ચીન માં તાલિબાની લોકડાઉન

ચીન માં સત્તાધારી સરકાર નું સરમુખત્યારી શાસન છે. સરકાર કે કોમ્યુનિસ્ટ પાર્ટી વિરુધ્ધ બોલનાર ને ગુમ કરી દેવાય છે. ચીન ની સરકારે કોરોના સામે ઝીરો ટોલરન્સ ની નીતી અપનાવી છે. જો કે આમ કરતા મૂળભૂત માનવાધિકારો, કે જે ચીન માં પ્રતિબંધિત : છે તેનો એવો હ્રાસ! થઈ રહ્યો છે કે કોરોના કરતા અન્ય બિમારી તેમ જ ભૂખ અને યોગ્ય સારવાર નહીં મળવા ના કારણે લોકો તરફડી ને મરી રહ્યા છે.ચીન ના શિયાન શહેર માં લોકડાઉન જાહેર થયું છે. અહીં એક વ્યક્તિ ને હાર્ટ એટેક આવતા જેમ તેમ કરી ને હોસ્પિટલ તો પહોંચ્યો પરંતુ હોસ્પિટલ માં તેને દાખલ કરવા ની ના પાડી દેવાઈ, કારણ કે તેઓ ને માત્ર કોરોના ના દર્દીઓ ને જ દાખલ કરવા ની સૂચના અપાઈ હતી. હોસ્પિટલ ના દરવાજે જ તે વ્યક્તિ તરફડી ને મૃત્યુ પામ્યો. આ જ રીતે એક ગર્ભવતી મહિલા પણ ડિલીવરી માટે હોસ્પિટલ પહોંચી હતી. ડોક્ટરો એ તેની સારવાર કરવા ની એમ કહી ને ના પાડી દીધી કે તેનો કોવિડ ટેસ્ટ માન્ય નથી. ડોક્ટરો એ જ્યારે તેને ના પાડી ત્યારે જ તેને બ્લીડીંગ શરુ થઈ ગયું હતું. આખરે જેમ તેમ કરી ને મહિલા નો જીવ તો બચી ગયો પરંતુ બાળક મૃત્યુ પામ્યું.

ચીન ની સામ્યવાદી સરકારે જ્યારે લોકડાઉન જાહેર કર્યું ત્યારે કે ત્યાર બાદ ઘરો માં બંધ લોકો ની પરિસ્થિતિ શું થશે તે અંગે કોઈ વિચાર કે વ્યવસ્થા કરી ન હતી. લોકડાઉન ના સખ્તાઈ થી અમલ માટે હજારો કર્મચારીઓ અને સુરક્ષાકર્મીઓ કન્ટ્રોલ રુમ થી માંડી ને શહેર ની શેરીઓ માં અમલ કરાવી રહ્યા છે. આવા લોકડાઉનમાં એક યુવક પાસે ખાવા માટે કાંઈ બચ્યું ન હતું, આખરે કકડી ને લાગેલી ભૂખે તેને પ્રતિબંધો ની સાંકળ તોડવા મજબૂર કર્યો. તે ઘર ની બહાર નિકળ્યો અને પેટ્રોલિંગ કરી રહેલા પોલિસકર્મીઓ પાસે ખાવા નું માંગ્યું. આથી ક્રોધે ભરાયેલા પોલિસકર્મીઓ એ તેને અધમુવો થઈ જાય ત્યાં સુધી લાઠી-દંડા નો માર ખવડાવ્યો. આ શહેર ની ૧ કરોડ ૩૦ લાખ ની વસ્તી લોકડાઉન માં બંધ છે. મોટાભાગ ના ઘરો માં આબાલવૃધ્ધો માટે ખાવાનું ખૂટી પડ્યું છે. બાળકો દૂધ અને વૃધ્ધો દવા વગર ટળવળી રહ્યા છે. ઘણા બધા મૃત્યુ પણ પામ્યા છે. જો કે ચીન માં સરકાર ને સવાલ પૂછવા નો અધિકાર જનતા પાસે પહેલા પણ ન હતો અને અત્યારે પણ નથી. સામ્યવાદી સરકાર નો તો જોરશોર થી પ્રચાર ચાલી રહ્યો છે કે કોરોના નિયંત્રણ માં છે અને બધુ ઠીકઠાક ચાલી રહ્યું છે. જો કે લોકડાઉન ના કારણે ભૂખ અને બિમારી થી થઈ રહેલા મૃત્યુ બાબતે શાસન નિઃશબ્દ છે અને જનતા ને સવાલ કરવા નો પણ અધિકાર નથી.

Leave a Reply

Your email address will not be published.