નિયત અંતરથી અધિક એકલી યાત્રા કરવા ઉપર મુકેલા પ્રતિબંધની ટીકા કરી હતી. ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે આવી પતનશીલ વિચારધારા પાકિસ્તન માટે ખતરો છે. રાષ્ટ્રપતિ જિલ્લા ક્યારેય ઈચ્છતા ન હતા કે પાકિસ્તાન ધાર્મિક રાજ્ય બને અને તેમની જીવનશૈલી તે લોકો સાથે મેચ નથી થતી.
– અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તા ઉપર આવ્યા બાદ થી એક પછઈ એક તાલિબાની નિર્ણયો લઈ રહ્યા છે. હવે તેમણે લોકશાહી માટે ચૂંટણી પંચને બિનજરુરી ગણાવ્યું હતું. અફઘાનિસ્તાન ના ચૂંટણી પંચને વિખેરી ના’ખતા તેમણે જણાવ્યું હતું કે લોકશાહી માટે તે બિનજરુરી છે.
– આર્ટ ઓફ લિવિંગના શ્રી શ્રી રવિશંકર ના ચુસ્ત અનુયાયી અને દેશ-વિદેશમાં ખૂબ લોકપ્રિયતા મેળવેલ સ્વામી ઋષિ નૃ ત્યપ્રજ્ઞાજી કોરોના સામેનો જંગ હારી જતા તેમણે મહાપ્રયાણ કર્યું હતું. સદાય સૌનો હસતો ચહેરો જોવા માંગતા સ્વામીજીએ દેશ-વિદેશમાં આર્ટ ઓફ લિવિંગ અને સુદર્શન ક્રિયાનો લગભગ ૬૦ દેશોની યાત્રા કરીને પ્રચાર-પ્રસાર કર્યો હતો. તેમની અંતિમ વિધિ વડોદરા ખાતે સંપન્ન કરાઈ હતી.
– ઉત્તરપ્રદેશના વારાણસી ખાતે સહકારી ડેરીના શ્રીગણેશ કરતા ગુજરાતના બનાસ ડેરીના થયેલા ખાતમુહૂર્ત પ્રસંગે ગુજરાતની સહકારી ડેરીના ચેરમેનોએ વડાપ્રધાન મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. વડાપ્રધાન મોદીએ ગુજરાત ડેરી ઉદ્યોગ અને પશુપાલનની ચર્ચા કરી તે ક્ષેત્રમાં વધુ સારુ કામ કરવા માર્ગદર્શન આપેલું હતું.
– ગુજરાતમાં વધતા ઓમિકોન અને કોરોના કેસની સ્થિતિમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ ઓચિંતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. હેલી સવારે હોસ્પિટલ પહોંચી જઈને સારવાર લઈ રહેલા દર્દીઓ સાથે તેમ જ હોસ્પિટલના કર્મચારીઓ સાથે વાતચીત કરી પરિસ્થિતિ જાણી હતી. આ ઉપરાંત સાફસફાઈ, દવાઓ તેમ જ અન્ય સુવિધાઓ બાબતે પણ જાતમાહિતી મેળવી હતી.
– ગુજરાતના નર્મદા તટે શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા વારાણસી ખાતે યોજાતી ગંગા આરતીની માફક નર્મદા તટે નવનિર્મિત ગોરા ઘાટ ખાતે નર્મદા મહાઆરતીની શુભ શરુઆત કરવામાં આવી હતી. આ સાથે જ યાત્રિકો માટે ૬:૪૫ વાગ્યે સોઉ પ્રોજેક્શન મેપિંગ લેસર શો અને ૭ઃ૧૫ વાગ્યે તે પૂરો થાય ત્યારબાદ ૭:૩૦ વાગ્યે નર્મદાની મહાઆરતીના દર્શનનો લાભ લઈ શકશે.
