પ્રજાસત્તાક દિને આતંકી હુમલો ?

ભારતીય ગુપ્તચર એજન્સી એ ૨૬ મી જાન્યુઆરી ના પ્રજાસત્તાક દિન એ મોટા આતંકી હુમલા ને લઈ ને એલર્ટ જાહેર કર્યું છે. આ એલર્ટ માં આપવા માં આવેલી માહિતી પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ આતંકવાદીઓ ના નિશાના ઉપર છે અને તેમની ઉપર ડ્રોન થી હુમલો કરવા નું ષડયંત્ર રચાયુ છે.ઈન્ટેલિજન્સ એલર્ટ માં જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન ના કાફલા ઉપર ફિદાઈન હુમલો અને ડ્રોન એટેક નું ષડયંત્ર રચવા માં આવી રહ્યું છે.

વડાપ્રધાન ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને યુ.પી.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આતંકવાદીઓ ના નિશાના ઉપર છે. આ ષડયંત્ર આઈએસઆઈ અને વિદેશી તાકાતો ના સહયોગ થી રચાઈ રહ્યું છે. ભારત ના એક્ટિવ આતંકવાદી સંગઠનો – લશ્કર એ તૌયબા, જેશ એ-મોહમ્મદ, હરકત ઉલ મુ જાહિદ્દીન, હિ ઝ , લ મુજાહિદીન, તેમ જ પાકિસ્તાન અને અફઘાન સ્થિત આત કવાદી સંગઠનો વીવીઆઈપીઓ ને નિશાનો બનાવી શકે છે. જો કે આમાં સર્વાધિક ખતરો વડાપ્રધાન મોદી ની સુરક્ષા ને લઈ ને છે. ઈન્વટ્સિ પ્રમાણે ખાલિસ્તાની એકિટવિસ્ટો પણ મોદી ની વિઝીટ તેમજ ઈ લ ક શ ના રેલીઓ ને ટાર્ગેટ બનાવી શકે છે. એવી પણ જાણકારી મળી છે કે ખાલિસ્તાની લિબરેશન ફોર્સે પાકિસ્તન માં આતકીઓ સાથે નવુ જોડાણ કર્યું છે જેની મ ય થી આઈ . – આઈ એ કરી હતી. પાકિસ્તાન સ્થિત અને આઈ .

-અ ઈ સા મ ચિતા ખાલિસ્તની આતંકવાદી જૂથ પંજાબ માં ફરી સંગઠત થાય અને ફરી આતકવાદ ને ભડકાવવા ની કોશિશ થઈ રહી છે. ૧૪ મી જાન્યુ.એ પકડાયેલા આરડીએક્સ થી બનેલા આઈઈડી ના ષડયંત્ર ની જવાબદારી અલ કાયદા સાથે જોડાયેલા આતંકવાદી સંગઠન મુજાહિદ્દીન ગલવાન હિન્દ એ ટેલિગ્રામ ઉપર પત્ર પાઠવી ને લીધી છે. પત્ર માં જણાવ્યા પ્રમાણે અમારા મુજાહિદ્દીન ભાઈઓ એ જ ૧૪ મી જાન્યુ. એ ધડાકા માટે દિલ્હી ના ગાઝીપુર નાં આઈઈડી પ્લાન્ટ કર્યા હતા. કમનસીબે ટેકનીકલ ક્ષતિ ના કારણે તે સમયસર ફૂટ્યો નહીં, પરંતુ આગામી વખતે આમ નહીં થાય. અમે ચોક્કસ થી ફરી ધડાકાઓ કરીશું અને આ વખતે તેનો અવાજ આખા ભારત માં સંભળાશે. આતંકી સંગઠન ના આ દાવા ના પગલે સુરક્ષા એજન્સીઓ અને સ્પેશ્યિલ સેલ તપાસ માં જોતરાઈ ગઈ છે. જો કે એવી પણ એક આશંકા છે કે આ પત્ર દ્વારા તપાસ ભટકાવવાની કોશિષ કરાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published.