પં. બિરજુ મહારાજ નું નિધન

ન માત્ર બોલિવુડ ના પરંતુ દેશ ના જાણિતા કથ્થક નર્તક અને પદ્મવિભૂષણ થી સન્માનિત પંડિત બિરજુ મહારાજ નું ૮૩ વર્ષ ની ઉંમરે હાર્ટ એટેક આવવા થી દુઃખદ નિધન થયું હતું. પ.બિરજુ મહારાજ ની દિલ્હી ની સાકેત હોસ્પિટલ ખાતે છેલ્લા એક માસ થી સારવાર ચાલતી હતી. જો કે ૮૩ વર્ષ ની ઉંમરે તેમને હાર્ટ એટેક આવતા સાકેત હોસ્પિટલ ખાતે જ અંતિમ શ્વાસ લીધા હતા.૪ ફેબ્રુઆરી ૧૯૩૮ ના રોજ લખનૌ ના બિંદાહીન ઘરાના ના ગણાતા પરિવાર માં તેમનો જન્મ થયો હતો. તેમના પિતાશ્રી અચ્છન મહારાજ તથા કાકા શંભુ મહારાજ દેશ ના પ્રસિધ્ધ કલાકારો હતો. નાનપણ થી જ સૂર, તાલ અને નૃઝશ ના માહોલ માં ઉછેર થયો હતો. હાફિઝ અલી ખાન તથા મુસ્તાક ખાન જેવા સંગીતજ્ઞો પાસે સૂર, લય ની વધારે તાલિમ મળી હતી. માત્ર છ વર્ષ ની ઉંમર માં રાયપુર ના નવાબ ને ત્યાં એક જલ્સા માં ગાયુ અને નવાબ તરફ થી ૫૦૧ રૂા. નું ઈનામ મળ્યું હતું.

જો કે કમનસીબે માત્ર નવ વર્ષ ની ઉંમરે પિતા અચ્છાન મહારાજ નું અવસાન થતા કાકા શંભુ મહારાજ પાસે થીતાલિમ મેળવી માત્ર ૧૨ વર્ષ ની ઉંમર થી બીજા ને નૃત્ય શિખવાડવા ની શરુઆત થઈ હતી. બિરજુ મહારાજ ને દેશ-વિદેશ થી આમંત્રણો મળતા હતા. બિસ્મિલ્લા ખાન, આમિર ખાન તથા પ.ભીમસેન જોષી સાથે ઘણા દેશો માં ફર્યા અને પ્રસ્ત[તિ આપી. બોલિવુડ માં તેમને સંગીત માં કરાતી બાંધછોડ ના કારણે કામ ન્હોતુ કરવું. પરંતુ સૌ પ્રથમ વિશ્વપ્રસિધ્ધ ડિરેક્ટર સ્વ. સત્યજીત રે એ વિશ્વાસ અપાવ્યો કે સંગીત માં કોઈ છેડછાડ થશે નહિ ત્યાર બાદ તેમની ફિલ્મ શતરંજ કે ખિલાડી માં બે ક્લાસિકલ ડાન્સ સિકવન્સ માટે સંગીત પણ બનાવ્યું અને પોતે ગાયુ પણ. ત્યાર બાદ તો બોલિવુડ માં દિલ તો પાગલ હૈ, દેવદાસ, બાજીરાવ મસ્ત|ાની તથા દેઢ ઈશ્કિયા જેવી અસંખ્ય ફિલ્મો ની ડાન્સ સિક્વન્સ કરી. પોતાના એક ઈન્ટર્વ્ય માં પ.બિરજુ મહારાજ એ માધુરી દિક્ષીત ને પોતની ફેવરીટ એકટ્રેસ ગણાવી હતી. ફિલ્મ બાજીરાવ મસ્તાની ના ગીત “મોહે રંગ દો લાલ’ એવોર્ડ પણ મળ્યો હતો. પ.બિરજુ મહારાજ ના નિધન ઉપર બોલિવુડ સેલેબ્સ માધુરી દિક્ષીત, અનુપમ ખેર, સુવિખ્યાત પ્રોડ્યુસર/ડિરેક્ટર સુભાષ ઘાઈ, ભજન સમ્રાટ – અનુપ જલોટા, તથા અશોક પંડિત એ શ્રધ્ધાંજલી અર્પી હતી.

Leave a Reply

Your email address will not be published.