સમાચારો સંક્ષિપ્ત માં
-ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ કોરોના સંક્રમિત થયા હતા. એક તરફ રાજ્યમાં કોરોના વિસ્ફોટ થયો છે ત્યારે જ ખુદ ગૃ હમંત્રી પણ સંક્રમીત થયા છે. જો કે સદ્ભાગ્યે સાવચેતી સ્વરુપે તેમના તમામ પરિવારજનતેના કરાયેલા રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા.
– વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમિટ ૨૦૨૨ માટે રોકાણ પ્રોત્સાહન પ્રવૃ ત્તિઓના ભાગરુપે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ એ પ.૯૫૫ લાખ કરોડ ના રોકાણ માટેના એમઓયુ ગુજરાત સરકાર સાથે સાઈન કર્યા હતા. આટલા જંગી રોકાણના પગલે ગુજરાતમાં સીધી અને આડકતરી કુલ ૧૦ લાખ ડેટલી રોજગારીની તકોનું સર્જન થવાની આશા રખાય છે. રિલાયન્સે આ કરાર ગ્રીન એનર્જી તથા અન્ય પ્રોજેક્ટ માટે ૫.૯૫ લાખ કરોડ ના રોકાણના એમઓયુ સાઈન કર્યા હતા.
– ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના બાજી રહેલા દુદુંભી વચ્ચે શિવસેના પાર્ટીના નેતા સંજય રાઉત ખેડુત નેતા રાકેશ ટિંકેત સાથે મુલાકાત કરવા ટિકેતના મુઝફ્ફરનગર સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા હતા. સંજય રાઉતના જણાવ્યા પ્રમાણે યુ.પી.માં શિવસેના ૫૦ થી ૧૦૦ બેઠકો ઉપર ચૂંટણી લડશે.
– અમેરિકાની નારાજગી છતા ભારતે રશિયાની વિશ્વની સૌથી શ્રેષ્ઠ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ એસ-૪૦૦ ખરીદતા અમેરિકી પ્રમુખ જો બાયડન ના પ્રતિબંધ પોલિસી સલાહકાર જેમ્સ ઓ બ્રાયન એ ભારતને આડકતરી રીતે ધમકી આપતા જણાવ્યું હતું કે રશિયા પાસેથી એસ-૪00 ની ખરીદી કરવા બદલ અમેરિકા ભારતને નિરાશ કરી શકે છે. જો કે અમેરિકાએ ભારત ઉપર પ્રતિબંધ મુકવો કે કેમ તે અંગે હજુ સુધી કોઈ આખરી નિર્ણય કર્યો નથી. ભારતે ખરીદેલી પાંચ ડિફેન્સ સિસ્ટમ પૈકી એકની | ડિલીવરી ભારતને થઈ પણ ચુકી છે અને મોટ ભાગે ફેબ્રુઆરી સુધીમાં તે કાર્યરત થઈ જશે.
– બ્રિટનના કન્ઝર્વેટીવ પાર્ટીના નેતા અને સાંસદ ઈયાન ડેકન સ્મિથે દાવો કર્યો હતો કે બ્રિટનની સંસદમાં ચીનની જાસુસ ક્રિસ્ટિન લી સુકોય છે. સાંસદે એવો પણ દાવો કર્યો હતો કે બ્રિટીશ જાસુસી એજન્સીએ તેનાથી બચવાની ચેતવણી પણ આપી હતી. બ્રિટીશ સાંસદ એ ચીનની મહીલા જાસુસ અંગેની જાણકારી સ્પિકર અને અન્ય ઉપસ્થિત સાંસદોને આપી હતી.
– ભારતના વડાપ્રધા નરેન્દ્ર મોદીની ૫ મી જાન્યુઆરીથી પંજાબ યાત્રા દરમિયાન થયેલી સુર૭ની ચૂક બાદ પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંગ ચન્નીએ વડાપ્રધાન મોદીની સુરક્ષામાં થયેલી ક્ષતિ બદલ ખેદ વ્યક્ત કર્યો હતો. તેમણે યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તમે અમારા માટે સન્માનિય છો. તમે પંજાબ આવ્યા અને તમારી મુલાકાત દરમ્યિાન જે કાંઈ બન્યું તેના માટે અમે દિલગીર છીએ. આ ઉપરાંત તેમણે શેર પણ સંભળાવતા કહ્યું હતું કે તુમ સલામત રહો કયામત તક, ઔર ખુદા કરે કયામત ના હો.
– ભારત સાથે બોર્ડર વિવાદ મામલે એક બાજુ ચીન ભારત સાથે શાંતિ મંત્રણાની બેઠકો કરી રહ્યું છે જ્યારે બીજી તરફ પોતાની આદત મુજબ ચાલબાજી આદરવાનું ચાલુ રાખ્યું છે. સેટેલાઈટ તસ્વીરના માધ્યમથી ડ્રેગનની ભયાવહ ષડયંત્રનો પર્દાફાશ થયો છે. હવે ચીનદેપસાં ક્ષેત્રમાં દોલત બેગ ઓલ્હી નજીક સૈન્ય ઠેકાણું બનાવી રહ્યું છે. ચીને અહીં છાવણી તેમ જ સૈનિકો માટે ઘર પણ બનાવ્યા છે.
