વરુણ ધવન મનોજ શાહ ની અંતિમવિધિ માં

બોલિવુડ ને સામાન્ય રીતે ઉગતા સૂરજ ને પૂજનાર ઈન્ડસ્ટ્રી કહેવાય છે. અહીં પૂર્વ કલાકારો કે ડિરેક્ટરો પ્રત્યે પણ ઉદાસિનતા ના અનેક કિસ્સા સાંભળવા મળે છે. ત્યારે યુવા એક્ટર વરુણ ધવન એ પોતાના ડ્રાઈવર ને હાર્ટ એટેક આવતા ન માત્ર હોસ્પિટલ લઈ ગયો, પરંતુ તેનું અવસન થઈ જતા તેની અંતિમવિધિ માં | પણ હાજર રહી ને પરિવાર ને સાત્વના આપી હતી.ઓ કટ ૨ વરુણ ધવન સાથે તેનો ડ્રાઈવર મનોજ સાહુ છેલ્લા ૨૬ વર્ષ થી જોડાયેલો હતો. વરુણ ધવન ની તે અત્યંત નિકટ નો હતો. હાલ માં વરુણ મહેબુબ ટુડીયો માં એક જાહેરાત નું શુટિંગ કરવા આવ્યો હતો. રાબેતા મુજબ મનોજ સાહુ જ તેને લઈ ને આવ્યો હતો. જો કે શુટિંગ દરમ્યિાન અચાનક મનોજ એ છાતી માં દુખાવા ની ફરિયાદ કરી હતી. પરિસ્થિતિ સમજી ગયેલા વરુણ ધવન તાત્કાલિક પોતના કુ મેમ્બર્સ સાથે તેને નજીક માં આવેલી લીલાવતી હોસ્પિટલ સારવાર માટે લઈ ગયો હતો. કમનસીબે ડોક્ટરો એ તેને મૃત જાહેર કર્યો હતો.

ત્યાર બાદ વરુણે હોસ્પિટલ માં જરુરી વિધિ પતાવી હતી. વરુણ ધવન પોતના ડ્રાઈવર અને ૨૬ વર્ષ ના નિકટ ના સાથી ના આકસ્મિક અવસાન થી તદ્દન ભાંગી પડ્યો હતો. જો કે આ મુશ્કેલ ઘડી માં વરુણ ધવન ના મોટાભાઈ રોહિત ધવને વરુણ નો સાથ આપી ને તેને સાંત્વના આપી હતી. રોહિત અને વરુણ મનોજ સાહુ ની અંતિમ વિધિ માં પણ સામેલ થયા હતા. પિતા ના અવસાન થી ભાંગી પડેલા મનોજ સાહુ ના પુત્ર તથા પુત્રી ને પણ સાંત્વના આપી હતી અને તેમને સંભાળ્યા હતા. વરુણે સોશ્યિલ મિડીયા ઉપર પણ પોતાના ડ્રાઈવર મનોજ સાહુ ને શ્રધ્ધાંજલિ પાઠવતા જણાવ્યું હતું કે મનોજ છેલ્લા ૨૬ વર્ષો થી મારા જીવન માં હતા. મનોજ મારા માટે સર્વસ્વ હતા. મારી પાસે દુઃખ વ્યક્ત કરવા શબ્દો નથી. મનોજ દાદા ને લોકો તેમના હ્યુમર તથા પેશન માટે હંમેશા યાદ રાખશે. મનોજ દાદા મારા જીવન માં હતા તે માટે હું હંમેશા આભારી રહીશ. બોલિવુડ ના કોમેડી ફિલ્મો ના સુપરહિટ ડિરેક્ટર અને પિતા ડેવિડ ધવને પણ દિકરા વરુણ ધવન સાથે વાત કરી ને સાંત્વના પાઠવી હતી અને મનોજ સાહુ ના પરિવાર નું ધ્યાન રાખવા ની હૈયા ધારણ પણ આપી હતી. આમ વરુણ ધવને પોતાના ડ્રાઈવર ને પોતાના કુટુંબીજન જેટલો આદર અને સ્નેહ દર્શાવી ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરુ પાડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.