આપ ના મુખ્યમંત્રી રહેરો માન

આપ” પાર્ટી ના કન્વીનર અરવિંદ કેજરીવાલે પંજાબ વિધાનસભા ની ચૂંટણી માં ભગવંત માન ને પોતાની પાર્ટી ના મુખ્યમંત્રીપદ ના ઉમેદવાર બનાવ્યા હતા. સોમવારે આમ આદમી પાર્ટી ના કેજરીવાલે મોહાલી ખાતે આપ ના સાંસદ ભગવંત માન ને મુખ્યમંત્રીપદ ના સત્તવાર ઉમેદવાર જાહેર કર્યા હતા.પંજાબમાં અગાઉ ૧૪ મી ફેબ્રુઆરી ચૂંટણી તારીખ ચૂંટણી પંચે જાહેર કરી હતી, પરંતુ લગભગ તમામ રાજકીય પક્ષો એ તે દિવસે રવિદાસ જયંતી હોવાથી તારીખ બદલવા કરેલી અપીલ ને માન આપી ને ચૂંટણી પંચે નવી તારીખ ૨૦ મી ફેબ્રુઆરી જાહેર કરી છે. આપ ને ૨૦૧૭ ની ચૂંટણી વખતે પણ પંજાબ માં વિજય ની આશા હતી. પરંતુ સી.એમ. પદ નો ચહેરો શીખ સમુદાય નો ના હોવા ઉપરાંત વિરોધીઓ દ્વારા વ્હાર નો કોઈ મુખ્યમંત્રી બની શકે છે તેવો પ્રચાર ચલાવાતા મતદારો આપ થી અળગા જ રહ્યા હતા. આના ઉપર થી બોધપાઠ લઈ ને આ વખતે કેજરીવાલે અગાઉ થી જ સ્પષ્ટતા કરી હતી કે મુખ્યમંત્રીપદ નો ઉમેદવાર શિખ સમુદાય નો જ હશે. આપ એ આ અંગે જનતા નો પણ અભિપ્રાય જાણવા થોડા સમય પહેલા લોકો ને પોતાની પસંદ નો મુખ્યમંત્રીપદ નો ઉમેદવાર નક્કી કરવા એક ફોન નં.

જાહેર કર્યો હતો. આમ કેજરીવાલે કહ્યું હતું કે આ નિર્ણય, જાહેર વોટીંગ દ્વારા લેવા માં આવ્યો છે. પંજાબ ના ૨૧ લાખ લોકો એ જાહેર મતદાન માં પોતાનો મત આપ્યો હતો જેમાં સર્વાધિક મત અર્થાત ૧૫ લાખ મતો ભગવંત માન ને મળ્યા હતા. કેજરીવાલ ના જણાવ્યા પ્રમાણે પંજાબ માં ૩ દિવસ માં ૨૧.૧૯ લાખ લોકો એ જાહેર મતદાન માં પોતાનો મત જણાવ્યો | હતો. જો અમે સીધા જ આ ભગવંત માન ના નામ ની જાહેરાત કરી હોત તો અમારી ઉપર પણ ભાઈ-ભતીજાવાદ નો આરોપ લગાવાત. હવે તો પંજાબ ની જનતા ના ૨૧.૧૯ લાખ મતો માં થી ૧૫ લાખ મતો મેળવી ને ભગવંત માન ને મુખ્યમંત્રી પદ ના ઉમેદવાર તરીકે પંજાબ ની જનતા એ જ મહોર મારી દીધી છે. કેજરીવાલે મોહાલી માં જ્યારે ભગવંત માન ના નામ ની જાહેરત કરી ત્યારે આ જાહેર સભા માં ભગવંત માન ના માતુશ્રી હરપાલ કૌર પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે જાહેરાત અગાઉ જ સમગ્ર શહેર માં ભગવંત માન ના પોસ્ટર પહેલે થી જ લગાવી દેવા માં આવ્યા હતા.દિલ્હી અને પંજાબ ના રાજકીય ગલિયારા માં ભગવંત માન ની છાપ એક પિયક્કડ તરીકે સુવિખ્યાત છે. તેમના આ સોમરસ પાન ની આદત વિષે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સંસદ માં પોતાના સંબોધન માં પણ તેનો ઉલ્લેખ કરી ચુક્યા છે.

Leave a Reply

Your email address will not be published.