ગુજરાત આપ માં થી રાજીનામા ની વણઝાર
દિલ્હી ના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (આપ) ના મુખ્યમંત્રી માટે સોમવાર નો દિવસ તેમના ગુજરાત એકમ તરફ થી હતાશા અને નિરાશાજનક સમાચાર નો જ દિવસ રહ્યો. આપ ગુજરાત ના ત્રણ ગણમાન્ય મોટા ગજા ના નેતા સર્વેશ્રી મ હ શ ભાઈ સવાણી, ગુજરાતી ગાયક અને નિલમબેન . વ્યાસ એ આપ મહેશ સવાણી વિજય પાર્ટી છોડી દીધી હતી.દેશ ની પાટનગરી ની જનતા ની સેવા કરવા ના નામે અન્ના હજારે ના આંદોલન થી લોકપ્રિયતા મેળવ્યા બાદ રાજકારણ ના અખાડા માં કૂદેલા મફલર, સ્વેટરધારી, હંમેશા ખાંસતા રહેતા અને માથે ‘આપ’ ની ટોપી અને હાથ માં ઝાડુ લઈ ને રાજકારણ ની ગંદકી સાફ કરવા ના નામે દિલ્હી ના રસ્તા ઉપર ઝાડુ મારતા કેજરવાલ તો ઐતિહાસિક પાત્ર અને માત્ર યાદો માં રહી ગયા છે. ઝાડુ પકડવું હવે તેમની શાન ની | વિરુધ્ધ નું છે અને ડિઝાઈનર ચશ્મા, અપટુડેટ હેરસ્ટાઈલ ના તેમના બદલાયેલા રંગઢંગ કેટલી સેવા કરી કે મેવા મેળવયા તે બયાન કરવા પૂરતી છે.
મોદી-શાહ ને તમના ગઢ માં જ ઘેરવા ના મનસુબા તો પહેલે થી હતા. પરંતુ પહેલા ગુજરાત માં અને બાદ માં વારાણસી માં થયેલી રાજકીય ધુલાઈ બાદ સુરત મ્યુ.કોર્પોરેશન માં બેઠકો જીતતા પાછી ગુજરાત ની ગાદી નજદીક લાગતી હતી. તેમાં પણ સુરત ના જાણિતા અને ગુજરાત ના મોટા ગજા ના હિરા ના વ્યાપારી/ કારખાનેદાર મહેશ સવાણી આપ માં જોડાતા જબરી રાજકીય હલચલ વ્યાપી હતી. ૪000 થી વધારે દિકરીઓ ના લગ્ન કરાવી આપનાર દ.ગુજરાત માં પોતાના સેવાકાર્યો થી ખૂબ જાણિતા હતા. આ અગાઉ આપ માં થી રાજીનામુ આપી ને ગાયક કલાકાર વિજય સુંવાળા ભાજપા માં જોડાઈ ગયા હતા. ઉ.ગુજરાત ના તેઓ ખૂબ લોકપ્રિય લોકગાયક છે. ત્યાર બાદ ગણતરી ના કલાકો માં જ મહેશભાઈ સવાણી નું રાજીનામુ આવી પડ્યું. જેણે તો આપ ગુજરાત માં જાણે ભૂકંપ સર્યો હતો. આ બધી અફડાતફડી ચાલતી હતી ત્યાં તો નિલમબેન વ્યાસ એ પણ આપ માં થી રાજીનામુ આપી દીધું. આમ આપ ગુજરાત ના ત્રણ મોટા માથા ના રાજીનામા આપ માં બધું સરખુ નથી ચાલી રહ્યું પરંતુ અંદરોઅંદર જોરદાર ટાંટીયાખેંચ ચાલતી હોવા નું લોકમુખે ચર્ચાય છે. આ ત્રણેય નેતાઓ નો આપ પાર્ટી માં થી સાત મહિના માં જ મોહભંગ થઈ ગયો હતો.