કષિ સુનાક બનશે બ્રિટન ના વડાપ્રધાન ?

બ્રિટન ના રાજકારણ માં આંધી આવી રહી છે. કોરોના કાળ માં લોકડાઉન દરમ્યિાન પૂર્વ વડાપ્રધાન બોરિસ જ્હોન્સને યોજેલી લિકર પાર્ટી અંગે વિવાદ વધતા આખરે મને કમને માફી માંગવી પડી હતી. જો કે ત્યાર બાદ તેમની ઉપર રાજીનમુ આપવા દબાણ વધી રહ્યું હતું. નવા વડાપ્રધાન ના નામો માં સૌથી મોખરા ના સ્થાને ભારતીય મૂળ ના નાણામંત્રી ઋષિ સુનાક નું નામ છે.બ્રિટન ના સત્તાધારી કન્ઝર્વેટીવ પાર્ટી ના જ ૬૦ ટકા મતદાતાઓ એ હાલ ના વડાપ્રધાન બોરિસ જ્હોન્સન ની કાર્ય પ્રણાલી ને ખરાબ ગણાવી છે. તેમના જ પક્ષ ના યુગોવ પોલ સર્વે માં ત્રીજા ભાગ ના લોકો એ જણાવ્યું છે કે બોરિસ વડાપ્રધાન પદ છોડે. તેમની જુલાઈ ૨૦૨૦ માં થયેલા સર્વે માં લોકપ્રિયતા ૮૫ ટકા ઘટી હતી. તેમની લોકપ્રિયતા માં ત્યાર બાદ થયેલો ઘટાડો અને હાલ ના સર્વે ના તારણો ચોંકાવનારા છે. વળી તેમના ઉપર રાજીનામા નું દબાણ વધવા નું મુખ્ય કારણ યુગોવ પોલ ના ગુરુવારે આવેલા તારણો માં બ્રિટન ની વિપક્ષી લેબર પાર્ટી ને સત્તાધારી કન્ઝર્વેટીવ પાર્ટી ઉપર મળેલી ૧૦ ટકા ની જંગી સરસાઈ છે. સર્વે માં લેબર પાર્ટી ને ૩૮ ટકા જ્યારે સત્તાધારી કન્ઝર્વેટીવ પાર્ટીને માત્ર ૨૮ ટકા જ સમર્થન મળ્યું છે.

લેબર પાર્ટીને ૨૦૧૩બાદ આ મળેલું સમર્થન સર્વાધિક છે. જે સત્તાધારી કન્ઝર્વેટીવ પાર્ટી માટે મોટી ખતરાની ઘંટી સમાન છે.અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે હાલ ના બ્રિટીશ મંત્રીમંડળ ના બે મહત્વ ના ખાતા – નાણાં ખાતુ એ ઋષિ સુનાક પાસે જ્યારે ગૃ હમંત્રી પ્રિતી પટેલ બન્ને ભારતીય મૂળ ના છે.ઋષિ સુનાક ઈન્ફોસીસ ના ચેરમેન એન.આર.નારયણમૂર્તિ ના જમાઈ છે. યુગોવ પોલ સર્વે માં ૪૬ ટકા લોકો એ સ્વિકાર્યું છે કે સુનાક, બોરિસ થી સારા વડાપ્રધાન સાબિત થઈ શકે છે. સુનાક નાણાંમંત્રી તરીકે કોરોનાકાળ માં દેશ ને આર્થિક મંદી માં થી વ્હાર લાવ્યા તે બાબતે સૌ ખુશ છે. તેમણે ૨૦૨૦ માં હોટલ ઈન્ડસ્ટ્રી ને “ઈટ આઉટ, ટુ હેલ્પ આઉટ” યોજના દ્વારા ૧૫,૨૫૦ કરોડ ની મદદ કરી હતી. તેમણે સ્વરોજગારીવાળા તેમ જ નોકરિયાતો ને લોકડાઉન ના સમય માં ૨૦૨૧ માં બબ્બે લાખ ની મદદ કરી હતી. તેમ જ આ જ સમયગાળા માં સૌથી વધુ અસરગ્રસ્ત ટુરીઝમ ક્ષેત્ર ને પણ ૧૦ હજાર કરોડ નું પેકેજ આપ્યું હતું. આમ માત્ર જનકલ્યાણ ની યોજના અને દૂરંદેશી નીતિ થી તેમની લોકપ્રિયતા માં ખૂબ વધારો થયો હતો. ૨૦૧૫ માં પ્રથમવાર ચૂંટાયેલા સુનાક અગાઉ થેરેસા મે ની સરકાર માં પણ સફળ સંસદીય સચિવ નો કાર્યભાર સંભાળી ચુક્યા છે. મોટાભાગ ના સર્વે માં સામેલ લોકો નો મત છે કે સુનાક વડાપ્રધાન બનશે તો જ મે, ૨૦૨૪ની ચૂંટણી માં કન્ઝર્વેટીવ જીતી શકે છે.

Leave a Reply

Your email address will not be published.