અદ્ભૂત વિજ્ઞાની નિકોલા ટેસ્લા

૧૯ મી સદી ના અભૂત વિજ્ઞાની અને તે સમય ના ઘણા જાણિતા વૈજ્ઞાનિકો થી પણ વધારે પ્રતિભાશાળી પરંતુ ઓછા વ્યવસાય લક્ષી નિકોલા ટેસ્લા એ ઘણી અભૂત શોધો કરી હતી. જ્યારે ૧૦૦ વર્ષ અગાઉ અત્યારે સામાન્ય ગણાતી ટેકનોલોજી જેવી કે રેડીયો, ડ્રોન, વાઈફાઈ, ઈલેક્ટ્રીક કાર, ટેસ્લા કોઈલ એસી કરકંટ અને એક્સ-રે ટેકનોલોજી ના તેઓ જન્મદાતા હતા. ન્યુયોર્કના નાયગ્રા ધોધ ના પ્રથમ હાઈડ્રોલિક પાવર પ્લાન્ટ ની ડિઝાઈન તેમણે જ તૈયાર કરી હતી.નિકોલસ ટેસ્લા વિશ્વ ના એવા મહાનતમ વિજ્ઞાની હતા જેમનું જીવન અનેક ચઢાવ-ઉતાર થી ભરપૂર હતું. વિશ્વ ના જાણિતા મહાન વૈજ્ઞાનિકો માં થી ભાગ્યે જ કોઈ નું જીવન તેમની જીંદગી ના ઉતરિ-ચઢાવ જેટલું રહ્યા હશે. પોતાના જીવન ના અંતિમ સમય માં પૈસા અને આદર થી વંચીત આ વિજ્ઞાની ને તેમણે પોતાની શોધ અને સિધ્ધિઓ માટે જે આદર ની ઝંખના હતી કે જે આદર ના તેઓ હક્કદાર હતા તે તેમના નિર્વાણ ના સેંકડો વર્ષો બાદ મળી.

જો તેમની શોધ અને સિદ્ધિઓ ઉપર તે જ સમે યોગ્ય ધ્યાન આપ્યું હોત તો, ૧૯૪૩ માં તેમના મૃત્યુ પહેલા જ ૨૧ મી સદી ની ઘણી ક્રિાંતિકારી મનાતી શોધ ત્યારે જ થઈ ગઈ હોત અને તો વિશ્વ આજે છે તેના કરતા પણ વિજ્ઞાન અને ટેકનોલોજી માં ઘણુ આગળ હોત. નિકોલા ટેસ્લા નો જન્મ ૨૦ જુલાઈ,૧૮૫૬ માં ક્રોએશિયા માં થયો હતો. તેઓ સર્બિયન રુઢિવાદી પાદરી ના પુત્ર હતા. બાળપણ થી જ ખૂબ જ પ્રતિભાશાળી, ૧૯ વર્ષ ની ઉંમરે ઓસ્ટ્રીયા માં ઈલેક્ટ્રિકલ, મિકેનિકલ અને ફિઝિકલ એનિ-ર જનિયરીંગ માં . ભણ્યા. અત્યંત હેરતઅંગેજ વાત એ છે કે તેઓ વિજળી બલ્બ ના શોધક થોમસ આલ્વા એડીસન ના સહાયક પણ હતા. શરુઆત માં પેસા ની તંગી ના કારણે અભ્યાસ બાદ ટેલિગ્રાફ કંપની માં કામ કરવું પડ્યું. આ પ્રખર પ્રતિભાશાળી વિજ્ઞાની ટેસ્લા નું મગજ ફોટોગ્રાફિક હતું. તેઓ એકવાર જે પણ વસ્તુ જોતા તે તેમને એવી યાદ રહી જતી કે જાણે દિમાગ માં અંકિત થઈ ગઈ હોય.

