મુલાયમ ના પુત્રવધુ અને સાટુ, ભાજપા માં
સમાજવાદી પાર્ટી એ ભાજપા ના ત્રણ કેબિનેટ મંત્રી અને ૧૪ ધારાસભ્યો ને સ.પા. માં પ્રવેશ આપી યુ.પી. વિધાનસભા ની ચૂંટણી માં સર્જેલા વમળો હજુ શાંત થાય તે પહેલા જ ભાજપા એ વળતો પ્રહાર કરતા સમાજવાદી પાર્ટી ના સ્થાપક મુલાયમ સિંહ યાદવ ના પુત્રવધુ અને અખિલેશ યાદવ ના ભાભી તેમ જ મુલાયમ ના સાટુભાઈ અને અખિલેશ યાદવ ના માસા ને ભાજપા માં પ્રવેશ આપી ને જવાબ આપ્યો છે.સમાજવાદી પાર્ટી ના સ્થાપક અને પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ ના નાના પુત્રવધુ અપર્ણા યાદવ બુધવારે વિધિવત રીતે ભાજપા માં જોડાઈ ગયા હતા. જો કે આને અખિલેશ યાદવ ની મોટી નિષ્ફળતા ગણાવાય છે. ભાજપા એ કટાક્ષ પણ કર્યો હતો કે પ્રદેશ ને સંભાળવા મુખ્યમંત્રી પદ નો દાવો કરનાર નેતા પોતાના પરિવાર ને પણ સંભાળી શકતા નથી. જો કે આ બધી પ્રક્રિયા દરમિયાન પત્રકારો સાથે વાત કરતા અર્પણા યાદવે એવો વિસ્ફોટ – ઘટસ્ફોટ કર્યો હતો કે ભાજપા માં જોડાતા પૂર્વે તે પોતાના શ્વસુર મુલાયમ સિંહ ના આશીર્વાદ લઈ ને આવી છે. મિડીયા સાથે ની વાતચીત દરમ્યિાન અર્પણા એ કહ્યું હતું કે તે પરિવાર થી અલગ નથી. બધા વડીલો ના તેને આશીર્વાદ પ્રાપ્ત છે, હું સ્વતંત્ર છું.
મને ખબર છે કે શું કરવું છે અને તેથી જ ભાજપા માં આવી છું. વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી યોગી ની પ્રશંસા કરતા કહ્યું હતું કે તેમના માટે રાષ્ટ્રીય ધર્મ સર્વોચ્ચ પ્રાથમિકતા છે. મેં પણ હંમેશા રાષ્ટ્ર ને જ મારો ધર્મ માન્યો છે. હંમેશા દેશ માટે જ નિર્ણયો લીધા છે. હું વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી યોગી થી ખૂબ જ પ્રભાવિત છું. મને તેમની નીતિઓ નૈતિક રીતે ખૂબ યોગ્ય લાગે છે. જ્યારે અર્પણા ને પ્રશ્ન પૂછવા માં આવ્યો કે જ્યારે તમે ચૂંટણી લડશો ત્યારે મુલાયમસિંહ તમારા પ્રચાર માટે આવશે ? પ્રત્યુત્તર માં અર્પણા એ કહ્યું હતું કે મને તેમના આશીર્વાદ છે. બાકી ની વાત પછી ની છે જ્યારે મુલાયમ સિંહ ના સાભાઈ અને બિધુના વિસ્તાર ના ધારાસભ્ય અને અખિલેશ યાદવ ના માસા પ્રમોદકુમાર ગુપ્તા એ એવો વિસ્ફોટક ઘટસ્ફોટ કર્યો હતો કે કહ્યું હતું કે સ.પા. તેની મૂળ વિચારધારા થી ભટકી ગઈ છે. હવે નેતાજી અને શિવપાલજી નું પક્ષ માં કોઈ સ્થાન નથી. મુલાયમને વિક્રમાદિત્ય માર્ગ સ્થિત આવાસ ઉપર બંધક બનાવી દેવાયા છે. તેમને કોઈ ને પણ મળવા ની મંજુરી નથી. નેતાજી ના જન્મદિવસે પણ તેમને બોલવા દેવા માં આવ્યા ન હતા અને માઈક છીનવી લેવાયું હતું. પાર્ટી મૂળ વિચારધારા થી ભટકી ગઈ છે અને હવે તેમાં જુગાર અને સટ્ટાબાજી સામેલ તથા જમીનો ઉપર કન્જો જમાવનાર લોકો ને સામેલ કરવા માં આવી રહ્યા છે. આથી જ જેમ મુલાયમ ના પુત્રવધુ દિલ્હી માં ભાજપા માં જોડાઈ ગયા છે તે જ રીતે તેઓ પણ લખન માં ભાજપા માં જોડાઈ જશે.