ઈંગ્લેન્ડ એ પ્રવાસીઓ આવકાર્યા
વિશ્વભર માં કોવિડ-૧૯ અર્થાત કે ૨૦૧૯ ના અંત સમય માં ફેલાયેલી કોરતેના મહામારી ના પગલે આંતરરાષ્ટ્રીય ઉદ્યાનો અને વિદેશી પ્રવાસીઓ માટે કોરોના સંબંધિત વિવિધ પ્રતિબંધો લગાવ્યા હતા. જો કે આખરે ૭ મી જાન્યુઆરી ૨૦૨૨T થી વિદેશી પ્રવાસીઓ માટે પરીક્ષણ અંગે ના સરળ નિયમો જાહેર કરનાર ઈંગ્લેન્ડ પ્રથમ દેશ બન્યો છે.કોરોના ના કારણે લાગેલા લોકડાઉન, બાદ માં પણ કોરતેના ગાઈડ લાઈન્સ અનુસાર વિવિધ પ્રતિબંધો, આંતરરાષ્ટ્રીય ઉદ્દયનો ઉપર નિયંત્રણો અને વિદેશી પ્રવાસીઓ ઉપર ના વિવિધ પરિક્ષણો ના પરિણામે સમગ્ર વિશ્વ ના લગભગ તમામ દેશો ના અર્થતંત્રો ખોડંગાયા છે. તેમાં પણ ખાસ કરી ને ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીઝ અને ટુરીઝમ સેક્ટર ને પારવાર નુક્સાન થયું છે. કોરોના સામે વેક્સિનેશન ના કારણે માંડ પરિસ્થિતિ થાળે પડતી જણાતી હતી ત્યાં પાછા કોરોના ના નવા ઓમિકોન વેરિયન્ટ એ વિશ્વભર માં હાહાકાર મચાવ્યો છે. જો કે તેમાં રાહત ની વાત એ છે કે તે અગાઉના જેટલો ઘાતક નથી પરંતુ ચિંતાજનક બાબત એ છે કે તે ખૂબ ઝડપ થી ફેલાઈ રહ્યો છે.
ખાસ કરી ને નોર્થ અમેરિકા, યુરોપિયન દેશો અને પશ્ચિમી દેશો માં પણ હાહાકાર મચાવનારા આ નવા ઓમિકોન વેરિયન્ટ તથા પાછલા બે વર્ષ થી કોરોના મહામારી ના ભય ના ઓછાયા હેઠળ જીવતા લોકો હવે તો કંટાળ્યા છે. આવી કપરી પરિસ્થિતિ માં પણ અર્થતંત્ર ને ચલાવવા હવે નિયંત્રણો માં થોડી છૂટછાટ લેવા લાગ્યા છે. આમ સત્તાવાર કરનાર પ્રથમ દેશ બ્રિટન બન્યો છે અને બીજો દેશ દ.આફિકા – કે જ્યાંથી આ ઓમિકોન વેરિયન્ટ ની ઉત્પત્તિ થયા નુંમનાય છે. બ્રિટન ની A સરકારે ટ્રાવેલ એજન્ટો ની અપીલ ના પગલે વિદેશી પ્રવાસીઓ ના નિયંત્રણો હળવા કર્યા છે. હવે કોઈ પણ ફલ્લી વેક્સિનેટેડ અર્થાત કે જેણે રસી ના બન્ને ડોઝ લીધા હોય તેમને મુસાફરી કરતા પહેલા અન્ય કોઈપણ પરીક્ષણ કરાવવાની જરૂર નથી. આમ બ્રિટન એ વિદેશી પ્રવાસીઓ માટે હવે દેશ માં પ્રવેશવા ના દરવાજા ખુલ્લા મુકી દીધા છે. જ્યારે દ.આફ્રિકા એ પણ હવે ઓમિકોન કોરોના ને કોઈ મહામારી સ્વરુપે નહીં પરંતુ એક સિઝનલ લુ ની માફક ગણવા ની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આમ હવે બ્રિટન અને દ.આફ્રિકા ના પગલે અન્ય દેશો પણ લગભગ દોઢ વર્ષ ની મહામારી ના ઓછાયા હેઠળ થી બહાર નીકળી ને પોતાના દેશ ના અર્થતંત્ર ને દોડતુ રાખવા નિયંત્રણો હટાવવા ની આ પ્રક્રિયા માં ધીમે ધીમે જોડાશે તેવું માનવા માં આવી રહ્યું છે.