ઓન્ટારિયો માં ૩૧ જાન્યુ. થી પ્રતિબંધો હળવા
ઓન્ટારિયો ના પ્રિમિયર ડગ ફોર્ડ એ ગુરુવારે જાહેર કર્યું હતું કે પ્રોવિન્સ માં અતિ ચેપી ઓમિક્રોન કો રો ના વાયરસ ના સંક્રમણ ને અટકાવવા લદાયે લા કો રો ના સંબંદિત પ્રતિબંદો તબક્કાવાર હળવા કરાશે. ઓન્ટારિયો પ્રાંત માં સિનેમાગૃહો, જિમ્સ અને રેસ્ટોરેન્ટસ માં ગ્રાહકો ને અડધી ક્ષમતા સાથે ૩૧ મી જાન્યુઆરી થી ખા લ વા ની મંજુરી અપાશે.કિવ ના પાર્ક ખાતે ગુરુવાર જા હ ૨ – પત કરતા પ્રિમિયર ડગ ફોર્ડે કહ્યું હતું કે અમે આ પ્રતિબંધો તબક્કાવાર હળવા કરીશું. દરેકતબક્કો એકવીસ દિવસ નો રહેશે જેના થી એ સુનિશ્ચિત કરી શકાય કે આપણે આમ કરવા માં કોઈ ખોટી ઉતાવળ નથી કરતા.
જાન્યુ-૩૧ ના પ્રથમ તબક્કા માં આપણે ઈન્ડોર સુવિધાઓ ૫૦ ટકા ની ક્ષમતા સાથે શરુ કરીશું. જેમાં રેસ્ટોરેન્ટ્સ, બાર, મોલ્સ, પ્રેક્ષકો વગર ના સ્પોર્ટસ અરેના,મ્યુઝિયમ્સ, રિક્રિએશ્નલ ફિટનેસ ફેરૂિ લિટી, સિનેમાગૃહો, કસિનો તેમ જ ધાર્મિક સ્થળો નો સમાવેશ થાય છે. તદુપરાંત રેસ્ટમેરેટ્સ અને બાર રાત્રિ ના ૧૦ વાગ્યા પછી પણ શરાબ પિરસી શકશે જે હાલ ના પ્રતિબધો માં ૧૦ પછી પ્રતિબંધિત છે. જ્યારે ખેલકૂદ ની ઈવેન્ટો માં દર્શકો, થિયેટર્સ માં કન્સર્ટસ કે લાઈવ પર્ફોમન્સ દરમિયાન ૫૦ ટકા ક્ષમતા અથવા તો ૫૦૦ ની ક્ષમતા ની મહત્તમ મર્યાદા, એ પૈકી જે ઓછુ હોય તે પ્રમાણે પ્રેક્ષકો ને તેમના વેક્સિનેશન પ્રૂફ અને ક્યુઆર કોડ ના પરિક્ષણ બાદ જ પ્રવેશ અપાશે. તદુપરાંત ખાનગી મેળાવડા માં પણ ઈન્સાઈડ ક્ષમતા વધારી ને ૧૦ જ્યારે આઉટસાઈડ ની ક્ષમતા વધારી ને ૨૫ કરવા માં આવશે.
આમ ઓમિક્રોન ની દહેશત અને વધતા કોરોના કેસો ના પગલે ફરી લાગુ કરાયેલા પ્રતિબંધો ૩૧ મી જાન્યુ. ૨૦૨૨ થી ઓન્ટારિયો માં હળવા કરવા માં આવશે.