ગાઝીપુર મંડી માં આઈઈડી નું પાક. કનેક્શન

ગાઝીપુર ના ફ્લાવર માર્કેટ માં થી તાજેતર માં મળેલું ઈમ્પ્રોવાઈઝડ એક્સલોઝીવ ડિવાઈસ વાસ્તવ માં પાકિસ્તાન થી આવેલા ૨૪ બોમ્બ ના કન્સાઈન્મેન્ટ નો જ ભાગ હોવા નું દિલ્હી પોલિસ ની તપાસ માં બહાર આવ્યું હતું. જે પાકિસ્તાનીઓ ના આતંકવાદી નેટવર્ક દ્વારા સરહદ પાર થી , દેશ માં ઘુસાડાયું હતું.આ આઈઈડી મૂળ ૨૪ બોંબ ના કન્સ ઈન્મેન્ટ ને સરહદ પાર થી તેમના ગોઠવેલા આતંકવાદી નેટવર્ક દ્વારા જમીન કે દરિયાઈ માર્ગે દેશ માં ઘુસાડાયું હતું અને પછી દેશભર માં તેમના આતંકવાદીઓ સુધી પહોંચાડાયુ હતું. આ પૈકી ની અન્ય વિસ્ફોટક સામગ્રીઓ પણ જમ્મુ-કાશ્મિર, પંજાબ અને ઉત્તરપ્રદેશ થી જપ્ત કરવા માં આવી હતી. આની તપાસ દરમ્યિાન એમ પણ સામે આવ્યું હતું કે કેટલીક વિસ્ફોટક સામગ્રીઓ ને ઉત્તરપ્રદેશ તેમ જ ગુજરાત માં પણ સગેવગે કરાઈ હતી. અત્રે નોંધપાત્ર છે કે ઉત્તરપ્રદેશ ના બાંદા જીલ્લા ના છિલ્લા વિસ્તાર માં થી રવિવારે જ ત્રણ જણ ની ધરપકડ કરાઈ હતી જેમની પાસે થી ૨૮ કિલો વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી. યુ.પી. પોલિસ ના જણાવ્યા પ્રમામણે આ વિસ્ફોટકો નો ઉપયોગ યુ.પી. વિધાનસભા ની આવી રહેલી ચૂંટણી દરમ્યિાન થવા નો હતો.

જ્યારે દેશ ની પાટનગર દિલ્હી ના એક ઉચ્ચ આઈ.પી.એસ. અધિકારી ના જણાવ્યા પ્રમાણે ગાઝીપુર માં જે ટિફિન બોંબ મુકવા માં આવ્યો હતો, તેના કોર ચાર્જ તરીકે ૩ કિલો આરડીએક્સ અને સેકન્ડરી ચાર્જ તરીકે એમોનિયમ નાઈટ્રેટ હતો. આ તમામ વિસ્ફોટક સામગ્રી સ્ટિલ ના ટિફિન માં મુકવા માં આવી હતી. આવા જ ટિફિન બોંબ પંજાબ ના પાકિસ્તાન સરહદ નજીક ના ગામો માં થી અને ડ્રોન દ્વારા ફેંકાયેલા હથિયારો માં પણ મળી આવ્યા હતા. સરહદ પાર થી આ વિસ્ફોટક સામગ્રી તેમના સ્લિપર સેલ દ્વારા આતંકીઓ ઉપરાંત ક્રિમિનલ ગેંગ્સ ને પણ પહોંચાડવા માં આવી હતી. સપ્ટે. ૨૦૨૧ માં દિલ્હી પોલિસ _દ્વારા દિલ્હી, લખનૌ, મુંબઈ અને પ્રયાગરાજ માં કેટલાક લોકો ની ધરપકડ સાથે પર્દાફાશ કરવા માં આવેલા ટેરર મોડ્યુલ ની આ આઈઈડી ની રિકવરી સાથે લિંક છે. દિલ્હી પોલિસ ના અનુમાન પ્રમાણે ગત વર્ષે ઈન્ડીપેન્ડેન્સ ડે ના સમયગાળા માં આઈઈડી નું કન્સાઈન્મેન્ટ સરહદ પાર થી ભારત માં ઘુસાડાયુ હતું. આવા સંખ્યાબંધ આઈઈડી દરિયાઈ માર્ગે ગુજરાત માં અને જમીન માર્ગે યુ.પી.માં મોકલાયા છે. આમ નાદારી ના આરે ઉભેલા અને આતંકી રાષ્ટ્ર ની વિશ્વભર માં છાપ હોવા છતા આતંકવાદીઓ ને પ્રોત્સાહન, પ્રશિક્ષણ આપવાનું અવિરત ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published.