કોરોના મહામારી અને આર્થિક અસમાનતા
વર્લ્ડ ઈકોનોમીક ફોરમ ના દાવોસ એજન્ડા શિખર સંમેલન માં વિડીયો કોન્ફરન્સ મારફતે ઓક્સફેમ ઈન્ડિયા ના આર્થિક અસમાનતા સર્વેક્ષણ માં જણાવ્યા મુજબ કોરોના મહામારી દરમ્યિાન ભારત ના અબજોપતિઓ ની સંપત્તિ વધી ને બમણા થી પણ અધિક થઈ ગઈ છે. ભારત માં અબજપતિઓ ની સંખ્યા ૩૯ ટકા વધી ને ૧૪૩ ની થઈ ગઈ છે.આર્થિક અસમાનતા ઉપર એક્સ ફેમ ઈન્ડિયા ના રિપોર્ટ માં જણાવ્યા મુજબ ૧૪૩ ભારતીય અબજોપતિ પાસે કુલ ૭૧૯ અબજ ડોલર અર્થાત કે ૩૫ લાખ કરોડ રૂા. થી અધિક ની સંપત્તિ છે. દેશ ના સૌથી અમીર માત્ર ૯૮ લોકો ની કુલ સંપત્તિ દેશ ના સૌથી ગરીબ પ૫.૫ કરોડ લોકો ની કુલ સંપત્તિ ના બરોબર છે. દેશ ના સૌથી અમીર ૧૦ ઉદ્યોગપતિઓ જો રોજ ના ૧ મિલિયન ડોલર અર્થાત કે ૭ કરોડ રૂા. નો દૈનિક ખર્ચે કરે તો પણ તેમની વર્તમાન સંપત્તિ ૮૪ વર્ષે ખતમ થશે. આવા અમીર અબજોપતિઓ ઉપર વાર્ષિક સંપત્તિ વેરો લગાવવા માં આવે તો ફક્ત તેના વેરા ના પૈસા માં થી ૭૮.૩ અબજ અમેરિકન ડોલર મળશે જેનાથી કેન્દ્ર સરકાર ના સ્વાથ્ય બજેટ માં ૨૭૧ ટકા નો વધારો થઈ શકશે. કોરોના મહામારી ની શરુઆત એક સ્વાથ્ય સંકટ તરીકે થઈ હતી.
જો કે હવે તે એક આર્થિક સંકટ બની ચુક્યુ છે. કોરોના મહામારી ના કારણે જ્યાં એક તરફ લાખો લોકો ના ધંધા-રોજગાર બંધ થઈ ગયા છે અથવા તો ખરાબ રીતે અસરગ્રસ્ત બન્યા છે ત્યાં જ બીજી તરફ અબજોપતિઓ ની સંપત્તિ માં તોતિંગ વધારો નોંધાયો છે જો દેશ ના સૌથી અમીર ૧૦ ટકા લોકો ઉપર ૧ ટકા નો વધારા નો ટેક્સ લગાવવા માં આવે તો તેમાં થી આ મહામારી ના સમય માં ૧૭.૭ લાખ વધારા ના ઓક્સિજન સિલિન્ડર મળી શકે.કોરોના મહામારી કાળ દરમ્યિાન દેશ ના સૌથી ધનિક ૧૦ ટકા લોકો એ રાષ્ટ્રીય સંપત્તિ નો ૪૫ ટકા હિસ્સો હાંસલ કર્યો છે જ્યારે સમાજ ના નીચલી ૫૦ ટકા આબાદી (૬૭.૫ કરોડ લોકો) ના હિસ્સા માં ફક્ત ૬ ટકા સંપત્તિ આવી છે. દેશ ના ૧૦ સૌથી અમીર લોકો ની સંપત્તિ માં થી દેશ ના દરેક બાળક ને ૨૫ વર્ષો સુધી મફત માં શાળા માં તેમ જ ઉચ્ચ શિક્ષણ આપી શકાય છે. આમ આ મહામારી એ આર્થિક અસમાનતા ખૂબ વધારી દીધી છે અને તેના પગલે દેશ ના ૧૪૩ અબજોપતિઓ ની કુલ સંપત્તિ ભારતીય આમ જનતા ના ૬૫ ટકા થી વધુ લોકો ની કુલ સંપત્તિ કરતા પણ અધિક થઈ ગઈ છે.