સેલ્ફી ટીઝર આઉટ

બોલિવુડ ના ફિલ્મી રસિયા ઓ ને ફરી એક વાર બોલિવુડ ના ખિલાડીકુમાર અક્કી ઉર્ફે અક્ષયકુમાર અને સિરિયલ કિસર ઈમરાન હાશ્મિ ને એક સાથે જોવા નો લ્હાવો આગામી ફિલ્મ સેલ્ફી માં જોવા મળશે.બોલિવુડ ના ધરખમ બેનર ધર્મા પ્રોડકશન ના બેનર હેઠળ બની ૨ હ લી | ફ ૯ મ સેલ્ફી નું ધમાકેદાર ટિઝર લોંચ કરાયું હતું. અક્ષયકુમારે સોશ્યિલ મિડીયા માં ફિલ્મ નું ટિઝર શેર કરતા ટ્વિટ કર્યું હતું કે સેલ્ફી તમને મનોરંજન હાસ્ય તથા ભાવના ની સફર ઉપર લઈ જશે. આ ફિલ્મ નુ શુટિંગ ટૂંક સમય માં શરુ થશે. અક્ષયે ફિલમ સેલ્ફી નું પ૩ સેકન્ડ નું ધમાકેદાર ટિઝર રિલિઝ કરવા ઉપરાંત ઈન્ટગ્રામ ઉપર અક્ષય અને ઈમરાન હાર્મિએ હાઈવે ઉપર બાઈક ઉપર બેસી ને સેલ્ફી લેતા બન્ને સ્ટાર્સ નો ફોટો પણ અપલોડ કર્યો હતો.

વાસ્તવ માં આ ફિલ્મ મલયાલમ સુપરસ્ટાર પૃથ્વીરાજ ની ૨૦૧૮ માં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ ડ્રાઈવિંગ લાયસન્સ ની હિન્દી રિમેક છે. આ ઓરિજીનલ ફિલ્મ ૩ કરોડમાં બની હતી અને બોક્સ ઓફિસ ઉપર ધૂમ મચાવતા ૩૦ કરોડ નો ધંધો કર્યો હતો. જો કે હવે હિન્દી રિમેક સેલ્ફીને કરન જોહર ની ધર્મા પ્રોડક્શન, મલયાલી સુપરસ્ટાર તેમ જ પ્રોડ્યુસર પૃથ્વીરાજ સુકુમારન અને કેપ ઓફ ગુડ ફિ ૯સા પ્રોડયુસ કરી રહ્યા છે. જ્યારે આ ફિલ્મ ને રાજ મેહતા ડિરેક્ટ કરશે. રાજ મહેતા એ આ અગાઉ અક્ષયક_માર સાથે ફિલ્મ ગુડ ન્યુઝ બનાવી હતી જે પણ ખૂબ સફળ ફિલ્મ હતી. જો કે અક્ષયકમાર સેલ્ફી નું શુટિંગ ચાલુ કરશે ત્યારે તેની ૨૦૨૨ ની અન્ય ફિલ્મો બડે મિયા છોટે મિંયા તેમ જ ધ એન્ડ ના પણ બેક ટુ બેક શુટિંગ ચાલશે. બોલિવુડ ના અતિ વ્યસ્ત કલાકાર અક્ષયકુમાર દર વર્ષ ૪ થી પ ફિલ્મો રિલીઝ થાય તેવી ગણતરી થી જ ફિલ્મો સાઈન કરતો રહે છે.

Leave a Reply

Your email address will not be published.