-બેંગ્લોરથી ભાજપાનાયુવાતેજતર્રાર સાંસદ તેજસ્વી સૂર્યાએ ટ્વિટ કરેલા એક વિડીયોમાં કહ્યું હતું કે જબરદસ્તી હોય કે છેતરપિંડી કરીને અથવા લાલચ અથવા અન્ય કોઈ પણ કારણસર હિન્દુધર્મ છોડીને મુસ્લિમ તથા ઈસાઈ ધર્મના લોકોને હિન્દુધર્મમાં ઘરવાપસી કરવા માટે સલાહ આપી હતી. તેમના જણાવ્યા પ્રમાણે હિન્દુઓના પુનરોધ્ધાર માટે આ એક માત્ર વિકલ્પ છે. પોતાના માતુ ધર્મ ને છોડીને જતા રહેલા તમામ લોકોને હિન્દુ ધર્મમાં ઘરવાપસી કરાવવા માટે તમામ મંદિરો અને મઠોને પણ વાર્ષિક લક્ષ્યાંક અપાવવો જોઈએ. ૨૦૧૪ પછી ભારત પ્રથમવાર લગભગ ૭૦ વર્ષો ના કોલોનિયલ હેંગઓવર બાદ પોતાને સંભાળી રહ્યું છે. ૨૫ મી ડિસે. એ ઉડુપી મઠ ખાતે ના એક કાર્યક્રમમાં તેમણે આ સંબોધન કર્યું હતું.
– ગુજરાતમાં ભાજપાના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે થયેલા ઘર્ષણ બાદ જેલમાં બંધ આપ ના નેતાઓને મુક્ત કરવાની માંગ સાથે ઉપવાસ ઉપર બેઠેલા આપ નેતા અને ઉદ્યોગપતિ મહેશ સવાણીની ત્રણ દિવસ બાદ તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ઉપવાસના કારણે સુગર લેવલ ઘટી જતા તેમને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા.
– વિશ્વભરમાં ફરી કોરોના મહામારીએ માઝા મુકી છે. તેમાં પણ બ્રિટન, ફ્રાન્સ અને ઈટાલિમાં રેકર્ડબ્રેક કેસો નોંધાયા છે. હાલમાં હાહાકાર મચાવી રહેલા કોરના મહામારી માં ઓમિકોન વેરિયન્ટની ભૂમિકા મહત્વની છે. જો કે અમેરિકા પણઆ યાદીમાં આગળ પડતું જ સ્થાન ધરાવે છે અને તેમાં પણ હાલમાં જ જાણવા મળેલા વેરિયન્ટના નવા સંક્રમણથી ડોલ્મિકોન થી સૌ ચિંતત છે. ઓમિકોન અને ડેલ્ટા વેરિયન્ટ થી બનેલા નવા વેરિયન્ટ ડોલ્મિક્રોન વિષે વિશેષ માહિતી મેળવાઈ રહી છે. ઓમિક્રોન વેરિયન્ટ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જો કે તેમાં રાહતની બાબત એ છે કે તેના કારણે મૃત્યુ ની સંખ્યા ઘણી ઓછી છે. સઘળા દેશોએ ફરી જાહેર સ્થળો ઉપર માસ્ક, સોશ્યિલ ડિસ્ટન્સીંગ અને સેનેટાઈઝર નો ઉપયોગ શરુ કરાવ્યો છે.
– ભારતમાં વધતા જતા કોરોના સંક્રમણના પગલે વડાપ્રધાન મોદીએ ગુરુવારે સાંજે ૪.૩૦ વાગ્યે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ લીંગથી વાતચીત કરી હતી. આ અગાઉ રવિવારે પણ વડાપ્રધાન મોદીએ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે મિટીંગ યોજીને રોગચાળાને પહોંચી વળવા માટેની તૈયારીઓ અંગેનો અહેવાલ લીધો હતો.
– સૈન્ય દિવસ ની પૂર્વ સંધ્યાએ ભારતીય સૈન્યના વડા એમ.એમ.નરવણે એ પાકિસ્તાન સાથે ગત ફેબ્રુઆરીમાં શસ્ત્ર વિરામના કરાર કર્યા હોવા છતા આતંકીઓને સરહદ પાર કરાવવાનું ચાલુ જ રાખ્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે પાકિસ્તન હાલમાં પણ પ્રોક્સીવોર ખેલી રહ્યું છે. હાલમાં પણ પાકિસ્તાને સરહદ ઉપર ૪00 જેટલા આતંકીઓને ઘુસણખોરી માટે તૈયાર રાખ્યા છે.