– મહારાષ્ટ્રમાં કોરોના એ વિશાળ સ્વરુપ ધારણ કરતા છેલ્લા માત્ર ૨૪ કલાકમાં જ ૪૬,૪૦૬ નવા કેસો નોંધાવવા ઉપરાંત ૩૬ દર્દીઓના કરુણ અવસાન પણ થયા હતા.
– ભારતીય બેંકોના ૯ હજાર કરોડની છેતરપિંડી કરી બ્રિટનમાં આશરો લઈને રહેતા ભાગેડૂ ઉદ્યોગપતિ ને બ્રિટનની કોર્ટે પણ મોટો ઝાટકો આપ્યો છે. ભારતની જેમ એક સ્વિસ બેંક સાથેના પણ ફ્રોડ કેસમાં તેમના બ્રિટનના આલિશાન ઘરનું મોર્ગેજ ના ભરતા યુબીએસ બેંકને મકાનનો કબ્દો સોંપવા માલ્યાને પરિવાર સહિત ઘર ખાલી કરવા આદેશ આપ્યો હતો.
– ગુજરાતમાં કોરોના સંક્રમણ ફેલાતુ અટકાવવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ એક્સપર્ટસ ગૃપ ઓફ ડોક્ટર્સ સાથે બેઠક યોજીને આવતી કાલથી જ ગુજરાતમાં સંક્રમણ વધે નહીં તે માટે જનજાગૃતિ અને સતર્કતા અંતર્ગત માં માસ્ક પહેવાર, સોશ્યિલ ડિસ્ટન્સિગ, સેનેટાઈઝર, વારંવાર વપરાશ તથા ભીડભાડવાળી જગ્યાઓ અને પ્રસંગોથી દૂર રહેવા માટે જાગૃતિ ઝુંબેશ ચલાવાશે.
– મુંબઈ ખાતેના ઈન્ડિયન નેવી ડોકયાર્ડમાં મંગળવારે યુધ્ધપોત આઈએનએસ રણવીરના ઈન્ટર્નલ કમ્પાર્ટમેન્ટમાં થયેલા જોરદાર બ્લાસ્ટમાં ૩ જવાન શહીદ થયા હતા જ્યારે ૧૧ ઘાયલ થયા હતા. જો કે બ્લાસ્ટ પછી આગ ઉપર તાત્કાલિક કાબુ મેળવી લેવાતા જહાજને વધારે નુક્સાન થતુ બચાવાયુ હતું. બ્લાસ્ટ કયા કારણોથી થયો તે હજુ જાણવા મળ્યું નથી.પરંત તેની તપાસ માટે બોર્ડ ઓફ ઈક્વાયરી ના આદેશ આપી દેયા હતા.
– ઉત્તર કોરિયાએ મંગળવારે વધુ એક મિસાઈલ પરિક્ષણ કર્યું હતું. જો કે ક્યા પ્રકારની મિસાઈલ હતી તે હજુ સુધી જાહેર નથી કરાયું. આ અગાઉ ઉ.કોરિયા એ બે હાઈપર સોનિક અને એક બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. હજુ ગત સપ્તાહે જ અમેરિકાએ ઉ.કોરિયા ઉપર નવા પ્રતિબંધો લાદ્યા હતા. જો કે ઉ.કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન ના કાર્યાલયે વ્હાર પાડેલા એક નિવેદનમાં કહ્યું હતું કે ઉ.કોરિયાનો પોતાની સુરક્ષાનો સંપૂર્ણ અધિકાર છે. ઉ.કોરિયા પરમાણુ સંપન્ન રાષ્ટ્ર છે. અત્યાર સુધીમાં તે છ પરમાણુ પરિક્ષણ કરી ચૂક્યું છે. તે સ્થિતિમાં ટૂંક સમયમાં ચાર મિસાઈલ પરિક્ષણો અમેરિકા સહિત દુશ્મન રાષ્ટ્રો માટે ચિંતાજનક જરુર છે.
– ભારતને ૧૬ મી જાન્યુએ સેટેલાઈટ તસ્વીરથી જાણવા મળ્યું છે કે ચીન પેંગોંગ લેકના કિનારે ગુપ્ત રીતે પુલનું નિર્માણ કરી રહ્યું છે. ૪00 મીટરથી વધુ લંબાઈ ધરાવતા આ પુલની પહોળાઈ ૮ મિટર છે. આ પુલનું નિર્માણ પુરુ થયા બાદ ભારત-ચીન ના આ સરહદી વ્યુહાત્મક વિસ્તારમાં ચીનની સ્થિતિ મજબૂત બની જશે. આ ઉપરાંત ચીને ચારપગે ચાલતો વિશ્વનો સૌથી વિશાળ બાયોનિક રોબો પાકનું નિર્માણ કર્યું છે. આ રોબોટ લોજીસ્ટિક ડિલિવરી ઉપરાંત સૈનિકો માટે ના મુશ્કેલ
અભિયાનમાં પણ સામેલ કરવામાં આવશે.
– મહારાષ્ટ્રની નગર પંચાયતની ચૂંટણીમાં ભાજપાએ આડી સરકારના ગઠબંધન પક્ષતેને ચોંકાવ્યા છે.