ધનુષ – ઐશ્વર્યા અલગ થયા
સાઉથ ના જાણિતા એક્ટર ધનુષ અને સાઉથ માં ભગવાન ની જેમ પૂજાતા એક્ટર રજનીકાંત ની સુપુત્રી અને ડિરેક્ટર ઐશ્વર્યા એ ૧૮ વર્ષ ના લાંબા લગ્ન જીવન બાદ અલગ થવા નો નિર્ણય કર્યો છે. આ સમાચાર થી સાઉથ ના ફિલ્મ જગત માં તેમ જ બોલિવુડ માં આશ્ચર્ય ફેલાયું છે કારણ કે તેમની |LMEA ગણના બેસ્ટ કપલ માં થતી હતી. સાઉથ ના સ્ટાર ! ધનુષે પત્ની ઐશ્વર્યા થી અલગ થયા બાદ પોતે સોશ્યિલ મિડીયા માં પોસ્ટ મુકી ને આ બાબત નો ખુલાસો કર્યો હતો. સાઉથ ના સૂત્રો ના જણાવ્યા પ્રમાણે ધનુષ-ઐશ્વર્યા ના સંબંધો માં ૨૦૧૯ થી જ કડવાશ આવી હતી. ધનુષ સાઉથ નો એક સફળ અને એક્ટિવ સ્ટાર છે. તે સાઉથ માં એક પછી એક ફિલ્મો કરતો રહે છે. આ દરમ્યિાન તેનું નામ તેની કો-એડ્રેસીસ સાથે પણ જોડાતું રહે છે. સાઉથ ની એડ્રેસીસ તૃષા કૃષ્ણજીવન, અમલા પાર્થ તથા શ્રુતિ હસન સાથે તેનું નામ જોડાઈ ચુક્યુ છે. આ બધી વાતો અને આ અંગે ની ગોસીસ થી ઐશ્વર્યા ખૂબ ટેન્શન માં રહે છે. ઐશ્વર્યા પોતે પણ એક ડિરેક્ટર છે. તેણે ૩ થી | ડિરેક્ટર તરીકે ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ નું તેના પતિ ધનુષ એ જ ગાયેલું ગીત કોલાવરી ડી તો સુપર હીટ રહ્યું હતું પરંતુ ફિલ્મ ફ્લોપ રહી હતી.
સાઉથ ની ફિલ્મ ઈન્ડસ્ટ્રી પુરુષપ્રધાન માનવા માં આવે છે. સાઉથ ની ફિલ્મો માં મહિલાઓ ને એક્સેસ તરીકે તો કામ મળી રહે છે. જો કે અન્ય કેટેગરી માં નામ અને કામ મેળવવું મુશ્કેલ છે. એશ્વર્યા ને પણ રજનીકાંત ની સુપત્રી હોવા છતા સાઉથ ની ફિલ્મો માં ડિરેક્શન મળતુ બંધ થઈ ગયું. પ્રથમ ફિલ્મ બાદ શોર્ટ ફિલ્મ તેમ જ ડોક્યુમેન્ટરી જેવા કામો મળ્યા પરંતુ તેના પરિણામો પણ FILMFA કંઈ ખાસ ઉત્સાહજનક ન હતા. આના થી વિરુધ્ધ બોલિવુડ માં ઘણી સફળ મહિલા ફિલ્મ ડિરેક્ટરો છે. એશ્વર્યા ને છેલ્લા ૩ વર્ષ થી સાઉથ ની ફિલ્મો માં કંઈ ખાસ કામ ન્હોતુ મળતું. આથી ઐશ્વર્યા એ મુંબઈ તરફ નજર દોડાવી. હમણાં થી તે મોટાભાગ નો સમય મુંબઈ માં જ વિતવે છે. જ્યારે ધનુષ પોતાની ફિલ્મો ના શૂટિંગ માં વ્યસ્ત હોવા થી મોટાભાગે ઘર થી દૂર જ રહેતો હોય છે. આમ ધનુષ ના નીતનવી એક્ટસીસ સાથે નામ જોડાવા અને લોંગ ડિસ્ટન્સ રિલેશનશીપ ના કારણે ૧૮ વર્ષો બાદ આ સંબધો નો કરુણ અંત આવ્યો છે. જો કે આ બાબતે હજુ ઐશ્વર્યા કે રજનીકાંત ના કોઈ પ્રતિભાવ જાણવા નથી મળ્યા. પરંતુ ધનુષ ના પિતા અને સાઉથ ના ફિલ્મ મેકર કસ્તુરી રાજા એ દિકરા-વહુ ના સંબંધ ઉપર પ્રતિભાવ આપતા કહ્યું હતું કે આને પારિવારીક ઝગડો કહી શકાય. હાલ બન્ને હૈદરાબાદ માં જ છે. આ બન્ને ના | ડિવોર્સ થયા નથી. બન્ને સાથે ફોન પર વાત કરી છે અને યોગ્ય સલાહ પણ આપી છે.