ટોંગા નજીક સમુદ્રમાં ફાટ્યો જ્વાળામુખી
પેસિફિક દેશ ટોંગા નજીક સમુદ્ર ની અંદર હુંગા ટોંગા હુંગા હપાઈ જવાળામુખી સમુદ્ર ની અંદર ભયાનક વિસ્ફોટ સાથે ફાટતા પ્રશાંત મહાસાગર માં સુનામી નાવિનાશક મોજા ઉડ્યા હતા. સમુદ્ર માં ફાટેલા આ જ્વાળામુખી નો વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે સમગ્ર વિશ્વ ને તેનો અહે પાસ થયો હતો.પ્ર શાતા મહાસાગર ના દેશ દોંગા નજીક સમુદ્ર માં આ હુંગા ટોંગા હુંગા હપાઈ જ્વાળામુખી નો વિસ્ફોટ થતા જ સમગ્ર પ્રદેશ ઉપર રાખ નું ઘટ્ટ વિશાળ વાદળ છવાઈ ગયું હતું. ટોંગા ની રાજધાની નુક_આલોફા માં સમુદ્રતટ ઉપર સુનામી નાવિકરાળ મોજા ટકરાતા સમુદ્રતટ ઉપર રહેલા લોકો ને સલામત સ્થળોએ ખસેડાયા હતા. જો કે સર્વત્ર રાખ ની ચાદર અને પથ્થરો ના નાના ટુકડાઓ વરસતા ભારે પાયમાલી થઈ હતી. યુ.એસ. જીઓલોજીકલ સર્વે અનુસાર જ્વાળામુખી વિસ્ફોટ ની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર ૫.૮ ની તીવ્રતા ના ભૂકંપ સમાન હતી જેની ઊંડાઈ શૂન્ય નોંધાઈ હતી. જો કે આ જ્વાળામુખી ફાટવા થી ટોંગા માં કેટલી જાનહાની નોંધાઈ છે તે તાત્કાલિક જાણવા મળ્યું નથી કારણ કે સંદેશાવ્યવહાર ની તમામ લાઈનો ઠપ્પ થઈ ગઈ છે.
ટોંગા ની ઉપર ૧૯ હજાર મીટર ની ઉંચાઈ ઉપર હવા માં રાખ અને ધુમાડા નું ઘટ્ટ વાદળ છવાયું છે જેના કારણે ટોંગા હવાઈ માર્ગે પણ પહોંચવુ અસંભવ બન્યું છે. ટોંગા ની રાજધાની નુકુઆલોફા ના દરિયાકાંઠા ના વિસ્તારો માં દરિયા માં ઉઠેલી સુનામી ના ૧.૨ મિટર ના કાંઠે અફળાયેલા વિ ૨ | ટ મોજાઓ એ ભારે તબાહી મચાવી હતી. ટોંગા ના રાજા ટુપાઉ છઠ્ઠા ને સલામતી રક્ષકો એ રાજધાની ખાતે ના તેમના મહેલ માં થી સુરક્ષિત કાઢી ને દરિયાકાંઠા થી દૂર ના સલામત સ્થળે પહોંચાડ્યા હતા. નેશનલ વેધર સર્વિસ દ્વારા અમેરિકા ના પશ્ચિમી દરિયાકાંઠા, હવાઈ અને અલાસ્કા ના મોટાભાગના વિસ્તારો માટે સુનામીની ચેતવણી જાહેર કરાઈ હતી. જે મુજબ અમેરિકા અને કેનેડા ના દરિયાકાઠા ના રાજ્યો જેવા કે ઓરેગન, કેલિફોર્નિયા, વોશિંગ્ટન, દક્ષિણ પૂર્વ અને દક્ષિણ અલાસ્કા, બ્રિટીશ કોલંબિયા અને એલ્યુટીયન ટાપુઓ માટે પણ સુનામી ચેતવણી જાહેર કરાઈ હતી.જ્વાળામુખી ફાટવા ની પ્રશાંત મહાસાગર માં ઉઠેલી સુનામી જાપાન થી શરુઆત થઈ ને યુનઈટેડ સ્ટેટસ ના પ્રશાંત મહાસાગર ના દરિયાકાંઠા ના વિસ્તારો માં પાણી ભરાઈ ગયા છે.