અબુધાબી એરપોર્ટ ઉપર ડ્રોન હુમલો
સોમવારે અબુ ધાબી માં ત્રણ ઓઈલ ટેન્કરો માં વિસ્ફોટ થયો હતો. સંયુક્ત આરબ અમીરાત ના મુખ્ય એરપોર્ટ ના એક્ટન્શન બોર્ડ ની બીજી આગ એમ બન્ને ઘટનઓ આતંકવાદી ડ્રોન હુમલા ના કારણે થઈ હોવા નું મનાય છે. આ હુમલા માં બે ભારતીય અને એક પાકિસ્તાની એમ ત્રણ જણા ના મોત થયા હતા. જ્યારે કે અન્ય છ લોકો ઘાયલ થયા હતા.અબુધાબી પોલિસે હજુ સુધી આતંકી ડ્રોન હુમલા પાછળ કોનો હાથ હોવા અંગે કોઈ શંકા વ્યક્ત કરી નથી. જો કે યમન ના હૈતી ના બળવાખોરો પોતે સંયુક્ત આરબ અમીરાત ના એરપોર્ટને નિશાનો બનાવતા આ હુમલા ની જવાબદારી સ્વિકારી હતી. અબુધાબી પોલિસ ના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસ માં બન્ને વિસ્તારો માં નાની ઉડતી વસ્તુઓ પડી હોવા નું જાણવા મળ્યું હતું. જે કદાચ ડ્રોન સંબંધીત હોઈ શકે છે. અને આ જ આગ અને વિસ્ફોટ નું કારણ હોઈ શકે છે.
જો કે તેમના જણાવ્યા પ્રમાણે આ હુમલા માં કોઈ મોટુ નુક્સાન થયું નથી. વાસ્તવ માં યુ.એ.ઈ. ૨૦૧૫ થી યમન માં લડી રહ્યું છે. યમન માં આંતરરાષ્ટ્રીય સમર્થિત સરકાર ને હટાવનાર હૈતી ના બળવાખોરો કે જેઓ ઈરાન સમર્થિત હતા તેમની સામે લડવા ઉતરેલા સાઉદી ની આગેવાની હેઠળ ના ગઠબંધન નો યુએઈ એ મુખ્ય સભ્ય દેશ હતો. યુ.એ.ઈ.એ હાલ માં તો યમન માં પોતાના સૈનિકો ઘટાડી દીધા છે, પરંતુ તે આ લડાઈ માં સક્રીયપણે સામેલ છે અને હતી ઓ સાથે લડતા મુખ્ય લશ્કરો ને પૂર્ણ સમર્થન આપે છે. આ ઉપરાંત તે યમન માં આતંકવાદ * વિરોધી કામગિરી માં અમેરિકા ને સહયોગ આપી રહ્યું છે. હાલ માં યુએઈ સમર્થિત યમન દળો એ દેશ ના મુખ્ય દક્ષિણ અને મધ્ય પ્રાંત માં થી બળવાખોરો ને મારી હટાવ્યા હોવા થી હૈતી ના બળવાખોરો દબાણ હેઠળ આવ્યા છે અને છેલ્લા કેટલાક સપ્તાહો માં તેમને ભારે નુક્સાન ઉઠાવવુ પડ્યું હતું. હાલ માં જ્યારે દ. કોરિયા ના રાષ્ટ્રપતિ મૂન-એ-ઈન યુએઈ ની મુલાકાતે છે એવા જ સમયે આ આતંકી ડ્રોન હુમલો કરાયો હતો. આ અગાઉ પણ હતી ના બળવાખોરો એ ૧૫, સપ્ટે. ૨૦૧૯ ના રોજ સાઉદી ની ઓઈલ કંપની અરાષ્કો ની ઓઈલ કોર્પો. ઉપર ભિષણ ડ્રોન એટેક કર્યો હતો. હવે આ વખતે હૈતી ના બળવાખોરો એ યુએઈ ના અબુધાબી એરપોર્ટ ઉપર ડ્રોન થી આતંકી હુમલો કર્યો હતો.