મૌલાના તૌકીર અને કોંગ્રેસ

ઉત્તરપ્રદેશ ના વિવાદાસ્પદ મુસ્લિમ અગ્રણી, આલા હઝરત બરેલી શરીફ ના મૌલાના તૌકીર રઝા ખાન હિન્દુ વિરોધી અને વિવાદીત બયાનો કરવા માટે કુખ્યાત છે. તેઓ ઈત્તેહાદ – એ-મિલ્લત કાઉન્સિલ ના પણ વડા છે. યુ.પી. ના કોંગ્રેસ અધ્યક્ષ અજય લાલુ ની સાથે કરેલી પ્રેસ કોન્ફરન્સ માં તેમણે કોંગ્રેસ ને પોતાનો ટેકો જાહેર કરતા કહ્યું હતું કે મને વિશ્વાસ છે માત્ર કોંગ્રેસ પાર્ટી જ મુસ્લિમો ના વિકાસ માટે કાર્ય કરી રહી છે.આ એ જ મૌલાના તૌકીર રઝા ખાન છે જેમણે હજુ ગત સપ્તાહે જ હિન્દુઓ ને ચેતવણીભર્યા સ્વરે ધમકી આપી હતી કે ૨૨ કરોડ મુસ્લિમો સાંભળો, મને મારા હિન્દુ ભાઈઓ માટે ડર લાગે છે, જો મારા યુવાનો એ જે દિવસે કાયદો પોતાના હાથ માં લીધો ત્યારે તમને આખા ભારત માં છૂપાવા ની ક્યાંય કોઈ જગ્યા નહીં મળે. આવા હિન્દુ વિરોધી અને મુસ્લિમ યુવાઓ સામે ભડકાઉ ભાષણો આપનાર તૌકીર રઝા ખાન અવારનવાર રાહુલ અને પ્રિયંકા વાડ્રા સાથે પણ દૃષ્ટિમાન થતા રહે છે. જો કે આવા હિન્દુ વિરોધી અને કટ્ટરવાદી સંબોધન બાદ પણ તેઓ યુ.પી. કોંગ્રેસ અધ્યક્ષ સાથે પ્રેસ કોન્ફરન્સ માં સ્ટેજ ઉપર બેસી ને કોંગ્રેસ ને ટેકો જાહેર કરે તેનાથી જ ન માત્ર યુ.પી.ની પરંતુ દેશભર ની હિન્દુ જનતા { એ કોંગ્રેસ ની અસલિયત જાણી અને સમજી લેવી જોઈએ. તૌકીર રઝા એ હિન્દુઓ ને ચેતવણી આપતા એમ કહ્યું હતું કે મેં મારા મુસ્લિમ યુવાઓ માં રોષ અને આક્રોશ જોયેલો છે.

અને મને ડર છે કે જે દિવસે આ રોષ લાવા બની ને ફાટશે, જે દિવસે હું તેમની ઉપર નું મારું નિયંત્રણ ગુમાવીશ, હું મારા હિદ, ભાઈઓ ને ચેતવવા માંગુ છુ કે મને | ડર છે જે દિવસે આ મુસ્લિમ યુવાઓ ને કાયદો હાથ માં લેવા મજબૂર થશે, તમને આખા હિન્દુસ્તાનભર માં છુપાવા ની ક્યાંય જગ્યા નહીં મળે. તેમના આ સંબોધન માં હિન્દુઓ પ્રત્યે ભારોભાર તિરસ્કાર છલકે છે પરંતુ તેમની સામે કોઈ કાયદેસર ના પગલા નથી લેવાયા જ્યારે હરિદ્વાર માં હિન્દુ ધર્મ સંસદ માં સંબ ધન કરનરા હિન્દુ સંત સામે કોંગ્રેસ, ડાબેરીઓ, લટિયન્સ ગંગ એ દેશભર માં મચાવે લા ઉહાપો હ બાદ આ હિન્દુ સંત ને જેલ માં બંધ કરવા માં આવ્યા હતા. જ્યારે પોતાના બેવડા ધોરણો દર્શાવતા આ જ ડાબેરીઓ, કોંગ્રેસીઓ કે લૂટિયન્સ ગેંગ મૌલાના તૌકીર રઝા ખાન ના સંબોધન સામે કોઈ વિરોધ નથી ઉઠાવતું. વળી કોંગ્રેસ તો તેમની સાથે પ્રદેશ અધ્યક્ષ સ્ટેજ શેર કરતા તેમનું સન્માન કરે છે અને મૌલાના તૌકીર રઝા ખાન પણ કોંગ્રેસ ને પોતાનો ટેકો જાહેર કરે છે. દેશ માં મુસ્લિમો માં પણ શિયા – સુન્ની, અહેમદીયા એવા અસંખ્ય ફાંટા અને પરસ્પર દુમની ધરાવતા જૂથો હોવા છતા મુસ્લિમો નો એક સમાજ તરીકે ઉલ્લેખ કરાય છે જ્યારે હિન્દુઓ ને બ્રાહ્મણ, પાટદાર, રાજપૂત, વૈશ્ય,ઓબીસી એમ વિવિધ કેટેગરી માં દર્શાવી હિન્દુઓ માં જાતિવાદ ના આધારે ભાગલા પડાવી રાજ મેળવવા ની કોંગ્રેસી ચાલ સૌ હિન્દુઓ એ ઓળખી લેવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published.