૮ ભાષાઓ ના જાણકાર એવા આ વિજ્ઞાની એ ટેલિગ્રાફ કંપની ની નોકરી દરમિયાન પણ ટેલિફોન એમ્પિલફાયર ને રિડિઝાઈન કર્યું. આ દરમ્યિાન તેમની આ શોધ થી પ્રભાવિત એડિસને તેમને પોતાના જનરેટર અને મોટર ને વધુ સારી બનાવવા પડકાર ફેંક્યો. તેમણે કહ્યું હતું કે જો તે આમ કરવા માં સફળ થશે તો તેઓ તેને હજારો ડોલર આપશે. ટેસ્લા એ આમ કરી બતાવ્યું, પરંતુ થોમસ એડીરૂ ન પોતાના વચન માં થી ફરી ગયા. આ કારણે એડીસન અને ટેસ્લા વચ્ચે મતભેદ થયા. જો કે ટેસ્લા ને તેની બહુ મોટી કીમત ચુકાવવી પડી- જીવનભર ટેસ્લા એ એડી મન ની નોકરી છોડી અને પોતાની કંપની શરુ કરી. જ્યાં તેમણે સદી ની સૌથી મોટી શોધ એ.સી. કરંટ સિસ્ટમ ની કરી હતી. જો કે થોમસ એડીસન ડીસી સિસ્ટમ ની તરફેણ માં હતા. આગળ જતા તેમની વચ્ચેનું એ.સી. ડી.સી. યુધ્ધ વિજ્ઞાન જગત નું સૌથી પ્રખ્યાત યુધ્ધ બની ગયું. જો કે આખરે નિકોલા ટેસ્લા નો વિજય થયો. ટેસ્લા ની એ.સી. કરંટ સિસ્ટમ ના કારણે જ વિજળી ને એક જગ્યા એ થી બીજી જગ્યા એ સરળતા થી લઈ જવા માં સફળતા મળી. આ ઉપરાંત ટેસ્લા ની અન્ય ક્રાંતિકારી શોધ માં રેડિયો, એક્સ-રે ટેકનોલોજી, ટેસ્લા કોઈલ, ઈલેક્ટર્ડ મોટર સામેલ હતી.

આ ઉપરાંત વિશ્વભર માં પ્રસિધ્ધ રેડિયો ની શોધ જી.માર્કોની એ નહીં પણ ટેસ્લા એ કરી હતી.યુ.એસ.ની સુપ્રિમ કોર્ટે માર્કોની ની રેડિયો ની શોધ ને અમાન્ય ઠેરવી હતી. ટેસ્લા એ ૧૮૯૮ માં ટેસ્લા કોઈલ્સ ની શોધ કરી હતી. આ એક પ્રકાર ની ઈલેક્ટ્રિક સર્કિટ છે જેના થકી ઓછા કરંટ અને હાઈ વોલ્ટેજ ધરાવતી ઉર્જા પેદા કરી શકાય છે. ટેસ્લા કોઈલ્સ નો ઉપયોગ આજે પણ ટીવી, વાયરલેસ ટ્રાન્સ મિશન અને અન્ય ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણો માં થાય છે. ટેસ્લા એ ભવિષ્યવાણી કરી હતી કે સમગ્ર વિશ્વ માં એક દિવસ ટેલિફોન સિગ્નલ, સંગીત ની ફાઈલો, દસ્તાવેજો, વિડીયો મોકલવા માટે વાયરલેસ ટેકનDલોજી નો ઉપયોગ થશે. તેણે ૧૯૨૬ માં અમેરિકી મેગેઝીન ને આપેલા એક ઈન્ટવ્યું માં જણાવ્યું હતું કે તસ્વીરો, સંગીત અને વિડીયો ટ્રાન્સમીટ કરવા ના પોતાના આઈડીયા ને પોકેટ ટેકનોલોજી નામ આપ્યું હતું. આમ સ્માર્ટફોન ના જન્મ ના ૧૦૦ વર્ષ પૂર્વે જ તેમણે તેની ભવિષ્યવાણી કરી દીધી હતી. વર્ષ ૧૮૯૮ માં જ ટેસ્લા એ તાર વગર અને રિમોટ થી નિયંત્રીત થતા આઉટોમેશન પ્રદર્શિત કર્યા હતા. ટેસ્લા માનતા હતા કે એક દિવસ રિમોટ થી ચાલતા મશીનો માણસ ના જીવન નો અગત્ય નો ભાગ બની જશે. તેમણે એક એવા ઉપકરણ નું પણ નિર્દેશન કર્યું હતું જે વાયરલેસ રિમોટ વડે નિયંત્રિત કરી શકાય.

