રશિયા કરશે યુક્રેન સામે યુધ્ધ ?

રશિયા એ ગુપ્ત રીતે યુક્રેન ને ત્રણે બાજુએ થી ઘેરો ઘાલ્યો છે. આવતા સપ્તાહો માં રશિયા યુક્રેન ઉપર હુમલો કરી શકે છે. તેણે યુક્રેન ની રાજધાની કીવ માં થી રશિયન દૂતાવાસ લગભગ ખાલી કરી દીધું છે. અમેરિકા અને નાટો ના દેશો પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહ્યા છે.એક તરફ રશિયા ના રાષ્ટ્રપતિ લાદિમીર પુતિન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન સાથે યુક્રેન મામલે મંત્રણા કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ રશિયન સેના યુક્રેન ઉપર હુમલા ની તૈયારી કરી રહી છે. આના જ સંદર્ભે સેના તેની મિત્ર દેશ બેલારુસ સાથે સંયુક્ત યુધ્ધાભ્યાસ કરી રહી છે. યુક્રેન ના અધિકારીઓ ના મતે રશિયન સેના પૂર્વ શસ્ત્ર-સરંજામ સાથે બેલારુસ માં સંયુક્ત યુધ્ધાભ્યાસ ના નામે પહોંચી ચૂકી છે. વાસ્તવ માં તેમની યોજના બેલારુસ તરફ થી પણ યુક્રેન ઉપર હુમલો કરવા ની છે. આ ઉપરાંત યુક્રેન માં થી રશિયન એમ્બેસી ખાલી કરવી તે પણ આ જ દિશા નું મહત્વ નું કદમ છે. ૫ મી જાન્યુઆરી એ રશિયાએ કીવમાં થી પ્રથમ ૧૮ અને બાદમાં ૩૦ એમ ૪૮ રાજદ્વારીઓ ને સડક માર્ગે ૧૫ કલાક ની મુસાફરી કરી ને મોસ્કો પરત બોલાવી લીધા છે. કીવ ઉપરત પણ યુક્રેન માં રશિયા ના બે દૂતાવાસો છે.

જેમના કર્મચારીઓ ને ગમે ત્યારે મોસ્કો જવા નો આદેશ મળી શકે છે. જો કે રશિયા ના જણાવ્યા પ્રમાણે કીવ માં તેમની એમ્બેસી અગાઉ ની માફક જ કામ કરી રહી છે.રશિયા ની હિલચાલ ઉપર નજર રાખી રહેલા અમેરિકા અને નાટો ના દેશો એ પણ જવાબી કાર્યવાહી શરુ કરી દીધી છે. હાલ પૂરતુ અમેરિકા વાતચીત કરી રહ્યું હોવા થી સક્રીય નથી થયું. બ્રિટને યુક્રેન ની મદદ માટે ન માત્ર મહત્વ નો નિર્ણય જ લીધો છે, પરંતુ તેને અમલી પણ બનાવી દીધો છે. બ્રિટને રશિયા ની ટેન્કો નો સામનો કરવા પોતના એન્ટિ ટેન્ક વેપન્સ યુક્રેન ને મોકલવા ની શરુઆત કરી દીધી છે. જ્યારે નાટો ના અન્ય સભ્ય દેશ કેનેડા એ પોતાના સૈન્ય ની એક સ્પેશ્યિલ રેજિમેન્ટ યુક્રેન ની રાજધાની કીવ મોકલી દીધી છે. અમેરિકી નિષ્ણાંતો ના મતે રશિયા એ યુક્રેન ની સરહદ પોતાની ૬૦ બટલિન ખડકી દીધી છે. જે અંદાજે ૭૭ હજાર થી એક લાખ સૈનિકો ની સંખ્યા થાય છે. જો કે આ અગાઉ ૧ માસ અગાઉ પેન્ટાગોને આ સંખ્યા ને ૧ લાખ ૭૫ હજાર ગણાવી હતી. અમેરિકી ઈન્ટેલિજન્સ ના માનવા પ્રમાણે રશિયા ની સેના અત્યારે રાહ જોઈ રહી છે કે બોર્ડર એરિયા માં બરફ સંપૂર્ણપણે જામી જાય, જેથી સૈન્ય અને આટિલરી ને ફેરવવા ફેરવવા માં સરળતા રહે.યુધ્ધ નિષ્ણાંતો ના મત અનુસાર આગામી એક માસ માં રશિયા યુક્રેન ઉપર આક્રમણ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published.