સાઉથ આફ્રિકા નો ૩૧ રને વિજય

સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝ હાર્યા બાદ શરુ થયેલી ત્રણ વન ડે ની સિરીઝ પૈકી ની પ્રથમ વન-ડે માં ટીમ ઈન્ડિયા ના કેપ્ટન તો બદલાઈ ગયા, પરંતુ હારવા નો સિલસિલો યથાવત રહ્યો હતો. સા.આફ્રિકા એ ટીમ ઈન્ડિયા ને ૩૧ રને હરાવ્યું હતું.દ.આફ્રિકા એ ટોસ જીતી ને પ્રથમ બેટીંગ પસંદ કરતા ક્વિન્ટન ડિકોક એને મલાન એ ઓપનિંગ કર્યું ‘ હતું. મલાન અંગત છ રને આઉટ થતા દ.આફ્રિકા ની ૧૯ રને પ્રથમ વિકેટ પડી હતી. ત્યાર બાદ ક્વિન્ટન પણ અંગત ૨૭ રને આઉટ થતા દ.આફિકા નો સ્કોર બે વિકેટ એ ૫૮ રન બન્યો હતો. ત્યાર બાદ માર્કસ અંગત ૪ રને આઉટ થતા સ્કોર ૬૮ રને ૩ વિકેટ થયો હતો. જો કે ત્યાર બાદ કપ્તાન બધુમા અને રસ્સી ની વિક્રમી ૨૦૪ રન ની ભાગીદારી માં બન્ને બેટ્સમેનો એ તમામ ભારતીય બોલરો ની ધોલાઈ કરતા પોતપોતાની સદી પુરી કરી હતી. આખરે કપ્તાન બધુમા અંગત ૧૧૦૨ને આઉટ થતા ૨૭૨ રને ચોથી વિકેટ પડી હતી.

આખરે નિર્ધારીત ૫૦ ઓવરો માં રસ્સી ના અણનમ ૧૨૯ અને ડેવિડ મિલર ના અણનમ ર રન ની મદદ થી દ.આફ્રિકા એ ૪ વિકેટ એ ૨૯૬ રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફ થી બુમરાહ ને ૨ વિકેટ અને અશ્વિન ને ૧ વિકેટ મળી હતી.ટીમ ઈન્ડિયા એ જીતવા માટે ૨૯૭ રન ના લક્ષ્યાંક નો પીછો કરતા કપ્તાન લોકેશ રાહુલ અને શિખર ધવને ઓપનીંગ કર્યું હતું. જો કે લોકેશ રાહુલ અંગત ૧૨ રને જ આઉટ થતા ટીમ ઈન્ડિયા ની પ્રથમ વિકેટ ૪૬ રને પડી હતી. જો કે ટીમ ઈન્ડિયા તરફ થી ઓપનર શિખર ધવન ના ૭૯ રન, પૂર્વ કપ્તાન કોહલી-૫૧ અને શાર્દૂલ ઠાકુર ના અણનમ ૫૦ રન સિવાય અન્ય કોઈ ખેલાડીઓ સારું પ્રદર્શન ના કરી શકતા ટીમ ઈન્ડિયા એ પ0 ઓવરો માં ૮ વિકેટ એ ૨૬૫ રન જ બનાવી શકતા ૩૧ રને પરાજય થયો હતો. દ.આફ્રિકા તરફ થી શમ્મી, એન્ગીડી અને હેલુકમાયો એ ૨-૨ વિક્ટો જ્યારે માર્કમ અને કેશવ મહારાજ ને ૧-૧ વિકેટો મળી હતી.આમ દ.આફ્રિકા એ પ્રવાસી ટીમ ઈન્ડિયા સામે ની ત્રણ વન ડે સિરીઝ પૈકી ની પ્રથમ વન-ડે માં ૩૧ રને જીત હાંસલ કરી ને આ સિરીઝ માં ૧-૦ થી સરસાઈ મેળવી લીધી છે.

Leave a Reply

Your email address will not be published.