આજે આ ઉપકરણ આપણે ડ્રોન ના નામે ઉપયોગ માં લઈએ છીએ. આ ઉપરાંત વિજ્ઞાન હજુ સુધી ત્યાં સુધી નથી પહોંચી શક્યું તેની પણ કલ્પના ટેસ્લા એ કરતા ભવિષ્યવાણી કરી હતી કે વાયરલેસ પાવર નો સૌથી મહત્વપૂર્ણ ઉપયોગ ઇંધણ વગર ના ઉડનારા મશીનો માં થશે જે લોકો ને ન્યુયોર્ક થી યુરોપ માત્ર થોડા કલાકો માં જ પહોંચાડી દેશે. જો કે હજુ આજ દિન સુધી ઈંધણ વગર ઉડનારા અને માત્ર વીજળી થી ચાલનારા વિમાનો હજુ આજે પણ ભવિષ્ય ની વાત છે.જિનિયસ લોકો ની ખાસિયત મુજબ ટેસ્લા પણ પોતાની ઘેલછા ને પોતાના જીવન નો ધ્યેય બનાવી ને તેની પાછળ પડી જતા હતા. જ્યારે કોઈ પણ પ્રોજેક્ટ ઉપર ટેસ્લા કામ કરી રહ્યા હોય ત્યારે તેનો પ્લાન કે પ્રોજેક્ટ અંગે નું ડ્રોઈંગ ભાગ્યે જ પેપર ઉપર નોંધતા. સઘળી વાતો તેમના દિમાગ માં જ સંઘરાયેલી રહેતી. વર્ષ ૧૯૦૦ માં ટેસ્લા એ તેમના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ઉપર કામ કરવા નું શરુ કર્યું. તેઓ વૈશ્વિક વાયરલેસ કોમ્યુનિકેશન સિસ્ટમ વિકસાવવા માંગતા હતા. આ યોજના સમગ્ર વિશ્વ સાથે માહિતી શેર કરવા ની તથા વિશાળ ઈલેક્ટ ટાવર થી સમગ્ર વિશ્વ ને મફત માં વીજળી આપવા ની હતી.

આ માટે તેમણે રોકાણકારો ના જૂથ પાસે થી ભંડોળ મેળવ્યું ૧૯૦૧ માં ન્યુયોર્ક ના લોંગ આઈલેન્ડ ના મદુશ માં એક ભવ્ય ટાવર બનાવવા ૧.૫ મિલિયન ડોલર ની નાણાંકીય સહાય પણ મેળવી. જ્યારે મેકોર્ની એ એન્ડ્રુ કાર્નેગી અને થોમસ એડીસન ના આર્થિક સહયોગ થી તેમની ઉઠાંતરી કરેલી) રેડિયો ટેકનોલોજી માં નોંધપાત્ર પ્રગતિ કરી. હવે તેમના ખુદ ના રોકાણકારો તેની યોજના ઉપર શંકા કરવા લાગ્યા. ટેસ્લા પાસે પ્રોજેક્ટ છોડી દેવા સિવાય અન્ય કોઈ વિકલ્પ ન હતો. ટેસ્લા ને ૧૯૧૭ માં નાદાર જાહેર કરાયા. તેમના દ્વારા બનાવાયેલા ટાવર ને તોડી પાડવા માં આવ્યો અને તેના સ્ટેપ માં થી લોન વસુલવા માં આવી. આમ કારકિર્દી ની શરુઆત થી તેમની અને થોમસ એડીન વચ્ચે પડેલા મતભેદ અને અંટશ તેમને જીંદગી ના અંતિમ પ્રોજેક્ટ સુધી નડી.નિકોલા ટેસ્લા એક જીનિયસ વિજ્ઞની હતા પરંતુ કદાચ એક ચાલાક વ્યવસાયી ના બની શક્યા. તેમનો ઉદેશ્ય પૈસા કમાવવા નો નહીં પરંતુ વિશ્વ ને મફત વિજળી પૂરી પાડવા નો હતો. જો કે નિકોલા ટેસ્લા એ તેમની જીંદગી ના બાકી ના અંતિમ દિવસો ન્યુયોર્ક ની એક હોટલ માં વિતાવ્યા. ૭ મી જાન્યુઆરી, ૧૯૪૩ ના દિવસે તેમનું દુઃખદ અવસાન થયું. તેમના મૃત્યુ પછી યુ.એસ. સુપ્રિમ કોર્ટે માર્કોની ની કેટલીક મહત્વપૂર્ણ પેટન્ટો ને અમાન્ય કરી દીધી અને પછી થી ટેસ્લા ની રેડિયો ની શોધ ને માન્યતા આપી. જો કે વિશ્વ એ જ્યારે તેઓ જે આદર, સન્માન ના હક્કદાર હતા તે ઓળખ્યા અને તેમને તેમના હક્ક નું સન્માન મળ્યું ત્યાં સુધી ઘણું મોડુ થઈ ચૂક્યું હતું. ટેસ્લા તે પહેલા જ અનંત ની વાટે પ્રયાણ કરી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published.